android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
New delhi: યોગા પછી આયુર્વેદને ગ્લોબલ ઓળખ આપવા બજેટમાં ત્રણ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિ.ની જાહેરાત
calendar_today February 1, 2026

New delhi: યોગા પછી આયુર્વેદને ગ્લોબલ ઓળખ આપવા બજેટમાં ત્રણ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિ.ની જાહેરાત

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને રવિવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજું કરતાં આયુર્વેદ સેક્ટરને મોટો વેગ આપવાની જાહેરાત કરી હતી. તેમણે દુનિયામાં આયુર્વેદિક દવાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ત્રણ નવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. પોતાના બજેટ ભાષણમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે કોવિડ બાદ આયુર્વેદને વૈશ્વિક સ્તર પર નવી ઓળખ મળી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાચિન ભારતીય યોગને પહેલેથી જ સમગ્ર વિશ્વમાં સન્માન મળી ચુક્યું છે જેને વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચાડયું છે. કોવિડ બાદ આયુર્વેદને પણ એજ પ્રમાણે વૈશ્વિક સ્વિકાર્યતા મળી છે. ગુણવત્તા ધરાવતાં આયુર્વેદ ઉત્પાદનોની નિકાસ ખેડૂતોને ઔષધિય ગુણ ધરાવતાં છોડ ઉગાડવા તથા તેના પ્રોસેસિંગ સાથે જોડાયેલાં જોડાયેલાં લોકોને પ્રોત્સાહન આપે છે. વધતી જતી આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવા માટે હવે નવા ત્રણ ઓલ ઈન્ડિયા આયુર્વેદ સંસ્થા ખોલવામાં આવશે. નોંધનીય છે કે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ પહેલેથી જ આયુર્વેદની સારવારને વેગ આપવા માટે કામ કરી રહ્યું છે.નાણાપ્રધાને એવી પણ જાહેરાત કરી હતી કે આયુષ ફાર્મસીઓ તથા ડ્રગ ટેસ્ટિંગ લેબ્સને ઉચ્ચ માપદંડ અનુસાર અપગ્રેડ કરવામાં આવશે કે જેથી કુશળ માનવ સંસાધન તૈયાર કરી શકાય. કેન્દ્ર સરકારે ગુજરાતમાં આવેલા WHO Global Traditional મેડીસીન સેન્ટરને મજબૂત કરવાની જાહેરાત કરી હતી. આ કેન્દ્ર પારંપારિક ચિકિત્સા પર રીસર્ચ, ટ્રેઇનિંગ તથા જાગરુકતા માટે વૈશ્વિક નોલેજ હબના રુપમાં કામ કરે છે અને તે વિશ્વનું પ્રથમ એવું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી જ આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયુર્વેદ સહિતની અન્ય વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ પર તેનું સતત ફોકસ રહ્યું છે અને આ નિર્ણયથી લોકોને વધારે ફાયદો થશે. આવા જ વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
New delhi: નવા ટેક્સટાઇલ પાર્ક બનશે, MSME માટે 12,000 કરોડનું પેકેજ
calendar_today February 1, 2026

New delhi: નવા ટેક્સટાઇલ પાર્ક બનશે, MSME માટે 12,000 કરોડનું પેકેજ

નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે દેશની આર્થિક શક્તિ કેવળ મોટા ઉદ્યોગોથી નહીં, પરંતુ નાના અને ઊભરતા ઉદ્યોગોથી બને છે. તેને ધ્યાનમાં રાખીને MSME સેક્ટર માટે વિશેષ ફંડ, ઇન્સેન્ટિવ અને નવી સહાયતા યોજનાઓની જાહેરાત કરવામાં આવી.સૌથી મોટી જા SME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ ફંડ ઊભરતા ઉદ્યોગોને નાણાં ઉપલબ્ધ કરાવશે, જેથી તે વિસ્તરણ, મશીનરી, ટેક્નોલોજી અને રોજગાર સર્જન જેવાં ક્ષેત્રોમાં આગળ વધી શકે. સરકારે કહ્યું કે ફંડ્સને એ રીતે ડિઝાઇન કરાયું છે કે નાના ઉદ્યોગોની ગતિ દેશનું ગ્રોથ એન્જિન બને. તેની સાથે જ આત્મનિર્ભર ભારત નિધિમાં વધારાના 2,000 કરોડ રૂપિયાનું ટોપ-એપ આપવાની જાહેરાત થઈ છે. નાણામંત્રીએ ભાષણમાં કહ્યું કે MSMEને તેની પૂરી ક્ષમતા સુધી પહોંચાડવા માટે સરકાર ચાર મોટાં પગલાં ભરી રહી છે. સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમો દ્વારા MSME દ્વારા કરાયેલી બધી ખરીદીને ટ્રડર્સ પ્લેટફોર્મ પર લાવવી, જેનાથી ચુકવણી પારદર્શી અને સમયસર થઈ શકે; CGTMSE દ્વારા ક્રેડિટ ગેરંટી મિકેનિઝમને વધુ મજબૂત કરવું, જેથી નાના ઉદ્યોગ ગીરવે મૂક્યા વગર પણ લોન મેળવી શકે; MSMEની સરકારી ખરીદી સંબંધિત માહિતીને નાણા આપનાર સાથે જોડવી, જેનાથી તેમને ઓછા વ્યાજે ઝડપથી ફંડ મળી શકે; ટ્રેડ રિસીવેબલ્સને એસેટ બેઝડ સિક્યોરિટીઝમાં બદલવાનો પ્રસ્તાવ, જેનાથી નાના વેપારીઓની રોકડ સમસ્યા ઘટશે. સરકારે એવી જાહેરાત પણ કરી કે ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોમાં મોટા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. તેનો હેતુ નાનાં શહેરોમાં રોજગાર વધારવાનો અને ભારતના ટેક્સટાઇલ ક્ષેત્રને વૈશ્વિક હરીફાઈને અનુકૂળ બનાવવાનો છે. સાથે સરકાર ICMAI, ICAI અને ICSI જેવી સંસ્થાઓની મદદથી MSME માટે સસ્તી વ્યાવસાયિક સહાયતા ઉપલબ્ધ કરાવશે, જેનાથી નાનાં સાહસો ઓછા ખર્ચે નિયમોનું પાલન કરી શકે. આવા જ વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
New delhi: ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે બજેટમાં ત્રણ નવા પ્રસ્તાવ રજૂ કરાયા
calendar_today February 1, 2026

New delhi: ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે બજેટમાં ત્રણ નવા પ્રસ્તાવ રજૂ કરાયા

નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2026-27માં વિકસિત ભારતનાં લક્ષ્યને ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર અને રેર અર્થ માટે ઘણાં ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કર્યા છે. સરકારે ભારતને દુનિયાનો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને વધુ મજબૂતી આપવાની વાત કહી છે. ઘરેલુ ઉત્પાદન વધારવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમના બજેટમાં વધારાની વાત કહેવામાં આવી છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિ-કંડક્ટર ક્ષેત્રમાં.નિર્મલા સીતારામને ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોની આસપાસ નવા વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ક્લસ્ટર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગતિ શક્તિ યોજના હેઠળ પાયાનાં માળખાં પર ખર્ચ વધારવામાં આવશે, જેથી સામાનનો પરિવહન ખર્ચ ઘટી શકે.દવા ઉદ્યોગમાં ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત કરવા માટે બાયોફાર્મા શક્તિ યોજનાનો પ્રસ્તાવ રજૂ કરાયો. તેના માટે આગામી પાંચ વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત છે. દેશભરમાં 1,000 માન્યતાપ્રાપ્ત ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનું એક નેટવર્ક બનાવવામાં આવશે, જેથી નવી દવાઓનાં પરીક્ષણ અને શોધમાં ઝડપ આવે. ભારતને જૈવિક દવાઓના ઉત્પાદનમાં અગ્રણી બનાવવા પર વિશેષ ભાર મુકાયો છે.ભવિષ્યની તકનીક અને સુરક્ષા ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ખનીજો પર આત્મનિર્ભર બનવાની વાત કહેવામાં આવી છે. ઇવી, સુરક્ષા અને એરોસ્પેસમાં ઉપયોગી રેર અર્થ મેગ્નેટના સ્થાનિક નિર્માણ માટે મોટી નાણા સહાયતાની જોગવાઈ છે. આવા જ વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward