Surat News: પૂણામાં લુખ્ખા તત્ત્વો બેફામ, યુવકને માર મારી કર્યું અપહરણ
સુરત સિટી હવે ક્રાઈમ હબ બની રહ્યું છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો બેફામ બની ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ આરોપીઓ સામે પીડિતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પણ આરોપીઓએ યુવકને માર મારી અપહરણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પૂણામાં એક યુવક દ્વારા જૂની અદાવતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જે કારણે આ ગુનાના આરોપીઓ દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માર માર્યા બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જાહેરમાં આ પ્રકારની ગુનાખોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આવામાં લોકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર યુવકે ફરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી પૂણા વિસ્તારમાં 8 જેટલા યુવકોએ માર મારી પીડિત યુવકનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર લુખ્ખા તત્ત્વોના આતંકની ઘટના CCTVમાં કેદ થઈ છે. ભોગ બનનારા યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પૂણા પોલીસની હદમાં લૂખા તત્ત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જૂની અદાવતમાં પોલીસ ફરિયાદ કરતા આ હુમલાની ઘટનાને આરોપી દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂખા તત્ત્વોને જાણે કાયદો અને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાં યુવક પર હુમલો કરી તેનું અપહરણ કરતા સીસીટીવીમાં કેદ થયા છે. ભોગ બનનાર યુવકે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Surat: અલથાણના ભટાર વિસ્તારમાં ટ્રેક્ટર રિવર્સ લેતા સમયે મહિલા કચડાઇ, ડ્રાઇવર સ્થળ પરથી ફરાર
Read Full Story arrow_forward