android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ચાણસ્માથી અંબાજી પરિક્રમા માટે બસો મુકાઈ
calendar_today January 30, 2026

Patan: ચાણસ્માથી અંબાજી પરિક્રમા માટે બસો મુકાઈ

પવિત્ર યાત્રાધામ અને શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા માં અંબાના મુળ સ્થાનક ગબ્બર ખાતે શુક્રવારથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થતાં ચાણસ્મા શહેરમાંથી દરરોજ એક બસ શ્રાધ્ધાળુઓને લઈ જવા માટે મુકાઈ છે તેમજ દરરોજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 3 બસો મુકાશે જે આવતી કાલ સુધીમાં ભક્તોને અંબાજી લઈ જશે તેમ ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ કીરણ જાનીએ જણાવ્યું હતું. ગઈકાલે પાલીકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ સહિતના ચાણસ્માના શ્રાધ્ધાળુઓ અંબાજી પહોંચી પરિક્રમા મહોત્સવનો લ્હાવો લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ, ચૂંટણી લડતા ઉમેદવારને જ નોટિસ ફટકારી
calendar_today January 30, 2026

Vadodara News: વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ, ચૂંટણી લડતા ઉમેદવારને જ નોટિસ ફટકારી

વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી લડતા ઉમેદવારને જ નોટીસ ફટકારવામાં આવી છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને નોટીસ ફટકારાઈ છે. તેમણે ત્રણ વખત મનપાની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. પિતાની ઉંમર તેમના કરતાં 50 વર્ષ વધુ હોવાથી નોટીસ ફટકારાઈ છે. વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ આ અંગે ઉમેદવાર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, સરકાર અવાજ ઉઠાવનારને ડામવા માંગે છે. આજે બીએલઓ ત્રાસી ગયાં છે. હવે બીએલઓ મરશે તો સરકારને જવાબ આપવો ભારે પડશે. નેતાઓ નહીં સામાન્ય લોકો પણ પરેશાન છે. SIRના નામે લોકોની હેરાનગતિ બંધ કરો.આ પણ વાંચોઃ Surat : કીમ-માંડવી રોડ પર ટેમ્પો ચાલક બેફામ , ચાલકે ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો

Read Full Story arrow_forward
Dahod: ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરનાર ઝડપાયો
calendar_today January 30, 2026

Dahod: ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરનાર ઝડપાયો

દાહોદ પોલીસે એક યુવાનને ઝડપ્યો છે, જે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ નેટવર્ક પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરતો હતો. ફરિયાદ બાદ પોલીસે તરત કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપીને વડોદરા થી ઝડપી પાડ્યો. નારાયણ ભુરીયા નામનો આ યુવક, છુટક મજૂરી કરે છે સુથારવાસા ગામનો નારાયણ ભુરીયા નામનો આ યુવક, છુટક મજૂરી કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા આવ્યું છે. યુટ્યુબ પરથી શીખીને તેણે ત્રણ જેટલા સોશિયલ નેટવર્ક પર યુવતીઓના નામે ફેક આઈડી બનાવી યુટ્યુબ પરથી શીખીને તેણે ત્રણ જેટલા સોશિયલ નેટવર્ક પર યુવતીઓના નામે ફેક આઈડી બનાવી લોકોનેપરેશાન કરતો હતો. યુવતીએ લીમડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ઘટના દરમિયાન, ભોગ બનારી યુવતીએ લીમડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી. ઓનલાઇન પ્રવૃત્તિઓ પર ખાસ દેખરેખ રાખવી જોઈએ DYSPએ જણાવ્યું કે, આધુનિક યુગમાં સોશિયલ નેટવર્ક એટલું જ જરૂરી છે, જેટલું તેનો દુરુપયોગ વધી રહ્યો છે. માતા-પિતાએ પોતાના બાળકો મોબાઇલ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર ખાસ દેખરેખ રાખવી જોઈએ. આ પણ વાંચો---   DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward