android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી દેવાયત ખવડની ઈચ્છા, પ્રચારમાં સંપૂર્ણ સહકાર આપવાની જાહેર મંચ પરથી કરી જાહેરાત
calendar_today February 2, 2026

Ahmedabad: જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી દેવાયત ખવડની ઈચ્છા, પ્રચારમાં સંપૂર્ણ સહકાર આપવાની જાહેર મંચ પરથી કરી જાહેરાત

ગુજરાતના કલા જગતના બે દિગ્ગજ નામો દેવાયત ખવડ અને જીગ્નેશ કવિરાજ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડ દ્વારા જીગ્નેશ કવિરાજને ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે ખુલ્લું સમર્થન અને અપીલ કરવામાં આવી છે.જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી દેવાયત ખવડની ઈચ્છાસાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત મેદની વચ્ચે દેવાયત ખવડએ જીગ્નેશ કવિરાજને સંબોધતા જણાવ્યું હતું કે તેઓએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. એટલું જ નહીં, દેવાયત ખવડએ એવી પણ જાહેરાત કરી હતી કે જો જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડશે, તો તેઓ પોતે તેમના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને તમામ પ્રકારે સહકાર આપશે. કલાકારોનો આવો પરસ્પર સહયોગ હવે રાજકીય વળાંક લે તેવી શક્યતા છે.2022નો રાજકીય ભૂતકાળઅત્રે ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ કવિરાજ માટે રાજકારણ નવું નથી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી વખતે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.તેમણે 2022માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.જોકે, અંતિમ સમયે કોઈ કારણોસર તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ચૂંટણી લડ્યા નહોતા.શું જીગ્નેશ કવિરાજ ફરી મેદાનમાં ઉતરશે?દેવાયત ખવડની આ અપીલ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કલાકારો અગાઉ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે, ત્યારે જીગ્નેશ કવિરાજ આ અપીલને ગંભીરતાથી લઈને આવનારી ચૂંટણીઓમાં કોઈ પક્ષ કે અપક્ષ તરીકે ઝંપલાવશે કે કેમ તે જોવું રહ્યું.આ નિવેદન બાદ લોકકલાકારોના વર્તુળમાં અને રાજકીય ગલિયારાઓમાં અટકળો તેજ બની છે કે શું આગામી સમયમાં કોઈ મોટી રાજકીય જાહેરાત થઈ શકે છે.આ પણ વાંચો: Valsad: નવનિર્માણ પાણીની ટાંકીનો સ્લેબ બનતા પહેલા જ ધરાશાયી, પાણીની નવી ટાંકી વિવાદના વમળમાં ફસાઈ

Read Full Story arrow_forward
Rajkot News: ટ્રાફિક વોર્ડનનો ઉઘરાણાનો વીડિયો વાયરલ
calendar_today February 2, 2026

Rajkot News: ટ્રાફિક વોર્ડનનો ઉઘરાણાનો વીડિયો વાયરલ

રાજકોટમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીઆરબી જવાનોને રાખવામાં આવ્યા છે. જોકે આ ટ્રાફિક વોર્ડનોને ટ્રાફિક નિયમન કરવા કરતા સાઈડ ઈન્કમ કરવામાં વધારે રસ હોય તેમ જણાઈ રહ્યું છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે રોજકોટ પોલીસ શંકાના દાયરામાં આવી છે. રાજકોટ શહેરમાં આવેલી આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમે પણ કહેશો કે આ ખાખીની સેવા છે કે ખિસ્સાની ખેતી?ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી પર ટ્રાફિક ક્લિયર કરવાની જગ્યાએ ટ્રાફિક વોર્ડનને વસૂલી કરવામાં વધુ રસ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરવા અને પછી સાઈડમાં લઈ જઈને ઉઘરાણા કરવા - આ હવે અહીંનો રોજનો નિત્યક્રમ બની ગયો હોય તેમ જણાઈ રહ્યું છે.પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં રજૂઆત  નવાઈની વાત તો એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી! અગાઉ પણ આજુબાજુના 15 જેટલા ગામોના લોકોએ ત્રાસીને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં, પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે સવાલ એ થાય છે કે, શું આ ઉઘરાણામાં ઉપર સુધી ભાગ પહોંચે છે? કે પછી વોર્ડનોને કોઈનો ડર જ નથી? પોલીસના મોટા માથાઓને હિસ્સો પહોંચતો હોવાનો આક્ષેપ રાજકોટમાં ટ્રાફિક વોર્ડનનો ઉઘરાણાનો વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે. આ સાથે સ્થાનિકો દ્વારા વાહનો રોકી ટ્રાફિક વોર્ડન દ્વારા ખોટી રીતે હેરાન કરી પૈસા પડાવતા હોવાની ફરિયાદ સતત કરતા રહે છે. આ મામલે અગાઉ 15 ગામોના સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતા આ ઉઘરાણા કરવામાં આવી રહ્યા હોવાથી હવે સ્થાનિકો પોલીસના મોટા માથાઓને પણ આ પૈસાનો હિસ્સો પહોંચતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ પણ વાંચો - Rajkot : મનપાની ઘોર બેદરકારી, ખરાબ-રોડ રસ્તાને કારણે મોવડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત

Read Full Story arrow_forward
Ajit pawar memorial: બારામતીમાં જ્યાં અજિત પવારના થયા અંતિમ સંસ્કાર, ત્યાં બનશે સ્મારક
calendar_today February 2, 2026

Ajit pawar memorial: બારામતીમાં જ્યાં અજિત પવારના થયા અંતિમ સંસ્કાર, ત્યાં બનશે સ્મારક

આ પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાની સ્થાપના પવાર પરિવાર દ્વારા જ કરવામાં આવી હતી. અજિત પવારના નજીકના સહયોગી અને પરિવારના લાંબા સમયથી વિશ્વાસુ કિરણ ગુજ્જરે યોજનાનો ખુલાસો કર્યો. તેમણે સમજાવ્યું કે આ સ્મારક વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસમાં બનાવવાનો પ્રસ્તાવ છે. આ એજ જગ્યા છે જ્યાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શરદ પવારે લીધી સ્થળની મુલાકાત- કિરણ ગુજ્જર કિરણે જણાવ્યું કે રવિવારે મુંબઈ જતા પહેલા શરદ પવારે પ્રતિભા પવાર સાથે સ્થળની મુલાકાત લીધી હતી. એક સમાચાર એજન્સી અનુસાર કિરણ ગુજ્જરે કહ્યુ કે શરદ પવારે પ્રતિભા પવાર સાથે અંતિમ સંસ્કાર સ્થળની મુલાકાત લીધી હતી અને મને અને વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટીઓને અજિત દાદાના સ્મારક માટે યોજના તૈયાર કરવા સૂચના આપી હતી.સ્મારકની ડિઝાઇન અને માળખું થશે નક્કી કિરણ ગુજ્જરે જણાવ્યું કે સ્મારકની ડિઝાઇન, લેઆઉટ અને માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે ટૂંક સમયમાં ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ,અજિત પવારે બારામતીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ મતવિસ્તાર લાંબા સમયથી અજિત પવાર પરિવારનો રાજકીય ગઢ માનવામાં આવે છે. ચાર દાયકાથી વધુ સમયથી પવાર પરિવાર સાથે સંકળાયેલા કિરણને અજિત પવારના સૌથી નજીકના વિશ્વાસુઓમાંના એક માનવામાં આવતા હતા.સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવારે તેમના પતિના મૃત્યુના ત્રણ દિવસ પછી શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમને એક્સાઇઝ, રમતગમત અને લઘુમતી વિકાસ વિભાગો પણ સોંપવામાં આવ્યા હતા. 62 વર્ષીય સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ હાલમાં રાજ્ય વિધાનસભાના કોઈપણ ગૃહના સભ્ય નથી. એવી અટકળો છે કે તેઓ અજિત પવાર દ્વારા રજૂ કરાયેલી બારામતી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે.

Read Full Story arrow_forward