android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો સ્ટે આપ્યો
calendar_today February 2, 2026

Ahmedabad News : રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો સ્ટે આપ્યો

રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલિશન થવાનું હતું. જેને રોકવા માટે સ્થાનિક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આજે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત હતી કે, લોકો અહીં વર્ષોથી રહે છે જેથી આ ડિમોલિશન અટકાવવામાં આવે. અરજી પર સુનાવણીમાં હાઈકોર્ટે વરગાળાનો ત્રણ મહિનાનો સ્ટે આપ્યો હતો. જેથી હવે આવતીકાલે જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. અરજદારોએ આગામી 15 દિવસમાં GRTમાં અપીલ કરવી પડશે. અસરગ્રસ્તોએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે,તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે.જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ અગાઉ દાખલ કરવામાં આવેલી છે.

Read Full Story arrow_forward
Ahmedabad News:સુભાષબ્રિજ માટે કરવામાં આવશે રિ-ટેન્ડર પ્રક્રિયા
calendar_today February 2, 2026

Ahmedabad News:સુભાષબ્રિજ માટે કરવામાં આવશે રિ-ટેન્ડર પ્રક્રિયા

અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ પર તીરાડ પડવાના કારણે ગત તા.4 ડિસેમ્બરથી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. તેની સાથે રિવરફ્રન્ટ પરનો રોડનો કેટલોક ભાગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજના હાલના સ્પાન તોડી તેને નવા બનાવીને જૂના બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવા માટે હજુ સમય લાગશે. ત્યારે આ બ્રિજ માટે હવે મહાનગર પાલિકા દ્વારા રી ડેન્ટર પ્રક્રિયા કરવામાં આવશે. સિંગલ કંપની આવતા ઈવોલ્યુએશનની કામગીરી થઈ શકે નહીં. જેથી હવે ટૂંક સમયમાં AMC દ્વારા શોર્ટ ટેન્ડર કરવામાં આવશે. સુભાષબ્રિજને લઈ ટૂંક સમયમાં મનપા કરશે શોર્ટ ટેન્ડર અમદાવાદના સુભાષબ્રિજને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સુભાષ બ્રિજની કામગીરી માટે મહાનગર પાલિકા દ્વારા રી ડેન્ટર પ્રક્રિયા કરવામાં આવશે. સિંગલ કંપની આવતા ઈવોલ્યુએશનની કામગીરી થઈ શકે નહીં. જેથી હવે ટૂંક સમયમાં AMC દ્વારા શોર્ટ ટેન્ડર કરવામાં આવશે. એક માત્ર કંપની ડી.આર. અગ્રવાલે ટેન્ડર ભર્યું હતું. જેથી સિંગલ કંપનીનું ટેન્ડર મળતાં હવે ઈવોલ્યુએશનની કામગીરી થઈ શકે નહીં તેથી મનપા દ્વારા ટૂંક સમયમાં શોર્ટ ટેન્ડર કરવામાં આવશે. અગાઉ કરવામાં આવેલા ટેન્ડરની રકમ 232.80 કરોડ હતી. મનપાએ ત્રણ જાન્યુઆરીએ ટેન્ડર બહાર પાડ્યું હતું. પ્રથમ ટેન્ડર માટે 21 દિવસની સમય મર્યાદા હતી.

Read Full Story arrow_forward
Tariff : ભારત સામે ઝૂક્યું અમેરિકા, ટેરિફમાં કર્યો ધરખમ ઘટાડો
calendar_today February 2, 2026

Tariff : ભારત સામે ઝૂક્યું અમેરિકા, ટેરિફમાં કર્યો ધરખમ ઘટાડો

અમેરિકાએ ભારત માટે ટેરિફને ઘટાડી દીધો છે. આ અંગેની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તે મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમે ફોન પર વેપાર અને રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા સહિત ઘણા વિષયો પર ચર્ચા કરી. અમેરિકાએ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બંધ કરી દીધી છે અને અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવા માટે સહમત થયા છે. તેનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જેમાં દર અઠવાડિયે હજારો લોકોના મોત થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પ્રત્યે મિત્રતા અને સન્માનને કારણે તેમના અનુરોધ પર તાત્કાલિક અસરથી અમેરિકા અને ભારતની વચ્ચે એક વેપાર કરાર પર સહમતિ વ્યક્ત કરી છે, જેની હેઠળ અમેરિકા ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે. અમેરિકા-ભારતના સંબંધ વધારે મજબૂત થશે ભારત પણ આ પ્રકારે અમેરિકાની સામે પોતાના ટેક્સ ઘટાડવાની દિશામાં આગળ વધશે. વડાપ્રધાને 500 અરબ ડોલરથી વધારેની અમેરિકી ઊર્જા, ટેકનોલોજી કૃષિ, કોલસો અને અન્ય ઘણા ઉત્પાદનો સિવાય અમેરિકી ઉત્પાદન ખરીદવા માટે પ્રતિબદ્ધતા બતાવી છે. ભારતની સાથે અમારા અદ્ભૂત સંબંધ આગળ વધારે મજબૂત થશે. આ પણ વાંચો : World News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત

Read Full Story arrow_forward