android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં અચાનક ઠંડીનું પ્રમાણ ઘટયું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો બદલાવ
calendar_today February 2, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં અચાનક ઠંડીનું પ્રમાણ ઘટયું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો બદલાવ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો, લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો
calendar_today February 2, 2026

Weather News : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો, લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 14.8 ડિગ્રી, ભુજમાં 15 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, પોરબંદરમાં 15.5 ડિગ્રી, રાજકોટમાં 15.9 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, ડીસાાં 17.3 ડિગ્રી, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી, અમદાવાદમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં અચાનક ઠંડીનું પ્રમાણ ઘટયું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો બદલાવ 

Read Full Story arrow_forward
Surat News : ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ હોંગકોંગ મોકલાવ્યાનો આક્ષેપ, પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર વાયરલ
calendar_today February 2, 2026

Surat News : ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ હોંગકોંગ મોકલાવ્યાનો આક્ષેપ, પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર વાયરલ

મની લોન્ડરિંગમાં 2.50 કરોડનો દંડનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે અને પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા લેટરમાં ઘટસ્ફોટ થયો હોવાની વાત છે, ગજેરા બંધુઓનું શેર ટ્રેડિંગ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાનો ઉલ્લેખ કરાયો છે અને 30 માંથી 15 સ્થળો પર આઇટીની સર્ચની કામગીરી પૂર્ણ થઈ છે, ગજેરા ગ્રુપે સુરતમાં કરોડો ઉઘરાવી ટેક્સ ચોરી કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે.પાંચ દિવસની તપાસમાં 25 કરોડ રોકડા અને જવેલરી સીઝ વસંત ગજેરાને ત્યા સતત પાચમાં દિવસે સર્ચ ઓપરેશન જારી રહેતા ગજેરા પરિવારમાં સન્નાટો વ્યાપી ગયો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાંચ દિવસની તપાસમા લક્ષ્મી ડાયમંડમાંથી અધિકારીઓએ અંદાજે ૨૫ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને જવેલરી સીઝ કરી છે. આ બિનહિસાબી રોકડ ગજેરા પરિવારની મુશ્કેલીમાં વધારો કરશે. આ ઉપરાંત આવકવેરાના અધિકારીયોની ટીમે ગજેરા ગ્રુપના સુરત અને મુંબઈ સ્થિત ૩૦થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડયા હતા. જેમાંથી અત્યાર સુધીમા ૧૫ જેટલા વળો પર સર્ચની કામગીરી પુર્ણ જાહેર કરવામાં આવી છે. જોકે, હજુ પણ અન્ય ૧૫ સસ્થળોએ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બાકીના સ્થળો પરથી મળેલા લોકરો અને દસ્તાવેજોની ચકાસણી હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે. બેનામી પ્રોપર્ટી ગજેરા ગ્રુપના નામે અને મળતિયાઓના નામે સુરત અને મુંબઈમાં બેનામી મિલકતો વસાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે અને ઓન ડિલિવરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ૭૦% થી ૯૦% રકમ રોકડેલી સ્વીકારીને સરકારને કરોડોના ટેક્સનું નુકસાન પહોંચાડયું. ખોટા દસ્તાવેજો શિડયુલ બેંકો સાથે છેતરપિંડી કરી મેહુલ ચોક્સીની સંપત્તિઓને સગેવગે કરવામાં મદદ કરી હોવાનો આરોપ શેરબજારમાં ગેરરીતિ SEBIના પ્રતિબંધ હોવા છતા અન્યના નામે વ્યવહારો ચાલુ રાખ્યા મેહુલ ચોકસીની સંપત્તિઓને બચાવવા માટે ગજેરા ગ્રુપે ખોટા એગ્રીમેન્ટ્સ અને બેનામી ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનો આક્ષેપ છે. મિલેનિયમ માર્કેટ-૨ અને ૪ પ્રોજેક્ટમાં ૨૦૮૬ કરોડ પૈકી ૧૫૭ કરોડ રોકથી અને બાકીના ૧૯૨૮ કરોડ રૂપિયા રોકડેથી સ્વીકાર્યા હોવાનો ગંભીર આરોપ.શેર ટ્રેડિંગમાં એક વર્ષ સસ્પેન્ડ પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા પત્રમાં ઘટસ્ફોટ મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-૨ અને ૪ પ્રોજેક્ટમાં માત્ર ૭% રકમ ચેકથી બતાવી બાકીની ૯૩% રથમ 'રોકડેથી સ્વીકારી હતી. ગજેરાબંધુ લક્ષ્મી ડાયમંડની સાથે અન્ય ૪૫ જેટલી લ૭મી ગ્રુપ ઓફ કંપનીમાં ડિરેક્ટરપદ ધરાવે છે. મની લોન્ડરિંગનો વેપલો પકડાતા રૂપિયા ૨,૫૦ કરોડનો દંડ, શેર ટ્રેડિંગમાં એક વર્ષ સસ્પેન્ડ પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા પત્રમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, લક્ષ્મી ડાયમંડ સહિત ૪૫ કંપનીઓ ચલાવતા ગજેરાબંધુઓ મની લોન્ડરિંગનો વેપલો કરતા હોવાનું પકડાતા તેઓને ૨૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે શેર ટ્રેડિગમાંથી એક વર્ષ માટે તેઓને સસ્પેન્ડ કરાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો, લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

Read Full Story arrow_forward