android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gondalમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોના કરુણ મોત, રીલ બનાવવાનું ઘેલું બન્યું જીવલેણ
calendar_today February 2, 2026

Gondalમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોના કરુણ મોત, રીલ બનાવવાનું ઘેલું બન્યું જીવલેણ

રાજકોટના ગોંડલ નજીક સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ગોંડલ ચોકડી પાસે રેલવે ટ્રેક પર ઊભા રહીને વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેવા અને રીલ બનાવવાના પ્રયાસમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ યુવાનો સ્થાનિક કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ ટ્રેન સાથે વીડિયો બનાવવાની ક્ષણિક મજા તેમના જીવનની અંતિમ ક્ષણ સાબિત થઈ હતી.વંદે ભારત ટ્રેનની અડફેટે કુલ 2 વ્યક્તિના મોત આ ભયાનક અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક યુવાને દમ તોડતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે, જ્યારે ત્રીજો મિત્ર હજુ પણ હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે. વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનની ઝડપનો અંદાજ મેળવવામાં થાપ ખાઈ ગયેલા આ યુવાનો રેલવે ટ્રેક પરથી સમયસર હટી શક્યા ન હતા. પરપ્રાંતીય યુવાન કારખાનામાં મજૂરી કામ કરતા હતા ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ યુવાનો જીવના જોખમે ટ્રેન આવતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ કિસ્સો સોશિયલ મીડિયાના રવાડે ચઢેલા યુવા વર્ગ માટે એક લાલબત્તી સમાન છે. રેલવે વિભાગે પણ આ ઘટના બાદ ફરી એકવાર નાગરિકોને રેલવે ટ્રેક પર જોખમી સ્ટંટ ન કરવા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સખત તાકીદ કરી છે.

Read Full Story arrow_forward
Junagadh News: મહાશિવરાત્રીના મેળા પૂર્વે દામોદર કુંડ આગામી બે દિવસ રહેશે બંધ
calendar_today February 2, 2026

Junagadh News: મહાશિવરાત્રીના મેળા પૂર્વે દામોદર કુંડ આગામી બે દિવસ રહેશે બંધ

જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના પવિત્ર મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગિરનારની તળેટીમાં યોજાનારા આ મિની કુંભ મેળા પૂર્વે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવિત્ર દામોદર કુંડને આગામી બે દિવસ માટે શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.બે દિવસ શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયો દામોદર કુંડ મહાશિવરાત્રીના મેળા દરમિયાન દેશ-વિદેશથી લાખો ભાવિકો અને સાધુ-સંતો દામોદર કુંડમાં શાહી સ્નાન કરતા હોય છે. આ પવિત્ર સ્નાન પૂર્વે કુંડના પાણીની શુદ્ધતા અને તળિયાની સફાઈ કરવી અનિવાર્ય છે. તંત્ર દ્વારા કુંડમાં જમા થયેલો કચરો અને શેવાળ દૂર કરવા માટે સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે તે માટે શ્રદ્ધાળુઓના પ્રવેશ પર બે દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્રએ સફાઈ કરવા માટે બંધ રાખવા લીધો નિર્ણય વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, સફાઈ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5મી ફેબ્રુઆરીને ગુરુવારના રોજથી દામોદર કુંડ ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખુલ્લો મૂકવામાં આવશે. ત્યાં સુધી ભાવિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ભવનાથમાં યોજાનારા આ મેળામાં કોઈ અસુવિધા ન સર્જાય તે માટે અત્યારથી જ પાણી, લાઈટ અને સુરક્ષા વ્યવસ્થાનું આયોજન પણ તેજ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir Somnath News : ઉનામાં બગદાણા જેવો કિસ્સો, અજાણ્યા શખ્સોએ કોળી યુવકને માર મારતો વીડિયો વાયરલ
calendar_today February 2, 2026

Gir Somnath News : ઉનામાં બગદાણા જેવો કિસ્સો, અજાણ્યા શખ્સોએ કોળી યુવકને માર મારતો વીડિયો વાયરલ

ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીત બાલધિયાને માર મારવાનો મુદ્દો હજી તાજો છે. ત્યારે ગીર સોમનાથના ઉના શહેરમાં બગદાણા જેવો કિસ્સો સામે આવ્યો છે. કોળી યુવકને માર મારતો એક વીડિયો વાયરલ થયો છે. અજાણ્યા શખ્સોએ કોળી યુવકને ઢીકા પાટુ અને પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે યોગ્ય ફરિયાદ નહીં લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ગીર સોમનાથના ઉના શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો બનાવ સામે આવ્યો છે. શહેરમાં ભાવનગરના બગદાણા જેવો જ બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ કોળી યુવકને માર મારી વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની ચર્ચાઓ જાગી છે. ઉના શહેરના વરસિંગપુર રોડ પર સમીર ગેસ એજન્સી સામે એક યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો અને યુવકની ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતાં. ઉનામાં આ અજાણ્યા શખ્સો બેઠા હતાં અને રણજીત પુના બાંભણિયાએ ઠપકો આપતાં જ પાનના ગલ્લે બાબલ થઈ હતી. પોલીસે યોગ્ય ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીનું આખું ડીવીઆર કબજે કર્યું હતું તે છતાંય યોગ્ય પગલાં નહીં ભર્યા હોવાનો ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યો છે. ભોગ બનનારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ ઘટનામાં પોલીસે માત્ર અરજી પર ચાર જ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. આરોપીઓ ઉનાના બુટલેગરના પુત્રો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad News: ઝુંડાલ પાસે અકસ્માતમાં ATSના ASIનું મોત

Read Full Story arrow_forward