android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch news: દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે કરાવાયું કડિયા કામ
calendar_today January 30, 2026

Bharuch news: દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે કરાવાયું કડિયા કામ

સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણની વાતો કરતી સરકારના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક શાળામાં બાળકો શાળાના સમય દરમિયાન કડિયા કામ કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન એક શિક્ષક દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું પણ વીડિયોમાં જોઈ શકાય છે. બાળકો પાસે ક્ષમતા કરતા વધુ કામ કરાવવાનો અને શાળામાં શિક્ષણ સમયે આવી રીતે કડિયા કામ કરાવતા વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.ભરૂચની દયાદરા પ્રાથમિક શાળાનો વીડિયો થયો વાયરલ ઘટનાની મળતી મહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા દયાદરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતા હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવતા શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકો સિમેન્ટ-રેતીનો માલ બનાવતા નજરે પડે છે. આ વીડિયો વાયરલ થયા બાદ બાળમજૂરી, શિક્ષણના હક્કોનું ઉલ્લંઘન હોવાની ચર્ચા ગામમાં થઈ રહી છે. બાળકો પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ થતા દયાદરા પ્રાથમિક શાળા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષક બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી ઘટનાની રજૂઆત કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. રજૂઆત બાદ પણ શિક્ષક બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. શિક્ષકની ભણાવવાની જવાબદારી પર ગંભીર સવાલો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સાથે વાલીઓને શાળામાં સુરક્ષા અને ભણતરની ચિંતા સતાવી રહી છે. આ પણ વાંચો - Bharuch News : નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલી એક્શન મોડમાં, ટંકારીભાગોળમાં ગેરકાયદે દબાણોનો સફાયો

Read Full Story arrow_forward
Rajkot માં લૂંટારુ ત્રિપુટીનો આતંક ખતમ, એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા
calendar_today January 30, 2026

Rajkot માં લૂંટારુ ત્રિપુટીનો આતંક ખતમ, એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોને આંતરીને લૂંટ ચલાવતી એક શાતિર ત્રિપુટીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની પકડમાં આવેલા આ ત્રણ આરોપીઓ - સમીર ચાનીયા, સલીમ ઠેબા અને અજરુદ્દીન સફિયાએ તાજેતરમાં જ બાઇક અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સો લૂંટના મુદ્દામાલ સાથે શહેરમાં ફરે છે, જેના આધારે વોચ ગોઠવીને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટોળકીની ધરપકડથી શહેરમાં બનતી લૂંટની અન્ય ઘટનાઓ પર પણ લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે.શહેરીજનો માટે રાહત પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રિપુટી માત્ર લૂંટ જ નહીં, પરંતુ અગાઉ 'નકલી પોલીસ' બનીને પણ નિર્દોષ લોકોને છેતરી ચુકી છે. આ રીઢા ગુનેગારો પોલીસના નામે લોકોને ડરાવી-ધમકાવીને કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. એ ડિવિઝન પોલીસે હાલ ત્રણેય આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે. આ પણ વાંચો : Ahmedabad માં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ, પત્ની અને સસરાના ત્રાસથી યુવકે ગળેફાંસો ખાધો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ભરુચના જંબુસરમાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન
calendar_today January 30, 2026

Gujarat Latest News Live : ભરુચના જંબુસરમાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward