android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : કરજણ હાઇવે પર બામણગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ અથડાતાં અકસ્માતમાં 1નું મોત, 20 ઘાયલ
calendar_today January 31, 2026

Vadodara : કરજણ હાઇવે પર બામણગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ અથડાતાં અકસ્માતમાં 1નું મોત, 20 ઘાયલ

વડોદરા જિલ્લાના કરજણ ને.હા. 48 ઉપર અકસ્માતોની કડી યથાવત રહી છે. ગતરોજ સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ ફરી એક વખત કરજણ તાલુકાના બામણગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. ઉભેલી ટ્રકમાં લક્ઝરી બસ ભટકાતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.ઉભેલી ટ્રકમાં બસ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો પ્રાપ્ત માહિતી મુજબ અમરોલીથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા. બામણગામ પાસે અચાનક ઉભેલી ટ્રકમાં બસ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત  અકસ્માતમાં બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અંદાજે 20 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 3 ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વડોદરા રિફર કરાયા ઇજાગ્રસ્તોમાંથી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાને કારણે તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ સમગ્ર ઘટનાને લઈને કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ને.હા. 48 ઉપર વધતા અકસ્માતોને લઈને માર્ગ સલામતી અંગે ફરી એક વખત પ્રશ્નો ઉઠ્યા છે.આ પણ વાંચો----   Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward
Patan : સમી-રાધનપુર હાઇવે પર બાઇક અને ઇકો કાર વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક ચાલકનું મોત
calendar_today January 31, 2026

Patan : સમી-રાધનપુર હાઇવે પર બાઇક અને ઇકો કાર વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક ચાલકનું મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. સમી હાઇવે પર આવેલ જય કિશાન હોટલ નજીક એક બાઈક અને ઈકો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલક યુવકનું મોત થયું હતું.22 વર્ષના યુવકનું મોત અકસ્માતમાં 22 વર્ષના યુવાન બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરુ કરાઇ સમી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----    Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward
Surat News : સુરતના પુણા વિસ્તારમાં PCB ત્રાટકી, કુખ્યાત જીતુ રાવળના વરલી મટકાના અડ્ડા પર ચાલતો હતો જુગાર
calendar_today January 31, 2026

Surat News : સુરતના પુણા વિસ્તારમાં PCB ત્રાટકી, કુખ્યાત જીતુ રાવળના વરલી મટકાના અડ્ડા પર ચાલતો હતો જુગાર

પીસીબીની ટીમ પીઆઈ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેકો વિક્રમ વાઘજીભાઈ અને ભરત કોદરભાઈને બાતમી મળી હતી કે, પુણા ગામ, ભૈયાનગર સ્થિત વિશ્વકર્મા સોસાયટીના ઘર નં.૧૫૪ના ઓટલા પર મુંબઈથી નીકળતા મિલન ટાઈમ અને અન્ય બજારના આંકડા પર જુગાર રમાડવામાં આવી રહ્યો છે. અન્ય ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરાયા હતા પોલીસે દરોડા પાડી ભરત રાવલ, વિલાસ ચૌધરી, રાજેશ પાટીલ અને સંગીતા નળગેને ઝડપી પાડયા હતા. સાથોસાથ રોકડ રકમ, ૪ મોબાઈલ, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, કેલ્ક્યુલેટર અને બોલપેન મળી કુલ રૂ. 60,180નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આંકડા લેનાર નામચીન બુકી જીતુ મુકેશ રાવલ, હિતેશ હસમુખભાઈ રાવલ (બંને રહે. પર્વત પાટીયા), અન્ય ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરાયા હતા. વધુ તપાસ શરૂ થઈ છે.ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મી લાલાની ભૂંડી ભૂમિકા પીસીબીએ પુણામાં પર્દાફાશ કરેલા જુગારધામમાં ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મી લાલા રબારીની ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા છે. જીતુ રાવળ નામચીન ગેમ્બલર છે અને થોડા મહિના સ્ટેટ વિજિલન્સે કેસ કર્યો છતાં જીતુએ બિંદાસ્ત બની ફરી વેપલો શરૂ કર્યો હતો. જેમાં પડદા પાછળ રહી પુણાનું તંત્ર સંભળાતા પોલીસ કર્મી લાલાના છૂપા આશિર્વાદ હોવાનું કહેવાય છે. ક્રાઇમ બ્રાંચ માટે " મિ-ઇન્ડિયા" બનેલો લાલો ઉત્રાણ પોલીસ મથકનો પણ છુપો ખેલાડી છે. 8 વર્ષ પહેલાં અમદાવાદથી બદલી કરી સુરત આવેલા લાલાને " વહીવટ" કરવાના ભારે અભરખાં છે. ભુતકાળમાં અડાજણ, ઉમરા, અને ઇચ્છાપોરની કેશિયરી કરી ચૂકેલા લાલાનું નામ સુરત રૂરલના જમીન કૌભાંડમાં પણ ઉછળી ચૂક્યું છે. ખાખીને બત્તી લગાડતા આવા પોલીસ કર્મી સામે કમિશનર કડક એક્શન લેશે? આ પણ વાંચો : Surat News : બોગસ બિલિંગ કૌભાંડમાં ત્રણ વેપારી ઝડપાયા, 37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી

Read Full Story arrow_forward