android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: 1281માં સ્થાપના દિનની ઉજવણી માટે પાલિકામાં બેઠક મળી
calendar_today January 30, 2026

Patan: 1281માં સ્થાપના દિનની ઉજવણી માટે પાલિકામાં બેઠક મળી

ઐતિહાસિક નગરી પાટણના 1281 માં સ્થાપના દિનની ઉજવણી રંગેચંગે કરવા માટે નગરપાલિકામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નગરપાલિકા પ્રમુખ સહિત નગરસેવકો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.જેમાં જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમા રાજપુત સમાજના આગેવાનો દ્વારા વનરાજ ચાવડાની પ્રતિમા મુકવા પણ માંગ કરી હતી.આગામી 8 મી ફેબ્રુઆરીના દિવસે પાટણના 1281 માં સ્થાપના દિનની ઉજવણીને લઈને નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 802 ના મહાવદ સાતમના દિવસે રાજા વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણની સ્થાપના કરવામાં આવી હતી. જેના ગૌરવશાળી ઈતિહાસને જાળવી રાખવા માટે દરવર્ષે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે.ચાલુ વર્ષે પણ પાટણ નગરપાલિકા સહિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અન્ય સંસ્થાઓના સહયોગથી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે. યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શહેરમાં રાજા વનરાજ ચાવડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરાતાં આગેવાન મનોજ પટેલે જણાવ્યું હતું કે જો પ્રતિમા સ્થાપિત કરવા માટે યોગ્ય જગ્યા બતાવવામાં આવે તો આગામી બોર્ડની મીટીંગ દરમિયાન પ્રસ્તાવ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે સાથે સાથે પાલીકા પ્રમુખે પણ તમામ નગરસેવકોને આ અંગે જાણ કરી જરૂરી સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી. આગામી 8 મી ફેબ્રુઆરીના દિવસે બપોરે 3 વાગ્યે નગરદેવી કાળીકા માતાજીના મંદિરેથી શોભાયાત્રા નિકળી બગવાડા દરવાજે પુરી થશે.યોજાનારી શોભાયાત્રામાં કરણી સેનાના યુવકો ડ્રેસ અને વિવિધ ટેબ્લો સાથે જોડાશે. જેમાં 51 યુવકો રાજપુતાના પોષાકમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. શોભાયાત્રા બગવાડા દરવાજે પુરી થયા બાદ ઈતિહાસને ઉજાગર કરતાં પ્રવચનો, વિવિધ સિદ્દી ધમાલ, મેવાસી નૃત્યો અને રમતગમત વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તદ્પરાંત 7 અને 8 ફેબ્રુઆરીના દિવસે રાણકીવાવ મહોત્સવ નિમિત્તે નામાંકિત કલાકારોના કાર્યક્રમો? યોજાશે. યોજાયેલી બેઠકમાં પાલીકા પ્રમુખ હિરલબેન પરમાર, કન્વીનર યતીન ગાંધી મહિપતસિંહ જાડેજા, મદારસિંહ ગોહિલ, મનોજ પટેલ, જયેશ પટેલ તથા રાજપૂત સમાજના આગેવાનો, નગરસેવકો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: જિલ્લા પંચાયત ખાતે બાળ અધિકારોના રક્ષણ માટે બેઠક મળી
calendar_today January 30, 2026

Patan: જિલ્લા પંચાયત ખાતે બાળ અધિકારોના રક્ષણ માટે બેઠક મળી

જિલ્લા પંચાયત, પાટણ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા વિભાગ હેઠળની જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે બાળકોના અધિકારોના રક્ષણ અને સમાજમાં જાગૃતિ લાવવા હેતુસર વિવિધ સ્ટેક હોલ્ડરો માટે તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ બાળ લગ્ન, બાળ મજૂરી, ભિક્ષાવૃત્તિ, પોક્સો એક્ટ તથા બાળકલક્ષી વિવિધ કાયદા અને યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરી લોકભાગીદારી દ્વારા બાળકોના અધિકારોના હનનને અટકાવવાનો હતો.કાર્યક્રમમાં પાટણ જિલ્લાના આશરે 100 જેટલા વિવિધ સ્ટેક હોલ્ડરો જેમ કે ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફ્સિર, તાલુકા હેલ્થ ઓફ્સિર, ચાઈલ્ડ લાઈન 1098ના પ્રતિનિધિઓ, લગ્નવિધિ સાથે જોડાયેલા ગોર મહારાજ, કાજી, મૌલવી, મંડપ ડેકોરેશન, રસોઈયા, સાઉન્ડ સિસ્ટમ સંચાલકો, ઘોડાવાળા, બ્યુટી પાર્લર, ફોટોગ્રાફર, હોટલ તથા વેપારી એસોસિએશનના પ્રમુખો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમિયાન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006,જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ (પોક્સો) 2012, બાળ મજૂરી અને ભિક્ષાવૃત્તિ પ્રતિબંધ, ચાઈલ્ડ લાઈન 1098 હેલ્પલાઈન, બાળ અને માતૃ સ્વાસ્થ્ય તેમજ વિવિધ બાળ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમાજમાં બાળકોના અધિકારોનું સાચા અર્થમાં રક્ષણ થાય અને બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને માટે સૌને સંવેદનશીલ અને સજાગ બનવાની અપીલ કરવામાં આવી હતી.આ અવસરે બાળકોના રક્ષણ માટે સૌએ સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ઓવરહેડ પાણીની ટાંકીમાંથી શુદ્ધ પીવાના પાણીનો વેડફટથી રોષ
calendar_today January 30, 2026

Patan: ઓવરહેડ પાણીની ટાંકીમાંથી શુદ્ધ પીવાના પાણીનો વેડફટથી રોષ

પાટણ શહેરમાં સિદ્ધી સરોવર ફ્લ્ટિર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ પાણીની ટાંકીમાંથી જર્જરિત હાલતમાં અને લીકેજ હોવાથી દરરોજનું લાખ્ખો લીટર પીવાનું શુદ્ધ પાણી વહી જતાં સીધું જ ગટરોમાં ઠલવાય છે.જેને લઈ નગરપાલિકાની બેદરકારી છતી થવા પામી છે. જર્જરિત ટાંકીની બાજુમાં નવી ટાંકી બનાવેલી છે પરંતુ પુરતું પ્રેશર મળતું ન હોવાથી હાલમાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ ઊભેલી છે.પાટણમાં શહેરીજનોને પીવાના પાણી માટે બનાવવામાં આવેલી 10 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી જુની ટાંકી ચારે બાજુથી જર્જરિત થઈ જતાં ઠેરઠેર લીકેજ જોવા મળી રહ્યા છે અને ચારેકોરથી પાણીની ધારાઓ વહેતી જોવા મળી રહી છે.દરરોજનું લાખ્ખો લીટર પીવાનું શુદ્ધ પાણી વહીને સીધું જ ગટરોમાં ઠલવાઈ જતાં પાણીનો વ્યય થઈ રહ્યો છે.જર્જરિત હાલતમાં ઊભેલી પાણીની જુની ટાંકીના બાજુમાં જ નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવેલું છે. પરંતુ પુરતું પ્રેશર નહીં મળવાના કારણે તેનો ઉપયોગ નહીં કરતાં હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. જુની ટાંકી ગમે તે સમયે ધરાશાયી થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે નવી ઓવરહેડ ટાંકીમાં પુરતું પ્રેશર ન મળતાં અને હાલમાં શહેરમાં એક જ ટાઈમ પાણી મળતું હોવાથી જુની ટાંકીમાં પાણી ભરવામાં આવે છે અને લીકેજ પાણીની લાઈનનું પણ રીપેરીંગ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward