android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News: ભવનાથ મંદિરમાં વહીવટદાર સામે રાજુગીરી બાપુનો ગંભીર આક્ષેપ, ઉપવાસ આંદોલનની ચીમકી
calendar_today January 30, 2026

Junagadh News: ભવનાથ મંદિરમાં વહીવટદાર સામે રાજુગીરી બાપુનો ગંભીર આક્ષેપ, ઉપવાસ આંદોલનની ચીમકી

જૂનાગઢમાં ગઈ કાલે ભવનાથના સાધુ શિવગીરીને તડીપાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ પર સતત હુમલો કરવા અને સમગ્ર વિસ્તારના લોકોમાં તેનો ભય હોવાથી ગઈકાલે શિવગીરી સાધુની ધરપકડ કરવામાં આવી હતી. હવે ભવનાથ મંદિરમાં વહીવટદારની મનમાનીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજુગીરી બાપુએ વહીવટદાર સામે પ્રવેશદ્વાર પરથી રઘુનાથ દ્વારનું બોર્ડ હટાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભવનાથમાં વહીવટદારની મનમાની સામે આક્રોશ ભવનાથ મંદિરના રાજુગીરી બાપુએ આક્ષેપ કર્યો હતો કે, તંત્રની મિલીભગતથી મંદિરની કચેરી તોડાઈ છે. હકાલપટ્ટી કરવામાં આવેલા શખ્સો હજુ પૂજા કરે છે. હરિગીરીના ચેલાઓ કયા હકથી આરતી કરે છે. ભ્રષ્ટ તંત્ર સામે ન્યાય માંગતા રાજુગીરી બાપુએ ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભવનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા સંતોમાં ભારે રોષ ફેલાયો છે. આ પણ વાંચોઃ Ahmedabad News : તો શું મોટા ઉપાડે કરેલો ફ્લાવર શો ફ્લોપ ગયો? જાણો 17 કરોડના ખર્ચ સામે કેટલી આવક થઈ

Read Full Story arrow_forward
Sanitary Pad School: વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલોમાં અલગ બાથરૂમ અને સેનેટરી પેડની વ્યવસ્થા કરો: SC
calendar_today January 30, 2026

Sanitary Pad School: વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલોમાં અલગ બાથરૂમ અને સેનેટરી પેડની વ્યવસ્થા કરો: SC

લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો. આજે, કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો, જેમાં તમામ સરકારોને અલગ શૌચાલય અને સેનિટરી પેડ પૂરા પાડવાનો આદેશ કરાયો છે. ત્રણ મહિનાની અંદર આદેશનું પાલન કરવું સુપ્રીમ કોર્ટે શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ અંગે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે બધી સરકારી અને ખાનગી શાળાઓએ મહિલા વિદ્યાર્થીઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ પૂરા પાડવા જોઈએ. બધી સરકારોને ત્રણ મહિનાની અંદર આ આદેશનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં શાળાઓમાં માસિક સ્રાવ દરમિયાન છોકરીઓને થતી સમસ્યાઓને સંબોધતી અરજીમાંથી આવ્યો છે. આદેશમાં અન્ય મુદ્દાઓ પણ રજૂ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણની કલમ 21 હેઠળ ગેરંટી આપવામાં આવેલ જીવનના અધિકારમાં માસિક સ્રાવના સ્વાસ્થ્યનો અધિકાર શામેલ છે. આ મહત્વપૂર્ણ અવલોકન સાથે, કોર્ટે તેના આદેશમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય ફક્ત સિસ્ટમમાં રહેલા લોકો માટે જ નહીં, પરંતુ એવા વર્ગખંડો માટે પણ છે જ્યાં છોકરીઓ મદદ લેવાથી અચકાય છે. આ આદેશ એવા શિક્ષકોને પણ લાગુ પડે છે જેઓ મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે તેમ કરી શકતા નથી. માતા-પિતા માટે પણ છે આદેશઃ SC સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ એવા માતાપિતા માટે પણ છે જેમને કદાચ તેમના મૌનની અસરનો ખ્યાલ નથી, અને સમગ્ર સમાજ માટે, એ દર્શાવવા માટે કે પ્રગતિ આપણે સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કેવી રીતે કરીએ છીએ તેના દ્વારા માપવામાં આવે છે. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, અમે આ સંદેશ દરેક એવી છોકરીને મોકલવા માંગીએ છીએ જે શાળાએ જઈ શકતી નથી. કારણ કે, તેના શરીરને બોજ માનવામાં આવે છે. અલગ શૌચાલય અને પાણીની સુવિધાઓ જરુરી બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે દરેક સરકારી અને ખાનગી શાળામાં લિંગ-અલગ શૌચાલય અને પાણીની સુવિધાઓ હોય. બધી નવી શાળાઓમાં ગોપનીયતા સુનિશ્ચિત કરવી જોઈએ. જેમાં અપંગ વ્યક્તિઓના અધિકારોનો આદર કરવો પણ શામેલ છે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે દરેક શાળાના શૌચાલય સંકુલમાં બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ ઉપલબ્ધ હોય. માસિક સ્રાવની કટોકટીનો સામનો કરવા માટે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન કેન્દ્રો સ્થાપિત કરવા જોઈએ. આ પણ વાંચોઃ Bangladeshએ Chinaની ડ્રોન ફેક્ટ્રી બનાવવા માટે ભારતનો SEZ કર્યો રદ્દ, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું સઘન સર્ચ ઓપરેશન
calendar_today January 30, 2026

Gujarat Latest News Live : પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું સઘન સર્ચ ઓપરેશન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward