android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat સરકારનો મહેસૂલી ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય: જમીનોના અનધિકૃત કબજા હવે 20% જંત્રી ભરી નિયમબદ્ધ કરી શકાશે
calendar_today February 2, 2026

Gujarat સરકારનો મહેસૂલી ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય: જમીનોના અનધિકૃત કબજા હવે 20% જંત્રી ભરી નિયમબદ્ધ કરી શકાશે

ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ લાવવાના ઉદ્દેશ્યથી ઇનામી જમીનોના અનધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવાનો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, જે જમીનો રી-ગ્રાન્ટ કરવામાં આવી હોય પરંતુ તેની કબજાકિંમત ભરવાની બાકી હોય, અથવા જે જમીનો રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોવા છતાં કોઈ ટેકનિકલ કારણોસર હજુ સુધી રી-ગ્રાન્ટ થઈ શકી નથી, તેવી તમામ જમીનોને હવે કાયદેસરની માન્યતા મળી શકશે. સરકારના આ પગલાથી વર્ષોથી જમીનના પ્રશ્નોમાં અટવાયેલા મધ્યમવર્ગીય પરિવારો અને ખેડૂતોને મોટી રાહત મળશે.આ યોજનાનો લાભ કોને કોને મળશે? આ નવી જોગવાઈ મુજબ આવી જમીનોના ધારકોએ હવે પ્રવર્તમાન જંત્રીના માત્ર 20 ટકા જેટલી કબજાહક્કની રકમ ભરીને પોતાના કબજાને નિયમબદ્ધ કરી શકશે. આ યોજનાનો લાભ માત્ર મૂળ ધારકો પૂરતો સીમિત નથી, પરંતુ જો આવી જમીનોના વારસદારો હાલમાં અનઅધિકૃત રીતે જમીન ધારણ કરી રહ્યા હોય, તો તેઓ પણ આ પ્રક્રિયાનો હિસ્સો બની શકશે. વધુમાં, જો ભૂતકાળમાં આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલમાં અન્ય કોઈ વ્યક્તિ તેના કબજામાં હોય, તો તેવા વર્તમાન કબજેદારો પણ નિર્ધારિત રકમ ભરીને જમીન પોતાના નામે કાયદેસર કરાવી શકશે. વહીવટની પ્રક્રિયા બનશે વધુ ગતિશીલ સરકારના આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે મહેસૂલી ગૂંચવણો અને લાંબા સમયથી ચાલતા કાયદાકીય વિવાદોનો અંત આવશે. આ સુધારાથી જમીન માલિકોને પોતાની મિલકત પર કાયદેસરના હક્કો પ્રાપ્ત થશે, જેનાથી તેમને બેંક લોન લેવામાં કે જમીનનો વિકાસ કરવામાં સરળતા રહેશે. મહેસૂલ વિભાગના આ પારદર્શક અભિગમને કારણે રાજ્યમાં જમીન સંપાદન અને વહીવટની પ્રક્રિયા વધુ ગતિશીલ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Supreme Court એ ધર્માતરણ વિરોધી કાયદાઓ પર કેન્દ્ર સહિત આ 12 રાજ્યોને ફટકારી નોટિસ, 4 અઠવાડિયામાં માગ્યો જવાબ
calendar_today February 2, 2026

Supreme Court એ ધર્માતરણ વિરોધી કાયદાઓ પર કેન્દ્ર સહિત આ 12 રાજ્યોને ફટકારી નોટિસ, 4 અઠવાડિયામાં માગ્યો જવાબ

2 ફેબ્રુઆરી સોમવારે સુપ્રીમ કોર્ટે નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ ઈન ઈન્ડિયા (NCCI) દ્વારા દાખલ કરવામાં આવેલી એક નવી અરજી પર સુનાવણી કરી છે, જેમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓની બંધારણીયતાને પડકારવામાં આવી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશ સહિત 12 રાજ્યોને નોટિસ જાહેર કરી છે.12 રાજ્ય સરકારો પાસેથી ચાર અઠવાડિયામાં જવાબો માગ્યા કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્યોને તેમના પ્રતિ-સોગંદનામા દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. NCCI દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવાની માગ કરવામાં આવી હતી. CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે NCCIની દલીલોની નોંધ લીધી અને કેન્દ્ર સરકાર અને 12 રાજ્ય સરકારો પાસેથી 4 અઠવાડિયામાં જવાબો માગ્યા છે. 3 ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે CJIએ નવી PILને સમાન કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે ટેગ કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે ત્રણ ન્યાયાધીશોની બેન્ચ તે બધી અરજીઓ એકસાથે સાંભળશે. કોર્ટે નિર્દેશ આપ્યો કે કેસ સાથે સંબંધિત બધી સમાન અરજીઓને એકસાથે ટેગ કરવામાં આવે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા અને સરકારનો કેસ રજૂ કર્યો. મહેતાએ કોર્ટને જણાવ્યું કે રાજ્યના કાયદાઓને પડકારતી સમાન અરજીઓ પેન્ડિંગ છે. તેમણે જણાવ્યું કે તેમનો જવાબ તૈયાર છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. NCCIના વકીલે દલીલ કરી બીજી તરફ NCCIના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ઓડિશા અને રાજસ્થાને પણ પોતાના કાયદા ઘડ્યા છે, જેને અગાઉની અરજીઓમાં પડકારવામાં આવ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે અન્ય કાયદાઓમાં પણ સુધારા કરવામાં આવ્યા છે, જેને પડકારવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ તમામ સ્ટેન્ડિંગ કાઉન્સેલને નોટિસ પાઠવવાનો ઇરાદો ધરાવે છે. બંને પક્ષોને સાંભળ્યા પછી, બેન્ચે નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો. કોર્ટે નિર્દેશ આપ્યો કે દરેક નોટિસની એક નકલ રાજ્યના એટર્ની જનરલને મોકલવામાં આવે. કેન્દ્ર સરકાર અને 12 રાજ્યોએ 4 અઠવાડિયાની અંદર પ્રતિ-સોગંદનામું દાખલ કરવું જોઈએ. પ્રતિવાદીઓએ સંયુક્ત પ્રતિ-સોગંદનામું દાખલ કરવું જોઈએ. કેન્દ્રની સાથે આ રાજ્યોને પણ નોટિસ કેન્દ્ર ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, ઉત્તરાખંડ, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશને પણ નોટિસ ફટકારી છે. અગાઉ, 16 સપ્ટેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ઘણા રાજ્યો દ્વારા પસાર કરાયેલા ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર રોક લગાવવાની માગ કરતી અરજીઓ પર સંબંધિત રાજ્યો પાસેથી જવાબો મગાવ્યા હતા. બેન્ચે સ્પષ્ટ કર્યું કે તે જવાબો પ્રાપ્ત થયા પછી આવા કાયદાઓના અમલ પર રોક લગાવવાની વિનંતી પર વિચાર કરશે.આ પણ વાંચો : SIR In Bengal : પીડિત પરિવારોની સાથે CECને મળવા મમતા બેનર્જી ચૂંટણી પંચની ઓફિસ પર પહોંચ્યા

Read Full Story arrow_forward
Sonam Wangchukની NSA હેઠળ કેમ ધરપકડ કરવામાં આવી? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી
calendar_today February 2, 2026

Sonam Wangchukની NSA હેઠળ કેમ ધરપકડ કરવામાં આવી? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી

કેન્દ્ર સરકારે 2 ફેબ્રુઆરીના રોજ સોમવારે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને કસ્ટડીમાં લેવાનો બચાવ કર્યો. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે વાંગચુકના જાહેર ભાષણો ઉશ્કેરણીજનક હતા, તેમાં અલગતાવાદી સંદેશાઓ હતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો, ખાસ કરીને સંવેદનશીલ સરહદી ક્ષેત્રમાં.આવા વ્યક્તિને વધુ ઝેર ઓકવાની મંજૂરી આપી શકાય નહીં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે સોનમ વાંગચુક લદ્દાખને નેપાળ કે બાંગ્લાદેશ જેવું કંઈક બનાવવા માગે છે. આવા વ્યક્તિને વધુ ઝેર ઓકવાની મંજૂરી આપી શકાય નહીં. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે વાંગચુકે યુવા પેઢીને લદ્દાખને નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી પરિસ્થિતિ તરફ ધકેલવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો, આ દેશોમાં હિંસક બળવા અને રાજકીય અસ્થિરતાનો ઉલ્લેખ કર્યો હતો. વાંગચુકની પત્નીએ પડકાર ફેંક્યો ન્યાયાધીશ અરવિંદ કુમાર અને પ્રસન્ના વરાલેની બેન્ચ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. એંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં વાંગચુકની અટકાયતને પડકારવામાં આવી હતી. સરકારે દલીલ કરી હતી કે સોનમ વાંગચુકના નિવેદનોથી રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે ગંભીર ખતરો છે. સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે વાંગચુકને લોકમતની માગણી કરીને ઝેર ફેલાવવાની મંજૂરી આપી શકાય નહીં. 'યુવાનોને ઉશ્કેરતા હોય તેવા હતા ભાષણો' સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કલમ 32 હેઠળ, કોર્ટ અટકાયતના આદેશો સામે અપીલ સાંભળતી નથી. મુખ્ય પ્રશ્ન એ છે કે શું આદેશના કારણો, આધારો અને સાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે કોર્ટની ભૂમિકા પોતાની સંતોષનું મૂલ્યાંકન કરવાની નથી, પરંતુ તે તપાસવાની છે કે શું જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સંતુષ્ટ છે કે વાંગચુકના કાર્યો જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે DM એ તારણ કાઢ્યું હતું કે વાંગચુકના ભાષણો યુવાનોને ઉશ્કેરી રહ્યા હતા અને જાહેર શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. કયારે કરાઈ હતી ધરપકડ? છેલ્લી સુનાવણીમાં સોનમ વાંગચુકે દલીલ કરી હતી કે સરકારની ટીકા કરવી અને વિરોધ કરવો એ તેમનો લોકશાહી અધિકાર છે અને રાજ્યની સુરક્ષા માટે ખતરો નથી. સુનાવણી મંગળવારે પણ ચાલુ રહેશે. વાંગચુકની 26 સપ્ટેમ્બર, 2025થી રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યનો દરજ્જો અને લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગ સાથે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના બે દિવસ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન લદ્દાખમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. સરકારે તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. તે હાલમાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે.આ પણ વાંચો : Supreme Court એ ધર્માતરણ વિરોધી કાયદાઓ પર કેન્દ્ર સહિત આ 12 રાજ્યોને ફટકારી નોટિસ, 4 અઠવાડિયામાં માગ્યો જવાબ

Read Full Story arrow_forward