Vadodara : MS યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં પોલીસની રેડ, રુમમાંથી દારુની બોટલો મળતા ખળભળાટ, યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર ઉભા થયા સવાલો
વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના રૂમમાંથી દારૂની મોટી માત્રામાં ખાલી બોટલો મળી આવી છે, જે મામલે સયાજીગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.દારૂની આશરે 25 થી 30 બોટલો મળી પોલીસની રેડ દરમિયાન રૂમમાંથી ખાલી દારૂની આશરે 25 થી 30 બોટલો અને 20 થી વધુ ખાલી સિગરેટ પેકેટ મળી આવ્યા હતા પોલીસ તમામ મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી યોજાતી રહી છે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી યોજાતી રહી છે, જેથી પોલીસે રાત્રીના સમયે દરોડો પાડ્યો હતો જેમાં દારુની બોટલો મલી આવી હતી મોટી સંખ્યામાં દારૂ હોસ્ટેલમાં કેવી રીતે પહોંચ્યો યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા પણ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના જાણતાં જ યુનિવર્સિટી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. હાલ પ્રશ્ન ઉભો થાય છે કે આટલી મોટી સંખ્યામાં દારૂ હોસ્ટેલમાં કેવી રીતે પહોંચ્યો અને યુનિવર્સિટી પ્રશાસન કેમ ઉંઘતું હતું આ પણ વાંચો---- Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો
Read Full Story arrow_forward