android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર' સંપન્ન
calendar_today February 2, 2026

Porbandar ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર' સંપન્ન

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય '8માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ' યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા 225થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ વિસ્તારો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી રાજ્યની શાળાઓમાં 'વેટલેન્ડ ક્લબ' બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મંત્રી મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો. સેમિનારના બીજા દિવસે યોજાયેલ વર્કશોપમાં સવારે મોકરસાગર વેટલેન્ડ ખાતે ભાગ લેનાર પ્રતિનિધિઓ દ્વારા બર્ડ વૉચિંગ તેમજ મોકર, ગોસા સહિત આસપાસના ગામોના સ્થાનિક સમુદાય સાથે પરસ્પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ સક્રિય ભાગીદારી નોંધાવી જેમાં સ્થાનિક ગ્રામજનોએ સક્રિય ભાગીદારી નોંધાવી વેટલેન્ડના સંરક્ષણ માટે અપનાવવામાં આવતી તેમની પરંપરાગત જાણકારી તથા પ્રચલિત પદ્ધતિઓ અંગે અનુભવો રજૂ કર્યા. આ સંવાદ કાર્યક્રમ દ્વારા વેટલેન્ડના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં સ્થાનિક સમુદાયની ભૂમિકા તથા પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક અભિગમ સાથે સંકલિત કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો.આ પણ વાંચો : Surat News: અટોદરામાં અસામાજિક તત્ત્વોનો આતંક, મોડી રાતે ઘરમાં બોમ્બ ફોડ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News : યુનિયન બજેટમાં ગુજરાત રેલવેને 17366 કરોડ ફાળવાયા, કોંગ્રેસના શાસન કરતાં 29 ટકા વધુ
calendar_today February 2, 2026

Ahmedabad News : યુનિયન બજેટમાં ગુજરાત રેલવેને 17366 કરોડ ફાળવાયા, કોંગ્રેસના શાસન કરતાં 29 ટકા વધુ

પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણાં મંત્રીએ યુનિયન બજેટ 2026 રજૂ કર્યું હતું. આ બજેટમાં ગુજરાત માટે પણ જાહેરાત કરાઈ હતી. જામનગર અને ધોળાવીરા સહિતની જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બજેટમાં ગુજરાતના રેલવે વિભાગ માટે 17366 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. રેલ વિભાગ માટે 17366 કરોડ રૂપિયા ફાળવ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, નાણાં મંત્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા બજેટમાં ગુજરાતના રેલ વિભાગ માટે 17366 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. કોંગ્રેસના શાસનમાં થતી ફાળવણી કરતાં 29 ગણી વધુ ફાળવણી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં 1.28 લાખ કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં ટ્રેકનું નિર્માણ, સ્ટેશનનું રીડેવલપમેન્ટ અને સુરક્ષામાં મોટા સુધારા સામેલ છે. જેનાથી સંપૂર્ણ નેટવર્કમાં લાંબા સમય સુધી ક્ષમતામાં વધારો અને ઓપરેશનલ એફિસિયન્સી સુનિશ્ચિત કરી શકાશે. હવે ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરથી સામાન ઝડપથી પહોંચશે. આ ઉપરાંત દરિયા કિનારેથી સામાન ઝડપી પહોંચાડી શકાશે. ગુજરાતમાં ટ્રેન લાઈનનું સો ટકા વિદ્યુતિકરણ કરવામાં આવ્યું છે. આવતા વર્ષ સુધીમાં બુલેટ ટ્રેનનું કોમર્શિયલ કાર્ય શરૂ થવાની સંભાવનાઓ છે. 19 સ્ટેશનો પર રીડેવલપમેન્ટનું કામ પૂર્ણ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, અમૃત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતમાં 87 રેલવે સ્ટેશનોને કૂલ 6058 કરોડના રોકાણથી સંપૂર્ણ રીડેવલપમેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં હાપા, જામ જોધપુર, મોરબી, ઓખા, પાલિતાણા, પોરબંદર અને અન્ય સ્ટેશનો સહિત 19 સ્ટેશનો પર રીડેવલપમેન્ટનું કામ પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે. જેનાથી યાત્રીઓની સુવિધાઓ અને સ્ટેશનની સુંદરતામાં વધારો થયો છે. ગુજરાતમાં આધુનિક ટ્રેન સેવાઓની શરૂઆતથી જ યાત્રિઓની સુવિધા અને યાત્રાને સરળ થવામાં વધારો થયો છે. હાલ રાજ્યમાં વંદે ભારત એક્સપ્રેસની પાંચ પેર, અમૃત ભારત એક્સપ્રેસની એક પેર, નમો ભારત એક્સપ્રેસની એક પેરની સુવિધા કાર્યરત છે. આ સેવાઓ યાત્રિઓને ફાસ્ટ, સુરક્ષિત અને વધુ આરામદાયક યાત્રાનો વિકલ્પ આપે છે. આ પણ વાંચોઃ Surat News: અટોદરામાં અસામાજિક તત્ત્વોનો આતંક, મોડી રાતે ઘરમાં બોમ્બ ફોડ્યા

Read Full Story arrow_forward
Gir Somnath News: કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, કેસર કેરી અને રવિ પાકને ભારે નુકસાનની ભીતિ
calendar_today February 2, 2026

Gir Somnath News: કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, કેસર કેરી અને રવિ પાકને ભારે નુકસાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પૂર્વે પડેલા આ વરસાદે જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.કોડીનાર અને સુત્રાપાડાના ગામોમાં વરસાદ કોડીનાર તાલુકાના અરણેજ, સિંધાજ, વડનગર, કંટાળા તેમજ સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, ભુવાટીંબી, ગીર વિઠ્ઠલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ આ ઠંડક ખેડૂતો માટે ચિંતાની ગરમી લઈને આવી છે. પાકોમાં મોટા પાયે નુકસાનની આશંકા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર અત્યારે મોર (ફાલ) આવ્યા હોય અથવા નાની કેરીઓ બેઠી હોય, ત્યારે વરસાદ પડવાથી તે ખરી જવાની શક્યતા છે. આ ઉપરાંત ઘઉં, બાજરી અને ચણા જેવા રવિ પાકોમાં પણ માવઠાને કારણે રોગચાળો વધવાની અને ગુણવત્તા બગડવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોની હાલત કફોડી માવઠાના કારણે ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ હવે જ્યારે પાક તૈયાર થવાની તૈયારીમાં હતો, ત્યારે જ કુદરતે રૂઠતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ રહેશે, તો નુકસાનનો આંકડો વધી શકે છે. આ પણ વાંચો - Gir Somnath: ઝાંઝરીયામાં 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

Read Full Story arrow_forward