android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: 3 કલાકના સઘન સર્ચ બાદ તંત્રએ લીધો રાહતનો શ્વાસ
calendar_today February 2, 2026

Junagadh ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: 3 કલાકના સઘન સર્ચ બાદ તંત્રએ લીધો રાહતનો શ્વાસ

જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે કોર્ટ સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મારફતે બપોરે 2:10 મિનિટે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેને પગલે સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની મળી હતી ધમકી ધમકીભર્યા મેઈલની જાણ થતા જ જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત SOG, BDS અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ કોર્ટ સંકુલ પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલને ખાલી કરાવીને ખૂણેખૂણાની તપાસ હાથ ધરવામાં આવી હતી. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી આ સઘન તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. મેઈલ કરનાર સામે એ ડિવિઝનમાં ફરિયાદ તપાસના અંતે કોઈ વિસ્ફોટક ન મળતા તંત્ર અને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ગંભીર મામલાને જોતા પોલીસ એક્શન મોડમાં આવી છે: ખોટી અફવા ફેલાવી ભયનો માહોલ પેદા કરનાર અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઈમની મદદથી આ મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha News: ઝટકા મશીનને કારણે બે સગા ભાઈએ ગુમાવ્યો જીવ
calendar_today February 2, 2026

Banaskantha News: ઝટકા મશીનને કારણે બે સગા ભાઈએ ગુમાવ્યો જીવ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેગંજ ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. ખેતરમાં પાકના રક્ષણ માટે લગાવવામાં આવેલા ઝટકા મશીનના કરંટની ઝપેટમાં આવી જતાં બે સગા ભાઈઓના કરૂણ મોત નીપજ્યા છે. એક ભાઈને કરંટ લાગતા તેને બચાવવા ગયેલા બીજા ભાઈનું પણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બચાવવા જતા કાળ આંબી ગયો ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના તાલેગંજ ગામના ખેતરમાં પશુઓથી પાકને બચાવવા માટે ઝટકા મશીન લગાવવામાં આવ્યું હતું. અચાનક એક ભાઈ આ મશીનના વાયરના સંપર્કમાં આવી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. પોતાના ભાઈને તડપતો જોઈને બીજો સગો ભાઈ તેને છોડાવવા માટે દોડી ગયો હતો. જોકે, કરંટ એટલો જોરદાર હતો કે તેને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. રબારી સમાજ અને ગામમાં શોકનું મોજું આ દુર્ઘટનામાં રબારી સમાજના બે આશાસ્પદ યુવાન સગા ભાઈઓના મોત થતા પરિવારે રત્ન જેવા બે દીકરાઓ ગુમાવ્યા છે. એક સાથે બે જુવાનજોધ દીકરાઓના મોતના સમાચાર મળતા જ તાલેગંજ ગામમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. એક સાથે બે સગા ભાઈની અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યું હતું. ખેતરોમાં વીજ કરંટના જોખમ સામે સવાલો બનાસકાંઠામાં વારંવાર ખેતરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ કે ઝટકા મશીનના અયોગ્ય વપરાશને કારણે જાનહાનિ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાં સુરક્ષાના સાધનોના જોખમ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં બંને મૃતકોના દેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Banaskantha News : એક તરફ ખેડૂતોને જરૂર પ્રમાણે પાણી નથી મળતું, બીજી તરફ વાવ થરાદની તખતપુરા ગામની સીમમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ

Read Full Story arrow_forward
Vapi News: વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કની કંપનીમાં ભીષણ આગ, બે વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત
calendar_today February 2, 2026

Vapi News: વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કની કંપનીમાં ભીષણ આગ, બે વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં આગની એક દુર્ઘટના સામે આવી છે. વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા બે વ્યક્તિઓ દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં કંપનીમાં આગ આગ લાગવાની જાણ થતા જ સ્થાનિક ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસપાસની અન્ય કંપનીઓ સુધી આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ લેવા પ્રયાસ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. દાઝી ગયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે: ઘટનાસ્થળની ઘેરાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી. કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward