Bavla: કેશરડી ગામે રેતી ખનન કરતા ઇસમો પર કાર્યવાહી
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેશરડી ગામે રોયલ્ટી ભર્યા વગર ખનીજ માફીયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહી હોવાની બાવળા મામલતદારને ફરિયાદો મળતા મામલતદાર અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક રેડ કરવામાં આવી હતી જેમાં 38 લાખના મુદ્દામાલ સાથે 1 ડમ્પર અને બે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું હતું બાવળા મામલતદાર રઘુવીરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તાલુકાના કેશરડી ગામે કેટલાક ઇસમો થોડી રોયલ્ટી લઈ દેવધોલેરા થી કેશરડી રોડ પર મોટાપાયે રેતી,માટી ખનન કરી રહ્યા છે ઉપરાંત તાલુકાના ઘણા ગામડાઓમાં માટી,રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ ફરી રહ્યા છે જેની કોઈ નંબરપ્લેટ પણ હોતી નથી જાણકારી મળતા ના.મા દિલજીતસિંહ જાડેજા સહિત એક ટીમ લઈ કેશરડી સીમમાં તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે રેતી ચાળવા માટે ચાયણો મૂકીને રેતી ખનન કરી રહ્યા હતા મામલતદારની ટીમ જોઈએ લોકો સાધનો મૂકી આમતેમ ભાગવા લાગ્યા હતા મામલતદાર દ્વારા કાર્યવાહીમાં રેતી ભરેલા 1 ડમ્પર અને બે ટ્રેક્ટર સહિત કુલ 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કેરાળા જીઆઈડીસી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો તમામ બનાવ અંગે અમદાવાદ ખાણખનિજ વિભાગમાં જાણ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward