android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli : વખતપુરા ગામની સીમમાંથી નવજાત શિશુ મળ્યું, યુવકોની સતર્કતાથી બચ્યો બાળકનો જીવ
calendar_today January 30, 2026

Aravalli : વખતપુરા ગામની સીમમાંથી નવજાત શિશુ મળ્યું, યુવકોની સતર્કતાથી બચ્યો બાળકનો જીવ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વખતપુરા ગામની સીમમાંથી નવજાત શિશુ મળવાની ઘટના સામે આવી છે. વખતપુરા ગામ પાસે આવેલા ખેતરમાંથી અંદાજે 2.5 કિલો વજનનું સ્વસ્થ નવજાત શિશુ મળી આવ્યું હતું.રડતા બાળકનો અવાજ સંભળાયો મળતી માહિતી મુજબ, રાહુલસિંહ મકવાણા સહિત 8 જેટલા યુવાનો ખેતર વિસ્તારમાં હતા, ત્યારે તેમને રડતા બાળકનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં તપાસ કરતાં ખેતરમાં પડેલું નવજાત શિશુ મળ્યું હતું. બાળકને બચાવી ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું યુવકોએ તત્કાળ માનવતા દાખવી તાત્કાલિક બાળકને બચાવી ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું હતું જ્યાં હાજર ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.  ધનસુરા પોલીસને જાણ કરાઇ ઘટનાની જાણ થતાં રામપુરા પંચાયતના જીતેન્દ્રસિંહ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાથે જ ધનસુરા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  બાળકને કોણ અને શા માટે ત્યાં મૂકી ગયું તે દિશામાં પોલીસની તપાસ હાલ બાળકને કોણ અને શા માટે ત્યાં મૂકી ગયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી છે.

Read Full Story arrow_forward
Surendranagar News: એ એ ધડામ! પાણીની ટાંકી ધરાશાયી કરવામાં પણ બેદરકારી
calendar_today January 30, 2026

Surendranagar News: એ એ ધડામ! પાણીની ટાંકી ધરાશાયી કરવામાં પણ બેદરકારી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની ટાંકી ધરાશાયી કરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષાના નિયમોને નેવે મુકીને કામગીરી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના લખતર શહેરના બસ સ્ટેશન નજીક બની હતી, જ્યા પાણીની ટાંકી જર્જરિત થઈ જવાને કારણે ધરાશાયી કરવામાં આવી હતી. લખતર તંત્રની આળસ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી ક્યારેક નિર્દોષ લોકોનો ભોગ લઈ શકે છે, જેનો જીવતો જાગતો પુરાવો લખતરમાં જોવા મળ્યો હતો.સેફ્ટી વગર મજૂરો જોખમમાં લખતર બસ સ્ટેન્ડ નજીક આવેલી અંદાજે 30 વર્ષ જૂની અને અતિ જર્જરિત પાણીની ટાંકીને આજે ધરાશાયી કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન જે પ્રકારની બેદરકારી જોવા મળી તે ખરેખર ચોંકાવનારી હતી. માત્ર રૂપિયા 12,000 માં ટાંકી તોડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષાના નામે અહીં ‘મીંડું’ જોવા મળ્યું હતું. ટાંકી પાડવાની કામગીરી કરી રહેલા મજૂરો પાસે કોઈ પણ જાતના સેફ્ટી સાધનો (હેલ્મેટ, જેકેટ કે સુરક્ષા બેલ્ટ) નહોતા. ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરે જાણે મજૂરોના જીવની કોઈ કિંમત જ ન હોય તેમ કામ શરૂ કરાવી દીધું હતું. આ સાથે રસ્તો પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો ન હતો.મામલતદારની સમયસૂચકતા અને પોલીસનો બંદોબસ્ત ટાંકી જે સમયે પાડવાની હતી તે સાંજના પાંચ વાગ્યાનો સમય હતો, જ્યારે સ્કૂલના બાળકો અને વાહનચાલકોની અવરજવર સૌથી વધુ હોય છે. પંચાયત કે કોન્ટ્રાક્ટરે પોલીસ કે મામલતદારને જાણ કરવાની પણ તસ્દી લીધી ન હતી. અંતે એક જાગૃત નાગરિકે મામલતદારને ફોન દ્વારા જાણ કરી હતી. મામલતદારે તાત્કાલિક એક્શનમાં આવી પોલીસને જાણ કરતા, જીઆરડી જવાનોએ રસ્તો બ્લોક કર્યો હતો. જો જાગૃત નાગરિક અને મામલતદારે સમયસર રસ્તો બંધ ન કરાવ્યો હોત, તો ટાંકી પડતી વખતે મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. ત્રણ કલાકની જહેમત બાદ ટાંકી ધરાશાયી થઈ હતી, પરંતુ આ ઘટનાએ પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Lakhtar: રેલવે સ્ટેશનનો રૂ. 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ

Read Full Story arrow_forward
Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા
calendar_today January 30, 2026

Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ-રણાસર હાઈવે પર આવેલી એક મોટી કાપડ ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ગાડીના સીટ કવર માટે વપરાતું કાપડ બનાવતી બી.એમ.ડી. (BMD) પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ગાંભોઈ-રણાસર હાઈવે પર કાપડ ફેક્ટરીમાં આગ મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં રાખવામાં આવેલો કાપડનો જથ્થો અત્યંત જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આગ એટલી ભીષણ છે કે આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ જથ્થો વધુ હોવાથી આગ હજુ પણ યથાવત છે.શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટનાની આશંકાપ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ હિંમતનગર અને મોડાસાથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાની કામગીરી હાથ ધરી છે.આ પણ વાંચો: Rajkot: એરિયસના બિલ પાસ કરવા 45 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત 3 ઝડપાયા

Read Full Story arrow_forward