android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gondal હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃત થયેલાની ઓળખ થઈ, ચેસિસ નંબર અને પર્સ બની ઓળખના સાધન
calendar_today January 30, 2026

Gondal હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃત થયેલાની ઓળખ થઈ, ચેસિસ નંબર અને પર્સ બની ઓળખના સાધન

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર પુલ પરથી નીચે ઉતરતા સમયે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પલટી ખાઈ ગયા બાદ મૃતકોના દેહ ક્ષત-વિક્ષત થઈ ગયા હતા, જેથી તાત્કાલિક ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જોકે, પોલીસે કારના ચેસિસ નંબર અને સ્થળ પરથી મળી આવેલા પર્સના આધારે મૃતકોની પ્રાથમિક ઓળખ સ્થાપિત કરી છે.ભીષણ કાર અકસ્માત અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. લાશની સ્થિતિ ગંભીર હોવાથી ઓળખની પુષ્ટિ કરવા માટે મૃતદેહોને રાજકોટ FSL (Forensic Science Laboratory) ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે શું આ અકસ્માત ઓવરસ્પીડને કારણે થયો હતો કે કોઈ ટેકનિકલ ખામીને લીધે. ગોંડલ હાઈવે પર સર્જાયેલી આ ઘટનાથી મુસાફરો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પણ વાંચો : Amreli News : જિલ્લામાં સાયબર ઠગાઈનો આતંક, APK ફાઈલ અને RTOના નામે 14 લાખથી વધુની ઉઠાંતરી

Read Full Story arrow_forward
Rajkot News: શહેરમા ટ્રાફિકના નિવારણ માટે સરવે કરાશે, 24 કલાકમાં પેન્ડિંગ ફાઈલોનો નિકાલ થશે: મ્યુનિસિપલ કમિશનર
calendar_today January 30, 2026

Rajkot News: શહેરમા ટ્રાફિકના નિવારણ માટે સરવે કરાશે, 24 કલાકમાં પેન્ડિંગ ફાઈલોનો નિકાલ થશે: મ્યુનિસિપલ કમિશનર

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની આઠ મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ગાંધીનગર ના પહોંચવી જોઈએ તેવી કડક સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ આગામી 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થઈ ગયાં છે. અધિકારીઓ અને સંબંધિત વિભાગોને સૂચના રાજકોટ શહેરના ટ્રાફિક, પેન્ડિંગ કામો અને નાગરિકોની ફરિયાદો સહિતના મુદ્દાઓને લઈને મ્યુનિસિપલ કમિશ્રર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, ટ્રાફિક નિવારણ માટે મહાનગર પાલિકા દ્વારા સરવે કરવામાં આવશે. થર્ડ પાર્ટી ઈન્સપેક્શન પર પણ ખાસ ભાર અપાશે. આગામી 24 કલાકમાં પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવા અધિકારીઓ અને સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક ઘટાડવા માટે જરૂરી પ્લાન તૈયાર કરાશે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, શહેરના ટ્રાફિકને લઈને ખાસ આયોજન છે. જ્યાં જ્યાં પીક અવર્સમાં ટ્રાફિક થાય છે તે પોઈન્ટની ઓળખ કરાશે. ટ્રાફિક ઘટાડવા માટે જરૂરી પ્લાન તૈયાર કરાશે. ટ્રાફિક સાથે સ્વચ્છતા અને નાગરીકોની ફરિયાદોના નિકાસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના નાગરીકોની રોજની 10 ફરિયાદોનું નિરાકરણ કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રૂબરૂ નાગરિકોને મળશે. આગામી દિવસોમાં શહેરમાં મોટો બદલાવ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Banaskantha News: સાંસદ ગેનીબેનના ગ્રામજનોની દારૂની હેરાફેરી અટકાવવા પોલીસને રજૂઆત, જનતા રેડની ચીમકી

Read Full Story arrow_forward
Dahod : આંબા ગામે ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલ ચોરી, 5 લાખથી વધુની કિંમતના સળિયા ગાયબ, 3 આરોપી ઝડપાયા
calendar_today January 30, 2026

Dahod : આંબા ગામે ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલ ચોરી, 5 લાખથી વધુની કિંમતના સળિયા ગાયબ, 3 આરોપી ઝડપાયા

દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર અંતર્ગત ચાલી રહેલા ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલના સળિયાની ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. દાહોદ તાલુકાના આંબા ગામ નજીક ભારતમાળા પ્રોજેક્ટના રોડ કામ પાસેથી રૂ. 5 લાખથી વધુ કિંમતના સ્ટીલના સળિયા ચોરી ગયા હોવાનું બહાર આવ્યું છે.આશરે 8 હજાર કિલો સ્ટીલના સળિયા ચોરાયા હતા મળતી માહિતી મુજબ દિલ્હી–મુંબઈ કોરિડોરના પેકેજ નંબર 26 હેઠળ ચાલી રહેલા કામમાંથી આશરે 8 હજાર કિલો સ્ટીલના સળિયા ચોરાયા હતા. ચોરી કરાયેલા સળિયા બાદમાં ચોરોએ સ્થાનિક સળિયા ભંગારમાં વેચી નાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે સ્ટીલના સળિયા ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી આ મામલે લીમડી પોલીસે કાર્યવાહી કરી સ્ટીલના સળિયા ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે રૂ. 5.20 લાખની કિંમતના સ્ટીલના સળિયા સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી છે. પેટા કોન્ટ્રાક્ટર આશાપુરા પ્રા. લિ. કંપનીના સુપરવાઇઝરની પણ ચોરીમાં મીલીભગત પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે ભારતમાળા પ્રોજેક્ટમાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે કાર્યરત આશાપુરા પ્રા. લિ. કંપનીના સુપરવાઇઝરની પણ આ ચોરીમાં મીલીભગત હોવાનું સામે આવ્યું છે. જોકે, ચોરીમાં સંડોવાયેલો સુપરવાઇઝર હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ફરાર સુપરવાઇઝરની શોધખોળ પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, તેમજ ફરાર સુપરવાઇઝરની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે.આ પણ વાંચો----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward