Vadodara: ગોરવામાં દૂષિત પાણીને લઇને જનતાનો વિરોધ, માટલા ફોડી મચાવ્યો હોબાળો!
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી શિવ શક્તિ, જય અંબે અને ગણેશ સોસાયટીના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો અને તંત્રના પોકળ આશ્વાસનોથી કંટાળેલા સ્થાનિકોનો સંયમ આખરે ખૂટ્યો છે. આજે આ સોસાયટીઓની મહિલાઓ અને પુરુષોએ રસ્તા પર ઉતરીને તંત્ર અને શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.નેતાઓના ફોટા પર દૂષિત પાણીનો અભિષેક મળતી માહિતી પ્રમાણે વિરોધનું સૌથી આક્રમક પાસું ત્યારે જોવા મળ્યું જ્યારે ગુસ્સે ભરાયેલા રહીશોએ ભાજપના નેતાઓના ફોટા પર નળમાં આવતા ગંદા અને દૂષિત પાણીનો અભિષેક કર્યો હતો. જે પાણી અમને પીવા માટે મજબૂર કરવામાં આવે છે, તેનો સ્વાદ નેતાઓ પણ જુએ તેવા રોષ સાથે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ ગંદકીયુક્ત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે મહિલાઓએ રસ્તા પર માટલા ફોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ અત્યારે જનતાની પાયાની જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ડ્રેનેજ મિશ્રિત પાણીને કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે.જો આગામી દિવસોમાં શુદ્ધ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો ગોરવાવાસીઓએ આગામી સમયમાં કોર્પોરેશનની કચેરી ઘેરવાની અને વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પણ વાંચોઃ Ahmedabad: બોમ્બની ધમકી મળતા કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
Read Full Story arrow_forward