android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara news: ST બસે સર્જ્યો મોટો અકસ્માત, બોલી ગયા કારનો કચ્ચરઘાણ
calendar_today February 2, 2026

Vadodara news: ST બસે સર્જ્યો મોટો અકસ્માત, બોલી ગયા કારનો કચ્ચરઘાણ

વડોદરા શહેરમાં જાણે અકસ્માતોની વણથંભી વણઝાર લાગી હોય તેમ વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના પ્રખ્યાત સયાજીબાગ વિસ્તાર પાસે આજે એક એસટી બસ અને ખાનગી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર સિનિયર સિટીઝનનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ડિવાઈડર સાથે અથડાઈ કાર ઘટનાની મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના સયાજીબાગ પાસે સીધા રોડ તરફ જઈ રહેલી એક કારને પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બેકાબૂ બનીને સીધી ડિવાઈડર સાથે જઈ અથડાઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોના જીવ પડીકે બંધાયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સિનિયર સિટીઝનનો આબાદ બચાવ આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કાર ચલાવી રહેલા સિનિયર સિટિઝનનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. એસટી બસની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ શક્તિ હતી, સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. બસ ચાલક વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી અકસ્માત સર્જનાર એસટી બસ સુરતથી રાધનપુર તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા જ વાડી પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે સુરત-રાધનપુર બસના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. વડોદરાના માર્ગો પર વધતા અકસ્માતોએ વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Vadodara: હાલોલ રોડ પર ચાલતા ટેન્કરમાં ભીષણ આગ, કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું

Read Full Story arrow_forward
Ahmedabad : આગામી 3 કલાક માટે હવામાનનું વેધર બુલેટિન જાહેર, કેટલાક ભાગોમાં વાવાઝોડાની અસર રહેશે, વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા
calendar_today February 2, 2026

Ahmedabad : આગામી 3 કલાક માટે હવામાનનું વેધર બુલેટિન જાહેર, કેટલાક ભાગોમાં વાવાઝોડાની અસર રહેશે, વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 3 કલાક માટેનું હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે.આ જિલ્લામાં છુટોછવાયો વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ છુટા છવાયા વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર રહેશે હવામાન વિભાગની આગામી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા આગાહી પ્રમાણે 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચો----     Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ

Read Full Story arrow_forward
Weather Update: ઠંડીની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, વાંચો હવામાન નિષ્ણાતની આગાહી
calendar_today February 2, 2026

Weather Update: ઠંડીની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, વાંચો હવામાન નિષ્ણાતની આગાહી

ગુજરાતમાં શિયાળો હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે તેવું જણાઈ રહ્યું હતું, આવામાં રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટા પલટાના સંકેતો મળ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અશોક દેસાઈ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે ફેબ્રુઆરીમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થશે.પશ્ચિમી વિક્ષેપ બનશે કારણ હવામાન નિષ્ણાત અશોક દેસાઈના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર પડશે. આ સિસ્ટમને કારણે આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર તરફથી આવતા બરફીલા પવનોને કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો રાજ્યમાં આવતીકાલ એટલે કે 3 ફેબ્રુઆરીથી લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે. આ ઉપરાંત, પશ્ચિમી વિક્ષેપની અસરથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, જે શિયાળાની સિઝનને વધુ લંબાવશે. હિમવર્ષાની અસર અને જનજીવન ઉત્તર ભારતમાં મજબૂત સિસ્ટમ સક્રિય થતા કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા તેજ બની છે. ત્યાંથી આવતા ઠંડા પવનો મધરાતથી જ રાજ્યના લઘુતમ તાપમાનને નીચે લાવશે. ખેડૂતો અને સામાન્ય જનતાએ હજુ થોડા દિવસ ગરમ કપડાં સાથે તૈયાર રહેવું પડશે, કારણ કે આ રાઉન્ડમાં ફરી એકવાર પારો 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. આ પણ વાંચો - Ahmedabad : આગામી 3 કલાક માટે હવામાનનું વેધર બુલેટિન જાહેર, કેટલાક ભાગોમાં વાવાઝોડાની અસર રહેશે, વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

Read Full Story arrow_forward