android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયો હતો ગુજરાતનો ટેબ્લો,જ્યુરીઝ્ ચોઈસ સાથે રાજ્યને 4 વર્ષમાં 5 એવોર્ડ
calendar_today January 30, 2026

Gandhinagar News: પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયો હતો ગુજરાતનો ટેબ્લો,જ્યુરીઝ્ ચોઈસ સાથે રાજ્યને 4 વર્ષમાં 5 એવોર્ડ

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો. સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો આ પૂર્વે વર્ષ 2023માં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે રજૂ કરવામાં આવેલા ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત ટેબ્લોને પોપ્યુલર ચોઈસ શ્રેણીમાં એવોર્ડ સાથે શરૂ થયેલી આ વિજય પરંપરાને આગળ વધારતાં વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડની સાથે સાથે ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની ‘જ્યુરીઝ્ ચોઈસ’ શ્રેણીમાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો.સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ 2026નો આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે. આ પણ વાંચોઃ Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward
Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ પહેલા વસ્ત્રાલને મળી મોટી ભેટ, 58.68 કરોડના ખર્ચે ફૂટબોલ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર
calendar_today January 30, 2026

Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ પહેલા વસ્ત્રાલને મળી મોટી ભેટ, 58.68 કરોડના ખર્ચે ફૂટબોલ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહેલા અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલમાં અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ નવું સ્ટેડિયમ માત્ર ફૂટબોલ જ નહીં, પણ અન્ય અનેક રમતગમતો માટેનું મહત્વનું કેન્દ્ર બનશે.અત્યાધુનિક સુવિધાઓ અને વિશાળ ફેલાવોઆ સ્પોર્ટ્સ પ્રોજેક્ટની ખાસિયતો પર નજર કરીએ તો અંદાજિત ₹58.68 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થયો છે. કુલ 43,900 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આ સંકુલ ફેલાયેલું છે.આ સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ, ઈન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની રમતો માટે અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.કોમનવેલ્થ ગેમ્સ માટે મહત્વનું પગલુંઅમદાવાદમાં જે રીતે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, તે જોતા વસ્ત્રાલનું આ સ્ટેડિયમ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પ્રેક્ટિસ સેશન અથવા વિવિધ સ્પર્ધાઓ માટે ઉપયોગી સાબિત થશે. પૂર્વ અમદાવાદના રમતપ્રેમી યુવાનો માટે આ એક સુવર્ણ તક સમાન છે, જ્યાં તેમને આધુનિક કોમ્પ્લેક્સમાં તાલીમ લેવાની તક મળશે.આ પણ વાંચો: Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

Read Full Story arrow_forward
Ajit Pawarના પત્ની Sunetra Pawarનું મહારાષ્ટ્રના DyCM બનવાનું નક્કી, આવતીકાલે NCPની બેઠક
calendar_today January 30, 2026

Ajit Pawarના પત્ની Sunetra Pawarનું મહારાષ્ટ્રના DyCM બનવાનું નક્કી, આવતીકાલે NCPની બેઠક

સૂત્રોના કહ્યા મુજબ ,અજિત પવારના પત્ની સુનેત્રા પવારને આવતીકાલે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવી શકે છે. નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્તની માંગ અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો સુનેત્રા પવાર પદના શપથ લેશે, તો મહારાષ્ટ્રને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે. શુક્રવારે, NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી હતી. મુંબઇમાં યોજાશે બેઠક સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPના તમામ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક કાલે સવારે 11 વાગ્યે મુંબઈમાં યોજાશે. આ બેઠકમાં, સુનેત્રા પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે, ત્યારબાદ તેઓ સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શુક્રવારે, NCP નેતાઓ છગન ભુજબળ, સુનીલ તટકરે, ધનંજય મુંડે અને પ્રફુલ્લ પટેલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન બુધવારે અજિત પવારના અવસાન પછી, NCP સમર્થકો સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે જો સુનેત્રા નાયબ મુખ્યમંત્રી બને છે. તો અજિત પવાર સત્તામાં રહેશે. આ સાથે, NCP નેતાઓ માંગ કરી રહ્યા છે કે જે વિભાગો અજિત પવાર પાસે હતા તે સુનેત્રા પવારને આપવામાં આવે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward