android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ: PM અને રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ
calendar_today January 30, 2026

મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ: PM અને રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી, જેઓને બાપૂ તરીકે ઓળખવામાં આવે છે, ભારતને સ્વતંત્રતાની દિશામાં લાવીનાર મહાન રાષ્ટ્રીય નેતા હતા. આજે તેમની 78મી પુણ્યતિથિ છે અને સમગ્ર દેશ તેમની વિચારસરણી અને જીવનશૈલીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત દેશના મુખ્ય નેતાઓએ બાપૂને શ્રદ્ધાંજલિ આપી, તેમનું જીવન અને સિદ્ધાંતો સ્મર્યા. વડાપ્રધાનએ ટ્વિટ કરીને મહાત્મા ગાંધીને નમન કર્યું અને જણાવ્યું કે બાપૂના વિચારો આજે પણ આપણા દેશના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ માટે માર્ગદર્શક છે. તેમણે જણાવ્યું કે બાપૂએ દરેક સમયે સ્વદેશી પર ભાર મૂક્યો અને દેશને પોતાનાં સાધનો અને સ્રોતો દ્વારા આગળ વધારવા પ્રેરણા આપી. બાપૂના જીવનમાં અહિંસા અને સત્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે માનવતાની સુરક્ષા માટે હિંસાને અવગણવા અને સહિષ્ણુતાના માર્ગે ચાલવા પ્રોત્સાહિત કર્યું. તેમની આ વિચારો આજે પણ શાંતિ, સમજૂતી અને વિકાસના માર્ગદર્શક રૂપે કામ કરે છે. બાપૂના મૂલ્યો માત્ર રાજકીય સીમાઓ સુધી મર્યાદિત ન હતા, પરંતુ તે સમાજના દરેક સ્તરે લાગુ પડે છે. આજે આપણા દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં બાપૂના વિચારો પ્રેરણારૂપ બની શકે છે. સ્વદેશી, સત્ય, અહિંસા અને સચોટ જીવનશૈલી – આ બધી બાબતો બાપૂના જીવનના મુખ્ય તત્ત્વ હતા, જેને આજે નવી પેઢી પણ શીખી શકે છે. આ પુણ્યતિથિ પર દેશના દરેક નાગરિક માટે બાપૂના વિચારને જીવનમાં લાવવાનું અને સમાજમાં શાંતિ અને સર્વાંગી વિકાસ લાવવાનું એક સુવર્ણ અવસર છે. મહાત્મા ગાંધીના આદર્શો અને સંકલ્પો આજે પણ ભારતને આગળ વધારવા માટે માર્ગદર્શન આપે છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો
calendar_today January 30, 2026

Gujarat Latest News Live : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા સતત ત્રીજા દિવસે યથાવત, વેવાઈના જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો
calendar_today January 30, 2026

Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા સતત ત્રીજા દિવસે યથાવત, વેવાઈના જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો

