android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: સાંસદ ગેનીબેનના ગ્રામજનોની દારૂની હેરાફેરી અટકાવવા પોલીસને રજૂઆત, જનતા રેડની ચીમકી
calendar_today January 30, 2026

Banaskantha News: સાંસદ ગેનીબેનના ગ્રામજનોની દારૂની હેરાફેરી અટકાવવા પોલીસને રજૂઆત, જનતા રેડની ચીમકી

બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વારંવાર દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા રહે છે. તેમના ગામમાં સ્વેચ્છાએ દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના આગેવાનો સાથે તેમણે ભાભર પોલીસ સ્ટેશનમાં DySP અને PIને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમણે દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી હતી. અબાસણા ગામમાં સ્વેચ્છાએ દારૂબંધીનો નિર્ણય બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણામાં લોકો દ્વારા સ્વેચ્છાએ દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ ગેનીબેનની આગેવાનીમાં અબાસણા તેમજ ભીમબોરડી ગામના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં અને ભાભર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. બંને ગામના આગેવાનોએ સ્વેચ્છાએ ગામમાં દારૂબંધીના નિર્ણયને લઈને ભાભર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું. ગામના આગેવાનો દ્વારા દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી છે. ગ્રામજનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી દારૂની હેરાફેરી અટકાવી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરી પોલીસને જાણ કરાશે. આ પણ વાંચોઃ Bharuch news: દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે કરાવાયું કડિયા કામ

Read Full Story arrow_forward
Surat: મેટ્રોની કામગીરી અને વધતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા વિકટ; મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે યોજાશે બેઠક
calendar_today January 30, 2026

Surat: મેટ્રોની કામગીરી અને વધતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા વિકટ; મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે યોજાશે બેઠક

સુરત શહેરમાં હાલ વિકાસલક્ષી કાર્યોની હારમાળા ચાલી રહી છે, પરંતુ તેની બીજી બાજુ શહેરીજનો ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરે એક મહત્વનું નિવેદન આપતા સ્વીકાર્યું છે કે શહેરનો ઝડપી વસ્તી વધારો અને મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી અત્યારે વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની રહી છે.વસ્તી વધારો અને મેટ્રોની કામગીરી મુખ્ય કારણકમિશનરે જણાવ્યું હતું કે, સુરત એક એવું શહેર છે જ્યાં દર વર્ષે વસ્તીમાં મોટો ઉછાળો જોવા મળે છે. વધતી વસ્તીની સાથે વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાલમાં શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાથી ઘણા મુખ્ય માર્ગો સાંકડા બન્યા છે અથવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની છે.પોલીસ અને પાલિકા વચ્ચે સંકલનટ્રાફિકની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર હવે શહેર પોલીસ કમિશનર સાથે ખાસ બેઠક યોજશે. આ બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.ટ્રાફિકના બોટલનેક પોઈન્ટ્સ (જ્યાં વધુ જામ થાય છે) ઓળખવા.મેટ્રોની કામગીરી દરમિયાન વૈકલ્પિક રસ્તાઓનું વ્યવસ્થાપન કરવું.પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસ અને પાલિકાના માર્શલોનું સંકલન વધારવું.આ પણ વાંચો: Dahod: બાઈકની ડીકી તોડી 2.75 લાખની ઉઠાંતરી કરી બે ગઠિયા ફરાર

Read Full Story arrow_forward
Rajkot : ઈતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, જંગલેશ્વરના મકાનો તોડાશે, 4500 પરિવારો બેઘર થવાની તૈયારીમાં
calendar_today January 30, 2026

Rajkot : ઈતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, જંગલેશ્વરના મકાનો તોડાશે, 4500 પરિવારો બેઘર થવાની તૈયારીમાં

રાજકોટના જંગલેશ્વરમાં શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે. 1358 બાંધકામો તોડી પાડવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે ત્યારે જંગલેશ્વરના રહેવાસીઓ માટે ઘર સાથે આખી દુનિયા લૂંટાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે1358 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માસ્ટર પ્લાન તૈયાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહીશો અત્યારે એક ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વહીવટી તંત્રે આ વિસ્તારમાં 1358 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. કલેક્ટર તંત્ર દ્વારા રહેવાસીઓને અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે. વર્ષોથી અહીં વસેલા લોકો માટે હવે ઘર સાથે આખી દુનિયા લૂંટાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર પથ્થરોનું બાંધકામ તોડવાની વાત નથી, પણ 20 હજારથી વધુ લોકોના અસ્તિત્વનો સવાલ છે. 5000 જેટલા બાળકોના શિક્ષણ પર જોખમ આ ડિમોલેશનની સૌથી મોટી અને માઠી અસર જો કોઈને થવાની હોય તો તે છે બાળકો. આ વિસ્તારમાં રહેતા આશરે 5000 જેટલા બાળકોના શિક્ષણ પર જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ જે અત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોવા જોઈએ, તેમના મનમાં આજે પોતાના ઘર બચાવવાની ચિંતા છે. શિક્ષણની સાથે-સાથે આ પરિવારો સામે રોજગારી અને આરોગ્યના પ્રશ્નો પણ વિકરાળ બનીને ઉભા છે. વિશાળ સમુદાયના પુનઃવસન અંગે હજુ પણ અનેક સવાલો આ વિસ્તારમાં અનેક એવી વિધવા અને નિરાધાર મહિલાઓ છે જેમના માટે આ ઘર જ એકમાત્ર આશરો હતો. કલેક્ટર તંત્ર પોલીસ બંદોબસ્ત મળ્યે કાર્યવાહી કરવા મક્કમ છે, ત્યારે માનવીય દ્રષ્ટિકોણથી આટલા વિશાળ સમુદાયના પુનઃવસન અંગે હજુ પણ અનેક સવાલો વણઉકલ્યા છે. શું તંત્ર આટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા આપશે? કે પછી હજારો લોકો મધરાતે રસ્તા પર આવી જશે? તંત્ર આ દબાણ દૂર કરવા માટે એકદમ મક્કમ રાજકોટ કલેક્ટર તંત્ર આ દબાણ દૂર કરવા માટે એકદમ મક્કમ છે અને પોલીસ ફોર્સની માંગણી પણ કરી લેવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આટલા મોટા પાયે થનારા ડિમોલેશન બાદ જંગલેશ્વરના 20 હજાર લોકોનું ભવિષ્ય શું હશે?આ પણ વાંચો-----     DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward