android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : સુમુલ ડેરીની 16 બેઠકનું નવેસરથી સીમાંકન કરવા હાઇકોર્ટનો આદેશ, જિલ્લા કલેક્ટર 3 સપ્તાહમાં મતવિસ્તારોનું સીમાંકન કરે
calendar_today January 31, 2026

Surat : સુમુલ ડેરીની 16 બેઠકનું નવેસરથી સીમાંકન કરવા હાઇકોર્ટનો આદેશ, જિલ્લા કલેક્ટર 3 સપ્તાહમાં મતવિસ્તારોનું સીમાંકન કરે

સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ ડેવલમેન્ટપૂર્ણ સામે આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે સુમુલ ડેરીની કુલ 16 બેઠકોનું નવેસરથી સીમાંકન કરીને ત્યારબાદ ચૂંટણી યોજવા આદેશ આપ્યો છે. મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના સુમુલ ડેરીની કુલ 16 બેઠકોનું નવેસરથી સીમાંકન કરીને ત્યારબાદ ચૂંટણી યોજેશે અને તે માટે કોર્ટે જિલ્લા કલેક્ટરને ત્રણ સપ્તાહની અંદર મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી છે. કઠોર મહિલા દૂધ ઉત્પાદક સંઘે PIL દાખલ કરી હતી આ મામલે કઠોર મહિલા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા જાહેરહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે સરકારના તાજેતરના જાહેરનામા બાદ સુરત જિલ્લાના ભૌગોલિક સીમાંકનમાં મોટા ફેરફારો થયા છે, છતાં જૂના સીમાંકન આધારે ચૂંટણી યોજવાની તૈયારી થઈ રહી હતી સુરતની હદમાં અનેક નવા ગામોનો સમાવેશ થયો છે અરજીની સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સુરતની હદમાં અનેક નવા ગામોનો સમાવેશ થયો છે તેમજ હાલ સુરત જિલ્લામાં કુલ 6 તાલુકાઓનો સમાવેશ થાય છે. આવી બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિમાં જૂની બેઠકરચના જાળવવી યોગ્ય નથી. કલેક્ટરને ત્રણ સપ્તાહમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હાઇકોર્ટે આ મામલે સુમુલ ડેરીની 16 બેઠકનું નવેસરથી સીમાંકન કરવા આદેશ કર્યો છે તેથી જિલ્લા કલેક્ટરને ત્રણ સપ્તાહમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી તથા સીમાંકન કરી ચૂંટણી યોજવા હાઇકોર્ટનો આદેશ કર્યો છે.  દૂધ ઉત્પાદકોમાં આ નિર્ણયને લઈને ચર્ચા આ આદેશને કારણે સુમુલ ડેરીની ચૂંટણી પ્રક્રિયા પર તાત્કાલિક અસર પડી છે અને હવે નવેસરથી સીમાંકન બાદ જ ચૂંટણી યોજાશે. દૂધ ઉત્પાદકોમાં આ નિર્ણયને લઈને ચર્ચા તેજ બની છે. આ પણ વાંચો-----     Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

Read Full Story arrow_forward
Ahmedabad  : બુલેટ ટ્રેનની કામગીરી માટે આજથી શાહીબાગ અન્ડરબ્રિજ રાત્રે 11 થી 6 બંધ
calendar_today January 31, 2026

Ahmedabad : બુલેટ ટ્રેનની કામગીરી માટે આજથી શાહીબાગ અન્ડરબ્રિજ રાત્રે 11 થી 6 બંધ

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ધ્યાનમાં રાખીને શાહીબાગ અન્ડરબ્રિજ આજથી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અંડરપાસ 4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. દિવસ દરમિયાન વાહનચાલકોને અંડરબ્રિજમાંથી પસાર થવાની મંજૂરી દિવસ દરમિયાન વાહનચાલકોને અંડરબ્રિજમાંથી પસાર થવાની મંજૂરી રહેશે, જેથી દૈનિક ટ્રાફિક પર ઓછામાં ઓછી અસર પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ બે વાર આ અંડરબ્રિજ બંધ કરાયો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બે વાર શાહીબાગ અન્ડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. માર્ગ સૂચનોનું પાલન કરે ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રાત્રિના સમયગાળામાં મુસાફરી દરમિયાન માર્ગ સૂચનોનું પાલન કરે અને અસુવિધા ટાળવા માટે વિકલ્પી રસ્તાઓનો ઉપયોગ કરે.આ પણ વાંચો----    Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

Read Full Story arrow_forward
Surat News : બોગસ બિલિંગ કૌભાંડમાં ત્રણ વેપારી ઝડપાયા, 37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી
calendar_today January 31, 2026

Surat News : બોગસ બિલિંગ કૌભાંડમાં ત્રણ વેપારી ઝડપાયા, 37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી

37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી અને કૌભાંડના તાર અમદાવાદ, દિલ્હી સુધી જોડાયાની આશંકા છે. તમામ આરોપીને કોર્ટમાં રજુ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. ડીજીજીઆઈએ ઝડપેલા ત્રણેય આરોપીએ કાગળ પર સમગ્ર વેપાર કરતા હતા બોગસ બિલીંગ કૌભાંડને અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોવા છતાં આ બદી અટકવાનું નામ લેતી નથી. બોગસ બિલીંગ કૌભાંડમાં ડીજીજીઆઇએ ૩૭ કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લેનારા ત્રણની ધરપકડ કરી છે. આ કૌભાંડના તાર અમદાવાદ, દિલ્હી અને બેંગલુરુ સુધી જોડાયેલા હોવાની આશંકા છે. ડીજીજીઆઈએ ઝડપેલા ત્રણેય આરોપીએ કાગળ પર સમગ્ર વેપાર કરતા હતા. તેમજ તેઓ દ્વારા લેવામાં આવેલી ખોટી આઇટીસીને આરટીજીએસ અથવા તો એનઈએફટી દ્વારા અન્યના ખાતામાં રકમ મોકલવામાં આવતી હતી. આ ઉપરાંત જેના પણ ખાતામાં નાંણા મોકલવામાં આવતા હતા તે રકમ રોકડમાં ઉપાડીને આંગડીયા મારફતે પરત મેળવી લેવામાં આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. DGGI એ આરોપીઓના મોબાઈલ જપ્ત કર્યા છે. તેમાંથી મળી આવેલી વાંધાજનક વોટ્સએપ ચેટ્સ, કિંમશન શીટ્સ અને હિસાબી ફોટાઓ આ કૌભાંડમાં તેમની સક્રિય ભૂમિકાના મજબૂત પુરાવા પૂરા પાડે છે. સીજીએસટીની કલમ ૧૩૨ હેઠળ આ બિન-જામીનપાત્ર ગુનો હોવાથી ડીજીજીઆઈ દ્વારા તમામ આરોપીઓને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.ફાસ્ટેગ અને RFID ડેટાએ ખોલી પોલ M/s મંગલદીપ ઇન્ક ના પ્રોપ્રાઈટર જ્યોતિ કુમાર ચોરારીયાએ પણ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. આરોપીએ રુપિયા ૧૧.૦૯ કરોડ ની ખોટી ITC મેળવી અને રુપિયા ૮.૯૦ કરોડ અન્યને પાસ ઓન કરી હતી. વાહનોના Fastag અને RFID ડેટા ચેક થયા ત્યારે જાણવા મળ્યું કે ઈ-વે બિલમાં દર્શાવેલા વાહનો ક્યારેય ટોલ પ્લાઝા પરથી પસાર જ થયા નહોતા. સ્ટોક વેરીફિકેશનમાં પણ ૨.૭૦ કરોડની ઘટ મળી હતી. 1.05 ટકા કમિશન માટે આચર્યું કૌભાંડ અમદાવાદની M/s RT એન્ટરપ્રાઇઝ ના પ્રોપ્રાઇટર બાબુલાલ રાધેશ્યામ શર્માની પણ સુરતથી ધરપકડ કરાઈ છે. બાબુલાલે રુપિયા ૯.૮૦ કરોડ ની બોગસ ITC મેળવી અને રુપિયા ૧૫.૧૭કરોડ ની ક્રેડિટ પાસ ઓન કરી હતી. આરોપીએ માત્ર ૧.૫ ટકા કમિશન મેળવવા અને બોગસ ટર્નઓવર બતાવી બેંક લોન લેવા માટે આ ખેલ રચ્યો હોવાનું સ્વીકાર્યુ છે. આ પણ વાંચો : Surat News : વસંત ગજેરા સામે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ઈન્કમટેકસની તજવીજ, અન્યના નામે મિલકત ખરીદ્યાનું ખુલશે તો સરકાર કબજો લેશે

Read Full Story arrow_forward