android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : કુખ્યાત ભરત રબારી ગેંગ પર ‘ગુજસીટોક’નો સકંજો, કરોડોનો સટ્ટો અને જમીન પચાવી પાડવાના નેટવર્કનો પર્દાફાશ
calendar_today January 30, 2026

Gujarat Latest News Live : કુખ્યાત ભરત રબારી ગેંગ પર ‘ગુજસીટોક’નો સકંજો, કરોડોનો સટ્ટો અને જમીન પચાવી પાડવાના નેટવર્કનો પર્દાફાશ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Dahod: બાઈકની ડીકી તોડી 2.75 લાખની ઉઠાંતરી કરી બે ગઠિયા ફરાર
calendar_today January 30, 2026

Dahod: બાઈકની ડીકી તોડી 2.75 લાખની ઉઠાંતરી કરી બે ગઠિયા ફરાર

દાહોદ શહેરના ધમધમતા એવા 'ચાર થાંભલા' વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયાઓ પાર્ક કરેલી બાઈકની ડીકીમાંથી ₹2.75 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી પળવારમાં રફૂચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ધોળા દિવસે 2.75 લાખની રોકડ રકમની ઉઠાંતરી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વ્યક્તિ પોતાની બાઈકની ડીકીમાં લાખોની રોકડ રકમ લઈને ચાર થાંભલા વિસ્તારમાં આવ્યા હતા. તેમણે પોતાની બાઈક રસ્તા પર પાર્ક કરી અને કોઈ અંગત કામ અર્થે નજીકમાં ગયા હતા. આ તકનો લાભ લઈને ત્યાં પહેલેથી જ રેકી કરી રહેલા બાઈક સવાર બે ગઠિયાઓ ત્રાટક્યા હતા.તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક બાઈકની ડીકી ખોલી તેમાં રાખેલા ₹2.75 લાખ રોકડા કાઢી લીધા હતા અને પોતાની બાઈક પર બેસીને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. જ્યારે બાઈક માલિક પરત ફર્યા ત્યારે ડીકી ખુલ્લી જોઈ અને નાણાં ગાયબ હોવાનું જણાતા તેમના હોશ ઉડી ગયા હતા.પોલીસ તપાસ અને CCTV ફૂટેજચોરીની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા બે શખ્સો ચોરી કરીને ભાગતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પોલીસે આ ફૂટેજના આધારે ગઠિયાઓનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Gandhinagar: ઈમેઈલ સ્પુફિંગ દ્વારા ફાર્મા કંપની સાથે 10.80 લાખની ઓનલાઈન ઠગાઈ

Read Full Story arrow_forward
Ahmedabad News: દર્શનના બહાને આવેલી મહિલાએ કરી કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી
calendar_today January 30, 2026

Ahmedabad News: દર્શનના બહાને આવેલી મહિલાએ કરી કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં એક મહિલાએ દર્શનના બહાને ચોરીની ઘટનાને અંજામ આપતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.દર્શન કરવા આવી અને મુગટ લઈ ગઈ! ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા રાયખડ વિસ્તારના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં એક અજાણી મહિલા શ્રદ્ધાળુ બનીને પ્રવેશી હતી. પ્રથમ તેણે ભક્તિભાવથી દર્શન કરવાનો ઢોંગ કર્યો અને ત્યારબાદ તક મળતા જ ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પરથી ચાંદીનો મુગટ સેરવી લીધો હતો. આ મહિલાએ અત્યંત સાતિર રીતે ચોરીને અંજામ આપ્યો અને કોઈને શંકા જાય તે પહેલાં મંદિરની બહાર નીકળી ગઈ હતી. CCTV માં કેદ થઈ કરતૂત મંદિરના ટ્રસ્ટીઓને જ્યારે ચોરીની જાણ થઈ ત્યારે તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મહિલા કઈ રીતે દર્શનના બહાને ચોરી કરી રહી છે. આ મામલે તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલા આરોપીની ઓળખ કરવા અને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Ahmedabad News : દારૂની બોટલો બાદ 'ગેરહાજર સ્ટાફ'નો નવો વિવાદ, NSUI એ ઓફિસમાં કરી તાળાંબંધી!

Read Full Story arrow_forward