android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : તો શું મોટા ઉપાડે કરેલો ફ્લાવર શો ફ્લોપ ગયો? જાણો 17 કરોડના ખર્ચ સામે કેટલી આવક થઈ
calendar_today January 30, 2026

Ahmedabad News : તો શું મોટા ઉપાડે કરેલો ફ્લાવર શો ફ્લોપ ગયો? જાણો 17 કરોડના ખર્ચ સામે કેટલી આવક થઈ

અમદાવાદમાં મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે પહેલી જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણની રજાઓમાં અનેક લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ વખતના ફ્લાવર શોએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતાં. હવે ફ્લાવર શો પૂર્ણ થયો છે અને મહાનગર પાલિકા દ્વારા તેમાંથી થયેલી આવકના આંકડા જાહેર કર્યા છે. ફલાવર શોમાં 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલો ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. સતત બે વખત તેની સમયમર્યાદા લંબાવાઈ હોવા છતાં આવકના આંકડા ચોંકવનારા છે. ફલાવર શોમાં 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે 11.61 કરોડની આવક થવા પામી હતી. મહાનગર પાલિકાને ટિકિટથી આ ફ્લાવર શોની 8.41 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સ્ટોલમાંથી 1.27 કરોડની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 10.81 લાખ લોકો ઉમટી પડ્યા હતાં. આ વર્ષે વૃક્ષના રોપા મહાનગર પાલિકા દ્વારા વેચાણ અર્થે નહીં આપવામાં આવે. ફ્લાવર શોમાં મુકાયેલા રોપા AMCના બગીચામાં મુકવામાં આવશે. આ પણ વાંચોઃ Ahmedabad : શાહિબાગ અંડરપાસ 6 દિવસ માટે બંધ, 23થી 28 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર બંધ

Read Full Story arrow_forward
Ahmedabad: સગીરાની છેડતીના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ, કોર્ટે કહ્યું- આવા નરાધમો સમાજ માટે જોખમ
calendar_today January 30, 2026

Ahmedabad: સગીરાની છેડતીના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ, કોર્ટે કહ્યું- આવા નરાધમો સમાજ માટે જોખમ

શહેરના ખોખરા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી એક શરમનાક ઘટનામાં અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સગીરા સાથે તેના જ ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી જગદીશ ઠાકોરને કોર્ટે તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.સગીરાની છેડતીના કેસમાં 10 વર્ષની સજા આ કેસની વિગત મુજબ, 13 માર્ચ 2021ના રોજ ખોખરા પોલીસ સ્ટેશનમાં આરોપી જગદીશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ સગીરાના ઘરમાં ઘૂસી તેની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાં કર્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનારના પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરી હતી.કોર્ટનું કડક અવલોકનસજા સંભળાવતી વખતે પોક્સો કોર્ટે અત્યંત ગંભીર અને ટાંકવા લાયક અવલોકન કર્યું હતું. કોર્ટે જણાવ્યું કે "દુષ્કર્મ કે તેના પ્રયાસ જેવા કેસમાં સંડોવાયેલા આરોપીઓને જો સમાજમાં છૂટા મૂકવામાં આવે, તો તે સમગ્ર સભ્ય સમાજ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. આવા કિસ્સાઓમાં ન્યાયતંત્રએ કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.પુરાવા અને સાક્ષીઓની કડીઆ કેસને મજબૂત બનાવવા માટે સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તપાસ દરમિયાન10થી વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.ભોગ બનનાર સગીરાની જુબાની સૌથી મહત્વનો પુરાવો બની રહી હતી.મેડિકલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.આ પણ વાંચો:સણવલ્લામાં પાવર ગ્રીડની કામગીરી મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે દેખાવકારોની અટકાયત કરતા મામલો બિચક્યો

Read Full Story arrow_forward
Rajkot: એરિયસના બિલ પાસ કરવા 45 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત 3 ઝડપાયા
calendar_today January 30, 2026

Rajkot: એરિયસના બિલ પાસ કરવા 45 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત 3 ઝડપાયા

રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત ત્રણ શખ્સોને ₹45,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં ખાસ વાત એ છે કે લાંચના નેટવર્કમાં એક નિવૃત્ત અધિકારી અને પટાવાળાની સંડોવણી પણ સામે આવી છે.ત્રણ શખ્સો 45,000ની લાંચ લેતા ઝડપાયાફરિયાદીના એરિયસના બાકી બિલ મંજૂર કરાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા. ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ રવિ કુમાર સુરેશકુમાર જાગીડ દ્વારા બિલ મંજૂર કરવાના બદલામાં કુલ રકમના 20 ટકા લેખે લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંબી રકઝક બાદ અંતે ₹45,000માં સોદો નક્કી થયો હતો.ACBની જાળ અને ધરપકડફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ગિરનાર સિનેમા પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન રવિ કુમાર જાગીડ લાંચ લેતા પકડાઈ ગયા હતા. તપાસ દરમિયાન તેમની સાથે અન્ય બે શખ્સોની સંડોવણી પણ ખુલી હતી.શૈલેષ કે. ચૌહાણ નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર,અક્ષય વાગડિયા ઇન્કમટેક્સ ઓફિસનો પટાવાળો.આ ત્રણેય શખ્સો લાંચના નેટવર્કનો ભાગ બનીને ફરિયાદી પાસેથી નાણાં પડાવવા પહોંચ્યા હતા, જ્યાં ACBએ તેમને દબોચી લીધા હતા.આ પણ વાંચો: સગીરાની છેડતીના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ, કોર્ટે કહ્યું- આવા નરાધમો સમાજ માટે જોખમ

Read Full Story arrow_forward