android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: સેટેલાઇટમાં ડૉક્ટરના બંધ બંગલામાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને ઝડપ્યા
calendar_today January 30, 2026

Ahmedabad: સેટેલાઇટમાં ડૉક્ટરના બંધ બંગલામાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને ઝડપ્યા

શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં ગત ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.પરિવાર દુબઈ હતો અને તસ્કરોએ હાથ સાફ કર્યોમાણેકબાગ સોસાયટીમાં રહેતા જાણીતા ડૉક્ટર અને તેમનો પરિવાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે 16 જાન્યુઆરીના રોજ દુબઈ ફરવા ગયો હતો. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓ રિક્ષા લઈને આવ્યા હતા અને આશરે એકથી દોઢ કલાક સુધી ઘરમાં રહીને સેફ લોકર તોડ્યું હતું. લોકરમાંથી 203.5 તોલા સોનાના દાગીના, ડાયમંડના ઘરેણાં અને ₹45 લાખ રોકડ મળી કુલ ₹1.47 કરોડની મતાની ચોરી કરી હતી.પુરાવા નાશ કરવા DVR નદીમાં ફેંક્યુંશાતિર તસ્કરોએ ઓળખ છુપાવવા માટે ઘરના સીસીટીવી કેમેરાનું DVR (ડિજિટલ વિડિયો રેકોર્ડર) પણ ચોરી લીધું હતું અને બાદમાં તેને સાબરમતી નદીમાં ફેંકી દીધું હતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આસપાસના રસ્તાઓના 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા.આ પણ વાંચો: Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા

Read Full Story arrow_forward
ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું સફળ સંચાલન, જુઓ Photos
calendar_today January 30, 2026

ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું સફળ સંચાલન, જુઓ Photos

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે તારીખ 30 જાન્યુઆરીના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD), સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)–ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં આ નવીન પહેલ અંગે વિગતવાર માહિતી આપી હતી.

Read Full Story arrow_forward
Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો
calendar_today January 30, 2026

Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહરણ થયેલા બાળકને વડોદરા રેલવે પોલીસે શોધી કાઢી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે. આ બનાવ 28 જાન્યુઆરીનો છે, જ્યારે બાળક પોતાના પિતા સાથે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉભો હતો.પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા માહિતી અનુસાર, પ્લેટફોર્મ નંબર 1 પર પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા. આ દરમિયાન પિતા થોડા સમય માટે સૂઈ ગયા હતા, ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકને ભોળવીને તેને લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસી ટીવી ચેક કર્યા આ મામલે તુરત જ રેલવે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે સીસી ટીવી ચેક કર્યા હતા જેમાં અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. બાળક હાલોલ બસ મથક પાસે હોવાની જાણ થઇ તપાસમાં ખબર પડી કે બાળક હાલોલ બસ મથક પાસે છે. રેલવે પોલીસે ઘટનાની ઝડપી તપાસમાં અપહરણકાર અનિલ બારીયાને ઝડપી પાડ્યો અને બાળકને મુક્ત કરાવી, પછી પરિવારને સોંપ્યો. પોલીસ કામગીરીની પ્રશંસા પોલીસે હાલોલમાં તપાસ કરીને અપહરણકાર સાથે બાળકને ઝડપી લીધો હતો અને બાળકને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો હતો. પરિવારે પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે.આ પણ વાંચો----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward