Banaskantha : પાલનપુર નગરપાલિકાની અંતિમ સાધારણ સભા મળી, વિકાસના અનેક કામોને મંજૂરી
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર નગરપાલિકાની આજે અંતિમ સાધારણ સભા મળી હતી.નગરપાલિકાની મુદત આગામી 7 માર્ચના રોજ પૂર્ણ થવા જઈ રહી છે, તે પહેલા યોજાયેલી આ અંતિમ સાધારણ સભામાં શહેરના વિકાસ કામોને લઈ શાશક પક્ષ અને વિપક્ષ ગરમ માહોલ જોવા મળ્યો હતો.ટર્મની અંતિમ સાધારણ સભા મળી પાલનપુર નગર પાલિકામાં આજે ટર્મની અંતિમ સાધારણ સભા મળી. જેમાં શહેરના વિકાસ અને શહેરને સ્માર્ટ સીટી બનાવવાના વચનો વચ્ચે પાલિકા અને વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ પણ સર્જાયો હતો. વિકાસના અનેક કામોને મંજૂરી પાલિકા ના સતાધીશો નું કહેવું છે કે નગરપાલિકાની આ સાધારણ સભામાં શહેરના વિકાસના અનેક કામોને મંજૂરી આપવામાં આવી છે.અને આ કામો સમયસર પૂર્ણ કરવામાં આવશે. સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે સેનિટેશન, બાંધકામ, ટ્રાન્સપોર્ટ શાખા સહિત વિવિધ વિકાસ કામોની ચર્ચા કરીને બહાલી આપવામાં આવી છે.શહેરમાં સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે અને સફાઈ એજન્સી દ્વારા વધુ અસરકારક રીતે કામ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ પણ વાંચો---- DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ
Read Full Story arrow_forward