android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજ્યમાં હવામાનનો મિજાજ બદલાયો, આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
calendar_today February 2, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં હવામાનનો મિજાજ બદલાયો, આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot News: રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
calendar_today February 2, 2026

Rajkot News: રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેઈલ મારફતે આપવામાં આવી છે. આ મેઈલમાં રાજકોટ કલેક્ટર કચેરીને પાંચ બોમ્બથી ઉડાવી દેવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. આ ધમકી ભર્યો મેઈલ મળ્યા બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સઘન ચેકિંગ હાથ ધરાયુંરાજકોટ કલેક્ટર કચેરીને પાંચ બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળવાની સાથે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ધમકીને પગલે રાજકોટ કલેક્ટર કચેરીમાં ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. https://x.com/sandeshnews/status/2018254839135015036જોકે, આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સુરક્ષાના ભાગ રૂપે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો - Rajkot News: ટ્રાફિક વોર્ડનનો ઉઘરાણાનો વીડિયો વાયરલ

Read Full Story arrow_forward
Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું
calendar_today February 2, 2026

Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમજ આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ આગાહી અનુસાર અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનમાં આ ફેરફારનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 12.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.આ પણ વાંચો----      Ahmedabad : આગામી 3 કલાક માટે હવામાનનું વેધર બુલેટિન જાહેર, કેટલાક ભાગોમાં વાવાઝોડાની અસર રહેશે, વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

Read Full Story arrow_forward