android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ, જુઓ Video
calendar_today January 30, 2026

Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ, જુઓ Video

રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુક્યો છે.ત્રણ દિવસીય આ મહોત્સવમાં ભક્તો એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે, વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી એ ભાદરવી પૂનમનો મહામેળો સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠોનું નિર્માણ કરાયું છે. સમગ્ર દેશ અને વિશ્વમાં આવેલા 51 શક્તિપીઠોના પ્રતિકૃતિ સમાન તમામ મંદિરોનું ગબ્બર ફરતે નિર્માણ કરાયું છે. અને દર વર્ષે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આ શક્તિપીઠોના દર્શન માટે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજે પાલખી યાત્રા સાથે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે આ મહોત્સવ ત્રણ દિવસીય એટલે કે 1 ફેબ્રુઆરી સુધી યોજાશે.આ ત્રણ દિવસીય મહોત્સવમાં માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લાખો ભક્તો અંબાજી ગબ્બર ખાતે પહોંચશે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો મેળવશે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષથી અંબાજીમાં ભાદરવી પૂનમની સાથે સાથે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પણ આયોજન કરાય છે. જેમાં ગત વર્ષે અંદાજિત 4 થી 5 લાખ લોકો શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત અંબાજી પહોંચ્યા હતા.અને 51 શક્તિપીઠ દર્શનનો લાભો લીધો હતો ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો ત્રણ દિવસમાં અહીં પહોંચશે અને 51 શક્તિપીઠ પરિક્રમાનો લાવો લેશે તેને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોની કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઇ પરિક્રમા પથ પર ચા- પાણી નાસ્તા સહિત આરામની સુવિધાઓનું આયોજન કરાયું છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ થયો

Read Full Story arrow_forward
Vadodara: સંસ્કારી નગરીમાં વિકાસના નામે ખાડારાજ, ટ્રાફિક અને તંત્રની બેદરકારીનો જનતાને બેવડો માર
calendar_today January 30, 2026

Vadodara: સંસ્કારી નગરીમાં વિકાસના નામે ખાડારાજ, ટ્રાફિક અને તંત્રની બેદરકારીનો જનતાને બેવડો માર

વડોદરાના પ્રવેશ દ્વાર સમાન કપૂરાઇ ચોકડી પાસે વરસાદી ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિકાસના કામો જરૂરી છે, પરંતુ આયોજનના અભાવે શહેરની જનતા ફરી એકવખત મુશ્કેલીમાં મુકાઇ છે. તંત્ર દ્વારા તમામ મુખ્ય જંકશન પર ગટર લાઇન નાખવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે આગામી 20 દિવસ સુધી રસ્તાનો એક તરફનો ભાગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. ડાઇવર્ઝન તો આપ્યું છે પરંતુ સંચાલન કરવા વાળું કોઇ નહીં રસ્તો બંધ થતા ડાયવર્ઝન તો આપવામાં આવ્યું છે. પરંતુ વાહનચાલકોની ફરિયાદ છે કે ત્યાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે કોઇ હાજર નથી. અવ્યવસ્થા એવી છે કે પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગે છે. જેમાં નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ કલાકો સુધી અટવાય છે. સાંકડા રસ્તાઓ પર વાહનો એકબીજા સાથે અથડાય છે. જેના કારણે રોડ પર જ વાહનચાલકો વચ્ચે ઉગ્ર માથાકૂટ અને બોલાચાલીના દ્રશ્યો સર્જાય છે. ડાયવર્ઝન પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ કે કોર્પોરેશનનો કોઈ પ્રતિનિધિ ન હોવાથી અરાજકતા વ્યાપી છે. સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, વડોદરામાં હવે ખોદકામ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી. જનતા આક્ષેપ કરી રહી છે કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે જ તંત્રને કામગીરી યાદ આવે છે. આ માત્ર'કામનો દેખાડો છે, જેનું પરિણામ સામાન્ય નાગરિકોએ ભોગવવું પડે છે. આ પણ વાંચોઃ Vadodara: ગોરવામાં દૂષિત પાણીને લઇને જનતાનો વિરોધ, માટલા ફોડી મચાવ્યો હોબાળો!

Read Full Story arrow_forward
Gandhinagar News : પોલીસ ભરતીમાં ‘ઝીરો એરર’ મિશન, ઉમેદવારોના પગમાં RFID ચિપ લગાવી સેકન્ડોનું રખાશે ધ્યાન
calendar_today January 30, 2026

Gandhinagar News : પોલીસ ભરતીમાં ‘ઝીરો એરર’ મિશન, ઉમેદવારોના પગમાં RFID ચિપ લગાવી સેકન્ડોનું રખાશે ધ્યાન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ આગામી ભરતી પ્રક્રિયાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. 10 લાખથી વધુ ઉમેદવારો જ્યારે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે બોર્ડે ટેક્નોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’ (શૂન્ય ભૂલ) ના સૂત્ર સાથે ફુલપ્રૂફ આયોજન કર્યું છે. શારીરિક કસોટી દરમિયાન દરેક ઉમેદવારની દોડની ચોક્કસ સેકન્ડોની ગણતરી કરવા માટે પગમાં RFID (Radio Frequency Identification) ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ હાઈટેક ટેક્નોલોજીના કારણે સમયની ગણતરીમાં કોઈપણ પ્રકારની માનવીય ભૂલની શક્યતા રહેશે નહીં અને સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલી રેકોર્ડ થશે.પારદર્શક ભરતી પ્રક્રિયા ઉમેદવારોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે ભરતી બોર્ડ દ્વારા ગ્રાઉન્ડ પર જ 'અપીલ બોર્ડ'ની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને પોતાની ઊંચાઈ, છાતીનું માપ કે શારીરિક કસોટીના પરિણામ સામે વાંધો હોય, તો તેઓ તાત્કાલિક સ્થળ પર જ અપીલ કરી શકશે. નીરજા ગોટરુએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયા એટલી પારદર્શક હશે કે લાયક ઉમેદવારને અન્યાય ન થાય. આધુનિક કેમેરા અને સેન્સર આધારિત આ ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસના ઇતિહાસમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ પણ વાંચો : Bharuch News : નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલી એક્શન મોડમાં, ટંકારીભાગોળમાં ગેરકાયદે દબાણોનો સફાયો

Read Full Story arrow_forward