android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : નિવૃત્ત કર્મચારીને ટાર્ગેટ કરી આચરાયું 42 લાખનું કૌભાંડ, બેંકના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ
calendar_today January 31, 2026

Surat News : નિવૃત્ત કર્મચારીને ટાર્ગેટ કરી આચરાયું 42 લાખનું કૌભાંડ, બેંકના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે દર મહિને 10 ટકા નફો આપવાની લાલચ આપી 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ આખી ઠગાઈમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો સામેલ હતા. સુરત સાયબર સેલે આ મામલે તપાસ હાથ ધરી બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઈન્ડ બેંકના મેનેજર સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી ઊંચા વળતરની લાલચ આપી તેમની જીવનભરની મૂડી પડાવી લેતી હતી.સિટીલાઇટ વિસ્તારમાં મોટી છેતરપિંડી સાયબર સેલની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ એજન્ટોના માધ્યમથી વિવિધ બેંકોમાં 50થી વધુ શંકાસ્પદ ખાતાઓ ખોલાવ્યા હતા. ધરપકડ કરાયેલા બેંક મેનેજરોને આ છેતરપિંડીના વ્યવહારોમાં મદદ કરવા બદલ અંદાજે 60 હજાર રૂપિયા જેટલી રકમ કમિશન પેટે મળી હતી. આ નેટવર્ક ઘણું મોટું હોવાની આશંકા છે, કારણ કે અનેક લોકોના નામે બોગસ દસ્તાવેજો બનાવી ખાતા ખોલવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારીઓ કે એજન્ટો સામેલ છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Surat માં આયકર વિભાગનો સપાટો, લક્ષ્મી ગ્રુપ પર ચોથા દિવસે દરોડા યથાવત, 8 કરોડના દાગીના જપ્ત

Read Full Story arrow_forward
Vadodara-દીવ ST બસનો ડ્રાઇવર ફરાર થતાં મુસાફરો રોડ વચ્ચે ફસાયા, ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો આરોપ
calendar_today January 31, 2026

Vadodara-દીવ ST બસનો ડ્રાઇવર ફરાર થતાં મુસાફરો રોડ વચ્ચે ફસાયા, ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો આરોપ

વડોદરા–દીવ રૂટ પર સેવા આપતી એસટી બસમાં પ્રવાસીઓને ભયાનક અનુભવ થયો છે. માંજલપુર અને નંદેસરી વચ્ચે રોડ પર જ બસને છોડીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો જેના કારણે મુસાફરો રસ્તા પર ફસાયા હતા.ડ્રાઇવરે નશો કરેલો હોવાનો આરોપ મુસાફરો દ્વારા લગાવાયો હતો.ડ્રાઇવર નશાની સ્થિતિમાં હોવાનો આરોપ લગાવાયો પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રાઇવર નશાની સ્થિતિમાં હોવાનો આરોપ લગાવાયો છે. બસમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને રાત્રિના સમયે આ ઘટના બનતાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં લાગતો હતો એસટી બસના કંડક્ટરના નિવેદન મુજબ, બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં લાગતો હતો અને તેના કારણે મુસાફરોમાં રોષ અને અસંતોષ ફેલાયો હતો. લઘુ શંકાના બહાને તેણે બસ રોડ પર પાર્ક કરીને ઝાંડી ઝાંખરામાં ભાગી ગયો હતો ડ્રાઇવરની કરતૂતના કારણે બસમાં બેઠેલા 45 મુસાફરો અધવચ્ચે જ અટવાયા આ મામલે વડોદરા એસ.ટી ડેપોના જવાબદાર અધિકારીઓને જાણ કરાઇ હતી જેથી નવો ડ્રાઇવર મોકલવાની તજવીજ કરાઇ હતી. જો કે ડ્રાઇવરની કરતૂતના કારણે બસમાં બેઠેલા 45 મુસાફરો અધવચ્ચે જ અટવાયા હતા.આ પણ વાંચો-----    Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Indian Coast Guard Day: 'વયમ રક્ષામહ'ના મંત્ર સાથે ભારતીય તટરક્ષક દળના ગૌરવશાળી 5 દાયકા
calendar_today January 31, 2026

Indian Coast Guard Day: 'વયમ રક્ષામહ'ના મંત્ર સાથે ભારતીય તટરક્ષક દળના ગૌરવશાળી 5 દાયકા

દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ભારત તેના સમુદ્રી સીમાઓના પ્રહરી એવા 'ભારતીય તટરક્ષક દળ' (Indian Coast Guard) નો સ્થાપના દિવસ ઉજવે છે. 'વયમ રક્ષામહ' (અમે રક્ષા કરીએ છીએ) ના ઉમદા મંત્ર સાથે આ દળ છેલ્લા પાંચ દાયકાથી દેશની દરિયાઈ સુરક્ષા, બ્લુ ઈકોનોમી અને માછીમારોની સલામતી સુનિશ્ચિત કરી રહ્યું છે.સ્થાપનાનો ઇતિહાસ ભારતીય તટરક્ષક દળની જરૂરિયાત 1960ના દાયકાથી અનુભવાઈ રહી હતી. સમુદ્ર માર્ગે થતી તસ્કરી અટકાવવા અને વિશાળ દરિયાકાંઠાનું પોલીસિંગ કરવા માટે 1970માં 'નાગ સમિતિ' અને ત્યારબાદ 1974માં 'કે.એફ. રુસ્તમજી સમિતિ'ની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓની ભલામણના આધારે 1 ફેબ્રુઆરી 1977ના રોજ ભારતીય તટરક્ષકની સત્તાવાર સ્થાપના થઈ હતી. વિશાળ કાર્યક્ષેત્ર અને જવાબદારી 1976ના મેરિટાઇમ ઝોન એક્ટ બાદ ભારતને આશરે 2.01 મિલિયન સ્ક્વેર કિમીનો વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ) પ્રાપ્ત થયો છે. આજે કોસ્ટ ગાર્ડ 4.6 મિલિયન સ્ક્વેર કિમીના વિશાળ સર્ચ અને રેસ્ક્યુ ક્ષેત્રમાં કાર્યરત છે. માત્ર સાત સરફેસ પ્લેટફોર્મથી શરૂ થયેલું આ દળ આજે અત્યાધુનિક જહાજો, હેલિકોપ્ટર અને એરક્રાફ્ટથી સજ્જ એક મલ્ટી-મિશન ફોર્સ બની ગયું છે. મુખ્ય કામગીરી: સમુદ્રી સુરક્ષા: દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તસ્કરી પર નિયંત્રણસર્ચ અને રેસ્ક્યુ: વાવાઝોડા કે હોનારત સમયે દરિયામાં ફસાયેલા માછીમારો અને નાવિકોનો બચાવપર્યાવરણ સંરક્ષણ: સમુદ્રી પ્રદૂષણ (Oil Spill) અટકાવવું અને દરિયાઈ જીવસૃષ્ટિનું જતનઓફશોર સુરક્ષા: મુંબઈ હાઈ જેવા મહત્વપૂર્ણ તેલ ક્ષેત્રો અને સંપત્તિનું રક્ષણઆજે ભારતીય તટરક્ષક દળ વિશ્વના શ્રેષ્ઠ તટરક્ષક દળોમાં સ્થાન ધરાવે છે, જે ભારતની બ્લુ ઈકોનોમીના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે.આ પણ વાંચો - Surat News : નિવૃત્ત કર્મચારીને ટાર્ગેટ કરી આચરાયું 42 લાખનું કૌભાંડ, બેંકના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ

Read Full Story arrow_forward