android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : બનાસકાંઠામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોનું દર્દ છલકાયું, બટાકાનું ઉત્પાદન થયું પણ જોઈએ એ રીતે પોષણક્ષમ ભાવ ના મળ્યા
calendar_today January 30, 2026

Banaskantha News : બનાસકાંઠામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોનું દર્દ છલકાયું, બટાકાનું ઉત્પાદન થયું પણ જોઈએ એ રીતે પોષણક્ષમ ભાવ ના મળ્યા

કારણકે મોંઘાભાવના બિયારણ લાવીને મહા મહેનતે બટાકાનુ ઉત્પાદન કર્યા બાદ હવે તેનો પોષણક્ષમ ભાવ માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉત્પાદન ઘટતા વાવણીનો આર્થિક ખર્ચ પણ બનાસકાંઠાનું ડીસા બટાકાનુ હબ ગણાય છે આ ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે. જોકે આ વર્ષે ખેડૂતોએ બટાકાની વાવણી કરી હતી પરંતુ શરૂઆતમાં જ કમોસમી વરસાદ થતા બટાકાનુ જેટલું ઉત્પાદન થવું જોઈતું હતું તેનાથી ઘણું ઓછું થયું એટલે કે ઉત્પાદન ઘટતા વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ છે. આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો ભાવ મળે છે આટલું ઓછું હોય તેમ હવે જે બટાકાના ભાવ બજારમાં પોષણક્ષમ મળવા જોઈતા હતા તે પણ નથી મળી રહ્યા અને આ જ કારણે ખેડૂતોને જાણે પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ આવી પડતા દયનીય સ્થિતિમાં મુકાયા છે. ડીસા તાલુકામાં ખેડૂતોએ બટાકાની વાવણી કર્યા બાદ હાલ બટાકા નીકાળવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે ખેતરોમાં બટાકા કાઢીને રાખ્યા છે અને વેચાણ માટેની તૈયારીઓ કરી છે પરંતુ માર્કેટમાં ખુબજ ઓછો ભાવ છે. ગયા વર્ષે બટાકાના ભાવ 250 થી વધુ હતા જોકે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો જ ભાવ બજારમાં મળી રહ્યો છે. ખેડૂતોને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી આશા જે તેમનો વાવણીનો આર્થિક ખર્ચ પણ નીકાળી શકે તેમ નથી એટલે કે એક તરફ કમોસમી વરસાદની માર વેઠી ચૂકેલા આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો છે જોકે હવે ભાવ પણ ન મળતા અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂત આર્થિક પગભર થાય અને અમને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરે. આ પણ વાંચો : Railway News : હિંમતનગરથી ખેડબ્રહ્મા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર, વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી

Read Full Story arrow_forward
Aravalli News: પોલીસ, પીછો અને પકડાયો બુટલેગર, જુઓ Video
calendar_today January 30, 2026

Aravalli News: પોલીસ, પીછો અને પકડાયો બુટલેગર, જુઓ Video

ફિલ્મોમાં ઘણીવાર પોલીસ ગુનેગારોનો પીછો કરતા નજરે ચડે છે. જેમાં હેવી સંગીત સાથે પોલીસ સ્ટાઈલમાં ગુનેગારોને ઝડપી લે છે, અને પછી જેલના હવાલે કરે છે. આવો જ એક કિસ્સો રિયલ લાઈફ બન્યો છે. જેમાં પોલીસે બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે દારૂ સહિતનો અન્ય મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ દ્રશ્યો જોઈને કોઈપણ બોલી ઉઠશે કે, 'કાનુન કે હાથ બહોત લંબે હોતે હૈ'.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કારમાં દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કારચાલક પૂર ઝડપે પસાર થતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. પોલીસે આ બુટલેગરનો 25 કિમી સુધી પીછો કર્યો હતો. પોલીસે બુટલેગર પાસેથી 912 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. આ સાથે પોલીસ દ્વારા આ મામલે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક ઈસમ ઝડપાયો એક ઈસમ ફરાર અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા એક બોલેરો કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. બોલેરો કારનો 25 કિમી સુધી પીછો કરીને પોલીસે દારૂ ઝડપી લીધો છે. પોલીસે મોડાસાના જીવણપુરથી ભિલોડા રામપુરી સુધી પીછો કર્યો છે.https://x.com/sandeshnews/status/2017109243326071234 આરોપીએ ખેતરમાં બોલેરો ઉતારી દીધી હતી. જે બાદ બે ઈસમોમાંથી કાર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો. જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. આ કારમાંથી પોલીસને 2.60 લાખ રૂપિયાની કિંમતની 912 બોટલ વિદેશી દારૂ બોટલ જપ્ત કરવામાં આવી છે. આ મામલે રાજસ્થાનના જાલોરના જોધારામ જાટની ધરપકડ કરી લેવામાં આવી છે. એલસીબી પોલીસ દ્વારા કાર સહિત 10.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Aravalli: ધનસુરા હાઈવે પર રાહદારીને હવામાં ફગોળ્યો, કમકમાટીભર્યા અકસ્માતના CCTV સામે આવ્યા

Read Full Story arrow_forward
Gandhinagar News : લગ્નના 13 મા દિવસે જ માતમ, બિલ્ડર પુત્રએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં ધડાકો
calendar_today January 30, 2026

Gandhinagar News : લગ્નના 13 મા દિવસે જ માતમ, બિલ્ડર પુત્રએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં ધડાકો

ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે મૃતક ઋષભના લગ્ન માત્ર 13 દિવસ પહેલા જ થયા હતા. ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસને ઋષભની ગાડીમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે પત્નીના મોસાળ પક્ષના ચાર શખ્સો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો અને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.નવપરિણીત યુવકનો આપઘાત આ સ્યુસાઇડ નોટના આધારે પોલીસે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં કલ્પેશ ઉર્ફે તલાટી પટેલ, મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પટેલ, અરવિંદ ઉર્ફે વિકમ પટેલ અને મહિપાલસિંહનો સમાવેશ થાય છે. ઋષભે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં આ લોકોના નામ જોગ લખ્યું છે કે તેઓ તેને જીવવા દેતા ન હતા. જે ઘરમાં થોડા દિવસ પહેલા લગ્નની શરણાઈઓ વાગતી હતી, ત્યાં અત્યારે માતમનો માહોલ છે. પોલીસ હવે આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરી રહી છે. આ પણ વાંચો : Junagadh News : મહાશિવરાત્રી મેળાની ભવ્ય તૈયારીઓ, હર્ષ સંઘવીના તંત્રને કડક આદેશ, જાણો ક્યારે થશે પ્રારંભ...

Read Full Story arrow_forward