android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા
calendar_today February 3, 2026

Ahmedabad: કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા

અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. રોડ પર ખાડા તો હવે સામાન્ય થઈ ગયા છે, પરંતુ હવે બમ્પ પર પણ ખાડા પડવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.કર્ણાવતી ક્લબથી સાણંદ હાઇવે જોડતા માર્ગ ઉપરના બમ્પ ઉપર ખાડા કર્ણાવતી ક્લબથી સાણંદ હાઇવેને જોડતા મુખ્ય માર્ગ પર બમ્પ ઉપર મોટો ખાડો પડ્યો છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાની તપાસ કરવાના બદલે નવો રોડ બનાવી દેવાયો સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્રએ ખાડાની યોગ્ય તપાસ અને મરામત કરવાની જગ્યાએ સીધો બમ્પ જ હટાવી દીધો હતો.કેવી બેદરકારીથી બમ્પ પર ખાડો પડ્યો તેની કમ સે કમ તપાસ કરવાની પણ તસ્દી લેવાઇ ન હતી  નવા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું આટલું જ નહીં, ખાડા કેવી રીતે પડ્યા તેની તપાસ કર્યા વિના નવા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિણામે સમસ્યાના મૂળ કારણને ઉકેલ્યા વિના તાત્કાલિક ઉપાય કરીને મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાઈ રહ્યું છે. મનપાની ‘ઢાંક પીછોડો’ કરવાની વૃત્તિ વારંવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં મનપા દ્વારા કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં ન આવતા નાગરિકોમાં રોષ ફેલાયો છે. વધુ એક વખત મનપાની ‘ઢાંક પીછોડો’ કરવાની વૃત્તિ સામે આવી હોવાનું શહેરજનો કહી રહ્યા છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે

Read Full Story arrow_forward
Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત
calendar_today February 3, 2026

Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ગજેરા ગ્રુપ પર આવકવેરા વિભાગ (IT) દ્વારા કરવામાં આવેલી મેગા સર્ચ કામગીરી આખરે 6 દિવસના લાંબા સમયગાળા બાદ પૂર્ણ થઈ છે. સુરતના ડાયમંડ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ દરોડાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. તપાસના અંતે વિભાગે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે.સુરતમાં ગજેરા ગ્રુપમાં IT વિભાગની કાર્યવાહીગજેરા ગ્રુપ પરની આ કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી હતી. તપાસ દરમિયાન આઈટી વિભાગના અધિકારીઓએ વસંત ગજેરા અને તેમના સહયોગીઓના રહેઠાણ તેમજ ઓફિસ સ્થળોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ, દાગીના અને ખાસ કરીને જમીનને લગતા કરોડો રૂપિયાના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.CA સામેના આક્ષેપો અને અસહકારઆ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચા વસંત ગજેરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની થઈ રહી છે. આઈટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન CA દ્વારા અધિકારીઓને પૂરતો સહકાર આપવામાં આવ્યો ન હતો. અધિકારીઓના પ્રશ્નોના ગોળ-ગોળ જવાબ આપવા અથવા વિગતો છુપાવવાનો પ્રયાસ કરવા બદલ આઈટી વિભાગે CA સામે પણ કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે.હવાલા નેટવર્ક અને કરચોરીની શંકાઆઈટી વિભાગને આશંકા છે કે ગજેરા ગ્રુપ દ્વારા ડાયમંડની ખરીદી માટે હવાલા મારફતે મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક એવા શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે જે હિસાબી ચોપડે નોંધાયેલા નથી.આ પણ વાંચો:Surat : તંદુરસ્તી માટે પીવાતા નીરાના સેમ્પલ ફેલ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવતા મળી આવી

Read Full Story arrow_forward
Suratમાં 21 કલાક બાદ પણ ખજોદ ડમ્પિંગ સાઈડ પર આગ બેકાબૂ, કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા ઉઠ્યા સવાલ
calendar_today February 3, 2026

Suratમાં 21 કલાક બાદ પણ ખજોદ ડમ્પિંગ સાઈડ પર આગ બેકાબૂ, કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા ઉઠ્યા સવાલ

સુરત શહેરની ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ 21 કલાક વીતી જવા છતાં હજુ પણ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આગ કાબૂમાં ન આવતાં શહેરમાં ચિંતા વધી છે. કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા ઉઠ્યા સવાલ ઉઠી રહ્યા છે.કચરાને પ્રોસેસ કર્યા વિના જ સળગાવી દેવાનો આક્ષેપ બીજી તરફ હવે આ મામલે રાજકારણ શરુ થઇ ગયું છે. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આ અંગે આક્ષેપ કર્યા છે. તેમનાં જણાવ્યા અનુસાર, એક તરફ ભાજપે સુરતના લોકોને અંધારામાં રાખ્યા છે અને શહેર સ્વચ્છતામાં નંબર વન જાહેર છે. બીજી તરફ, લાખો ટન કચરાને પ્રોસેસ કર્યા વિના જ સળગાવી દેવાનો ગંભીર ગુનો કરવામાં આવ્યો છે. આ આગ નથી ભ્રષ્ટાચારનો ધુમાડો છે તેમણે આરોપ લગાવ્શયો હતો કે શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાની કામગીરી થઈ છે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગ નથી, ભ્રષ્ટાચારનો ધુમાડો છે.” તપાસ સમિતિની પણ તપાસ કરવાની માંગ ખજોદ કચરા કૌભાંડમાં નિમાયેલી તપાસ સમિતિની પણ તપાસ કરવાની માંગ વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકો અને રાજકીય નેતાઓ કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો----     Gujarat Latest News Live : અમદાવાદમાં મનપાની ગંભીર બેદરકારી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા

Read Full Story arrow_forward