android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Police News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આધાર-ઈન્ટિગ્રેટેડ 'PATHIK' સોફ્ટવેર સાથે રાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો
calendar_today January 30, 2026

Ahmedabad Police News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આધાર-ઈન્ટિગ્રેટેડ 'PATHIK' સોફ્ટવેર સાથે રાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો

ડિજિટલ ગવર્નન્સ અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આધાર-સક્ષમ ગેસ્ટ વેરિફિકેશન માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ઔપચારિક કરાર કરનાર ભારતની પ્રથમ કાયદા અમલીકરણ એજન્સી બની છે. તકનીકી ઉપયોગિતા પ્રદર્શિત કરવા માટે માત્ર 11 એજન્સીઓની પસંદગી કરવામાં આવી આ અગ્રેસર સહયોગ 'આધાર એપ' ને PATHIK (પથિક - Program for Analysis of Traveler and Hotel InformatiCs) એપ્લિકેશન સાથે સાંકળે છે, જે "સ્માર્ટ પોલીસિંગ" તરફ એક મહત્વપૂર્ણ કદમ છે. આ પહેલની તકનીકી શ્રેષ્ઠતા અને વ્યવહારિક ઉપયોગિતાને કારણે તેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માન્યતા મળી છે. અસંખ્ય અરજદારોમાંથી, સત્તાવાળાઓ દ્વારા રાષ્ટ્રીય મંચ પર તેમની તકનીકી ઉપયોગિતા પ્રદર્શિત કરવા માટે માત્ર 11 એજન્સીઓની પસંદગી કરવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ ત્વરિત વેરિફિકેશન: અપગ્રેડ કરેલ પથિક સિસ્ટમ હોટલ, પીજી (PG) અને હોમસ્ટેને સંમતિ-આધારિત, QR-કોડ સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા મહેમાનોની ઓળખ તુરંત ચકાસવાની મંજૂરી આપે છે. નાગરિક પ્રાઈવસી: આ મોડેલ નાગરિકોની ગોપનીયતાને પ્રાધાન્ય આપે છે. તે સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમમાં કોઈ આધાર નંબર સંગ્રહિત કરવામાં આવતા નથી; તેના બદલે, તે ચકાસણી માટે સુરક્ષિત, ડિજિટલી સાઈન કરેલી વસ્તી વિષયક વિગતો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરે છે. વ્યાપક અમલીકરણ: ૨૦૧૭ માં તેની શરૂઆત થઈ ત્યારથી, પથિક એક સ્થાનિક પહેલમાંથી રાજ્યવ્યાપી સફળતામાં પરિવર્તિત થયું છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ૯,૦૦૦ થી વધુ હોટલો આ સિસ્ટમ સાથે જોડાયેલી છે. ક્ષેત્રીય પ્રભાવ: આ સિસ્ટમે પહેલેથી જ નોંધપાત્ર પરિણામો દર્શાવ્યા છે, જેમાં ૫૦ થી વધુ ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં મદદ મળી છે. આ નવું આધાર એકીકરણ PATHIK ને સુરક્ષિત, પેપરલેસ અને પારદર્શક ગેસ્ટ મોનિટરિંગ માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે વધુ મજબૂત બનાવે છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના મુળી તાલુકાના કુંતલપુરના વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સમાં ગુંજી બાળકની કિલકારી

Read Full Story arrow_forward
Porbandar: ભાજપે પોતાની જ સરકારના કમિશનર વિરુદ્ધ ખોલ્યો મોરચો,મુખ્યમંત્રીને લેખિતમાં કરી ફરિયાદ
calendar_today January 30, 2026

Porbandar: ભાજપે પોતાની જ સરકારના કમિશનર વિરુદ્ધ ખોલ્યો મોરચો,મુખ્યમંત્રીને લેખિતમાં કરી ફરિયાદ

પોરબંદર શહેરના વિકાસ અને વહીવટી પ્રશ્નોને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મહાનગરપાલિકા કમિશનરની કાર્યપદ્ધતિ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ભાજપના સંગઠને સીધી મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરીને વહીવટી તંત્રમાં સપાટો બોલાવી દીધો છે. સંકલનનો સતત અભાવ જોવા મળ્યો ભાજપ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મહાનગરપાલિકાના વહીવટમાં સંકલનનો સતત અભાવ જોવા મળી રહ્યો છે.ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચેના યોગ્ય તાલમેલ વગર શહેરના પાયાના કામો અટકી પડ્યા છે. ભાજપના પદાધિકારીઓનો આરોપ છે કે, શહેરીજનોને જે પાયાની સુવિધાઓ મળવી જોઇએ, તેમાં કમિશનર નિષ્ફળ રહ્યા છે. સુવ્યવસ્થિત વહીવટની જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, તે પૂર્ણ થઇ નથી. તંત્રમાં શિસ્ત અને જવાબદાકીના સ્થાને અરાજકતા જેવી સ્થિતિ સર્જાઇ છે. સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાંની કરી માગ પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,કમિશનરની કામગીરીમાં લાપરવારહી અને સંકલનની ઉણપને કારણે જનતામાં સરકારની છબી ખરડાઇ રહી છે. જેથી કરીને પોરબંદર ભાજપે માત્ર ફરિયાદ જ નથી કરી, પરંતુ આ મામલે ત્વરિત સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવાની પણ ઉગ્ર માગ કરી છે. આ પણ વાંચોઃ Suratમાં તાપી નદી કિનારે અશ્વ શો યોજાયો, 300થી વધુ અશ્વોએ લગાવી દોડ

Read Full Story arrow_forward
Maha Shivratri 2026 : જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન યોજાઈ બેઠક, 11 ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા નીકળશે
calendar_today January 30, 2026

Maha Shivratri 2026 : જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન યોજાઈ બેઠક, 11 ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા નીકળશે

આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે. અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે. ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧૬૦૦ પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ૨૯૦૦થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત, સાધુ સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો : Ahmedabad Police News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આધાર-ઈન્ટિગ્રેટેડ 'PATHIK' સોફ્ટવેર સાથે રાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો

Read Full Story arrow_forward