android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpur: મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે બાળ મજૂર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ
calendar_today February 1, 2026

Jetpur: મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે બાળ મજૂર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ

સુસ્કાલમાં મીરા એન્ટરપ્રાઈઝ ખાતે 26 જાન્યુઆરીની સાંજે રેતી વૉશિંગ પ્લાન્ટમાં વીજ કરંટ લાગતા એક સગીરનું મોત નીપજ્યું હતું. જે મામલે સરકારી શ્રામ અધિકારીએ બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવવા બદલ મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે ગુનો નોંધાયો છે.સુસ્કાલ ખાતે એક રેતી વૉશિંગ પ્લાન્ટ ઉપર 26મી જાન્યુ.ના દિવસે સાંજે એક સગીરને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. પરંતુ સુસ્કાલ ખાતે મીરા એન્ટરપ્રાઈઝમાં 3 ભાઈ એક વર્ષથી કામ કરતા હતા. જેમાંથી એકની (ઉં.23) જ્યારે મૃતકની (ઉં.16) અને ત્રીજાની (ઉં.15)વર્ષ હતી. છતાં મીરા એન્ટરપ્રાઈઝના માલિક દ્વારા બે સગીર પાસે બળ મજૂરીના નિયમોને નેવે મૂકીને જોખમી કામ કરાવાતું હતું. જેને લીધે તા.26 જાન્યુઆરીની સાંજે 16 વર્ષીય સગીરનું કરંટ લાગવાથી મોત થયું હતું. જેથી શ્રમ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, પોલીસ વિભાગ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મીરા એન્ટરપ્રાઈઝની મુલાકાત લઈને બાળ અને તરૂણ મજૂર પ્રતિબંધિત અને નિયમન સુધારા કાયદો 1986ની કલમ 33 અ હેઠળ પાવી જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પાવી જેતપુર પોલીસે મીરા એન્ટરપ્રાઈઝના માલિક અશોક કરમશી ખોખર સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: દાહોદ જિલ્લામાં હોળીનો દાંડ રોપાતા હોળીની તૈયારીઓ શરૂ
calendar_today February 1, 2026

Dahod: દાહોદ જિલ્લામાં હોળીનો દાંડ રોપાતા હોળીની તૈયારીઓ શરૂ

 દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિની છે. તેમનો મુખ્ય તહેવાર હોળી છે. ત્યારે દાંડો રોપાયા પછી હોળી ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પછી શ્રામિકોનો વતન વાપસીનો દર પણ શરૂ થઈ જશે.દાહોદ જિલ્લામાં 75% જેટલી વસ્તી આદિજાતિની છે. અને તેમાં પણ મહત્તમ વસતી ભીલ જ્ઞાતિની છે. જેમનો મુખ્ય તહેવાર હોળી છે. જિલ્લામાં નોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જ પોસ સુદ પૂનમના દિવસે પરંપરા પ્રમાણે જ્યાં જ્યાં હોળી પ્રગટવાની છે. તે તમામ સ્થળે હોળીનો દાંડો તેના શુભ મુહૂર્તમાં રોપી દેવાયો છે. દાહોદમાં પણ મુખ્ય હોળી ગાંધી ચોકમાં પરગટાવાય છે. તેમાંથી મસાલ લઈને શહેરની અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે. હોળીના બીજે દિવસે ધુળેટી ની ઉજવણી કરાશે. ત્યારે જિલ્લાના આદિવાસી સમાજમાં અત્યારથી જ હોળીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં સૌ પ્રથમ માળીએ મૂકી દીધેલા ઢોલ ચઢાવવાનો શરૂ થઈ ગયું છે. ગીરી કંદરાઓમાં ઢોલના ઢબુકા પણ ધીમી ગતિએ આરંભભાઇ ગયા છે. જિલ્લામાંથી રોજગારી માટે મહાનગરોમાં ગયેલા શ્રમિક પરિવાર પણ હોળીના પંદર દિવસ પહેલા વતન આવવા માંડશે. ત્યારે શહેરના તેમજ તાલુકા મથકોના બજારોમાં ચહલ પહલ વધી જશે. કારણ કે દિવાળીની માફ્ક આદિવાસી સમાજ હોળી પર વિવિધ ખરીદી કરે છે. હોળી પર રાખેલી બાધા માનતા પણ પૂરી કરે છે.આમલી અગિયારસથી પરંપરાગત મેળાઓનો પ્રારંભ થશે થોડી પહેલા આમલી અગિયારસ એ હોળીનો સૌપ્રથમ મેળો ભરાય છે. અને તે દિવસથી હોળીના મેળાઓનો આરંભ થઈ જશે. ગામડે ગામડે દાહોદ જિલ્લાની ઓળખ એવા ગોળ ગધેડાના મેળા યોજાશે. તેમજ કેટલાક વિસ્તારોમાં જાડિયાના મેળા પણ ભરાશે. મેળાઓમાં ગ્રામજનો મન મૂકીને મહાલ છે ત્યારે સાચે જ ગામડાઓમાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleswar: બ્રિજ ઉપરથી નદીમાં પડેલી યુવતીને બચાવવા જતાં યુવક ડૂબ્યો
calendar_today February 1, 2026

Ankleswar: બ્રિજ ઉપરથી નદીમાં પડેલી યુવતીને બચાવવા જતાં યુવક ડૂબ્યો

અંક્લેશ્વર ખાતે આવેલા ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના છેડે ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ અચાનક લપસ્યો હતો. યુવતીને બચાવવા જતા સાથે આવેલા યુવક નર્મદા નદીમાં પડી ગયો હતો. જો કે યુવતીને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધી હતી પરંતુ યુવકનો મોડી સાંજ સુધી કોઇ પતો લાગ્યો ન હતો.અંક્લેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતા સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો. યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો. સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward