android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Unaના ખાપટ ગામે સિંહ પરિવારના ધામા, જુઓ Video
calendar_today January 30, 2026

Unaના ખાપટ ગામે સિંહ પરિવારના ધામા, જુઓ Video

ઉનાના ખાપટ ગામે સિંહ પરિવારના ગામની શેરીઓમાં આંટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે, ખાપટ ગામે સિંહો કાયમી વસવાટ કરે છે અને ત્યારે સિંહો હવે શિકારની શોધમાં ગામની અંદર પ્રવેશ કરતા જોવા મળે છે. રાત્રીના બે સિંહણ અને ચાર સિંહબાળના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સિંહ પરિવાર શિકારની શોધમાં ગામમાં પ્રવેશ્યો હતો ઉના તાલુકાના ખાપટ ગામમાં મોડી રાત્રે સિંહ પરિવાર ગામમાં લટાર મારતો જોવા મળ્યો હતો. ઉનાથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં સિંહ પરિવારના છ સભ્યો રાત્રે લગભગ 2.30 વાગ્યે ઝાલા ફળીથી શંકર મંદિર તરફ જતા રસ્તા પરથી પસાર થયા હતા. આ સિંહ પરિવારમાં બે સિંહણ, બે પાઠડા સિંહ અને બે સિંહ બાળનો સમાવેશ થતો હતો. તેમની ગામમાં લટાર મારવાની ઘટના સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સિંહ પરિવાર શિકારની શોધમાં ગામમાં પ્રવેશ્યો હતો. આ પણ વાંચો : Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ, જુઓ Video

Read Full Story arrow_forward
Suratમાં તાપી નદી કિનારે અશ્વ શો યોજાયો, 300થી વધુ અશ્વોએ લગાવી દોડ
calendar_today January 30, 2026

Suratમાં તાપી નદી કિનારે અશ્વ શો યોજાયો, 300થી વધુ અશ્વોએ લગાવી દોડ

સુરતના તાપી નદીના કિનારે યોજાયેલા ભવ્ય અશ્વ શોમાં ગુજરાતના વિભિન્ન પ્રદેશોમાંથી આવેલા અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું. આ અનોખા આયોજનમાં 300થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. રેસના મેદાનમાં જ્યારે આ ઘોડાઓ એકસાથે દોડ્યા ત્યારે તાપી કિનારો જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કૃષિમંત્રીએ સંભાળી લગામ આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર હાજરી જ ન આપી, પરંતુ પોતે પણ ઉત્સાહભેર ઘોડેસવારી કરીને યુવાનો અને અશ્વપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીએ ઘોડેસવારીના કૌશલ્યને જોઈને આ રમતને ગુજરાતના વારસા સાથે જોડી હતી. સરકારની નવી પહેલ અને પ્રેરણા કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી સમયમાં પશુપાલન અને સાહસિક રમતોને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના મોટા પાયે 'અશ્વ શો'નું આયોજન કરશે. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની સાહસિક સવારી અને પ્રવૃત્તિઓની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જ રાજ્યમાં પશુમેળા અને અશ્વ પ્રદર્શનને વેગ મળ્યો છે. અશ્વોના વિવિધ કરતબ આ શોમાં અશ્વોની વિવિધ કરતબો, તેમની ચાલ અને દોડવાની ગતિ જોઈને સુરતીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પશુપાલકો અને અશ્વ માલિકો માટે આ એક એવું પ્લેટફોર્મ બન્યું છે જ્યાં તેઓ પોતાના અશ્વોની ખાસિયતો પ્રદર્શિત કરી શકે છે. આ પણ વાંચોઃ Vadodara: સંસ્કારી નગરીમાં વિકાસના નામે ખાડારાજ, ટ્રાફિક અને તંત્રની બેદરકારીનો જનતાને બેવડો માર

Read Full Story arrow_forward
Ahmedabad માં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ, પત્ની અને સસરાના ત્રાસથી યુવકે ગળેફાંસો ખાધો
calendar_today January 30, 2026

Ahmedabad માં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ, પત્ની અને સસરાના ત્રાસથી યુવકે ગળેફાંસો ખાધો

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા વત્સલ પટેલે પત્ની અને સસરાના અસહ્ય માનસિક ત્રાસ અને વારંવાર થતા અપમાનથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિગતો મુજબ, મૃતક વત્સલ અને તેની પત્ની વિશ્વા બંનેના આ બીજા લગ્ન હતા. ગત ઉત્તરાયણના દિવસે એક અકસ્માત થયા બાદ વિશ્વા તેના પિયર જતી રહી હતી. વત્સલે તેને અનેકવાર સમજાવી સાસરીમાં પરત આવવા વિનંતી કરી હતી, પરંતુ પત્ની વિશ્વા અને સસરા નીતિન ઉપાધ્યાય તેને સાસરે મોકલવાને બદલે વત્સલને અવારનવાર અપમાનિત કરતા હતા, જેનાથી વ્યથિત થઈને યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.યુવકનું અંતિમ પગલું આ ઘટના બાદ ઈસનપુર પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે પત્ની વિશ્વા ઉપાધ્યાય અને સસરા નીતિન ઉપાધ્યાય વિરુદ્ધ આત્મહત્યાની દૂષ્પ્રેરણાનો (Abetment to Suicide) ગુનો દાખલ કર્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે સસરા પક્ષ તરફથી સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું અને પત્નીને પરત મોકલવા માટે નાણાં અથવા અન્ય શરતોને લીધે વત્સલ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. પોલીસ હાલ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને પિતા-પુત્રીની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો : Gandhinagar News : પોલીસ ભરતીમાં ‘ઝીરો એરર’ મિશન, ઉમેદવારોના પગમાં RFID ચિપ લગાવી સેકન્ડોનું રખાશે ધ્યાન

Read Full Story arrow_forward