વસંત ગજેરાએ જમીનમાં પૈસા રોક્યાનો ખુલાસો થયો છે અને કુલ 40થી વધુ કંપનીમાં ITનું સર્ચ યથાવત છે, વસંત ગજેરા 32 કંપનીમાં છે ડિરેક્ટર અને ચુની ગજેરા 41, વૃષાલ 23 કંપનીમાં ડિરેક્ટર છે, જતીન ગજેરા પણ 8 કંપનીમાં છે ડિરેકટર, સાથે સાથે 1.50 કરોડની રોકડ પણ ITને તપાસમાં મળી આવી છે. ગજેરાના તમામ દસ્તાવેજોની તપાસ ચાલુ ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા અને તેના પરિવારના સભ્યો કઇ કઇ કંપનીમાં કેટલા સમયથી ડિરેક્ટર છે અને તેમાં દર વર્ષે કેટલા રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવે છે તેની પણ તપાસ શરૂ કરી છે. તેમાં એવી હકીકત જાણવા મળી છે કે વસંત ગજેરા ૩૨ કંપનીમાં ડિરેક્ટર છે, જ્યારે યુની ગજેરા ૪૧, વૃષાલ ગજેરા ૨૩ અને જતીન ગજેરા ૮ કંપનીમાં ડિરેક્ટર છે. આ તમામ કંપનીમાં મેહુલ ચોકસીની કંપનીમાં નાણાં આવ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે પીએનબી બેંકનો કૌભાંડી મેહુલ ચોકસી સાથે પણ રાકેશ ગિરધર ગજેરાએ ગીતાંજલી જેમ્સ શરૂ કરી હતી. તેમાં ઇનસાઇ ડર ટ્રેડિંગ કરવા બદલ સેબીએ કાર્યવાહી કરીને ગિતાંજલી જેમ્સના શેરને બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે સાથે મેહુલ ચોકસીને ૧.૫ કરોડ અને રાકેશ ગજેરાને એક કરોડનો દંડ કટકાર્યો હતો. વેવાઇની જમીનમાં પ્રોજેક્ટ માટે મોટાપાયા પર રોકાણ વસંત ગજેરાએ કર્યાનું ખૂલ્યું ખેડુતોની જમીનમાં ભાગીદારી કરીને પ્રોજેક્ટ તો ઊભા કરવામાં વસંત ગજેરા એન્ડ કંપનીએ મહારત હાંસલ કરી છે. તેવી જ રીતે વૃષાલના સસરા અને વસંત ગજેરાના વેવાઇની અનેક જગ્યાઓ પર આવેલી જમીનમાં પણ પોતે રોકાણ કરીને મોટા મોટા પ્રોજેક્ટ ઊભા કરવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ તે દિશામાં પણ તપાસ કરે તો વેવાઇ સાથે કરવામાં આવેલા રોકાણની પણ વિગતો બહાર આવે તેમ છે. સાથે સાથે વસંત ગજેરાને ત્યાં કામ કરતા એકાઉન્ટન્ટ, લીગલ એડવાઇઝર, હીરા કંપનીના મેનેજર સહિતની પણ પુછપરછ કરવામાં આવે તો કાળા નાણાનો વેપાર કરવા માટે કેવા કેવા હથકંડા અપનાવવામાં આવતા હતા તેની હકીકતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમજ તેના માટે ઇન્કમટેક્સ વિભાગે કવાયત પણ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે. પોતાની ઓફિસમાં કામ કરતા ખેડૂતોના નામે જમીન ખરીદી ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા એન્ડ કંપનીને ૧૦ દિવસ પહેલા જ ટેક્સ ચોરી અંગે નોટિસ ફટકાર્યાના ૧૦ જ દિવસમાં લક્ષ્મી ડાયમંડ સહિતનાં સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સતત બીજા દિવસે પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસનો દોર યથાવત રાખ્યો છે. જાણકારોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં સૌથી વધુ કાળા નાણાનો ખેલ દરોડા બાદ બહાર આવવાની શક્યતા રહેલી છે. જમીન ખરીદીમાં મોટાપાયે ટેક્સ બચાવવા માટે વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા અન્યોના નામે જમીન ખરીદી કરવામાં આવતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમાં પોતાની ઓફિસમાં કામ કરનારાઓ પૈકી જે પણ ખેડૂત હોય તેના નામે સૌથી પહેલા જમીન ખરીદવામાં આવતી હતી, કારણ કે પોતાના અથવા તો પરિવારના નામે જમીન ખરીદી કરવામાં આવે તો જમીન ટોચ મર્યાદાનો કાયદો પણ લાગુ પડી શકે તેમ છે.મોટાપાયે જમીનમાં કરેલા રોકાણના દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે આ તમામ બાબતોની ખાસ તકેદારી રાખીને જમીન ખરીદી કરવામાં આવતી હતી. અન્યોના નામે જમીન ખરીદી કરવામાં આવ્યા બાદ તે જમીન એનએ કરાવીને પોતાના નામે કરાવી દેવામાં આવતી હતી. જેથી જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડે નહીં. જયારે કેટલીક જગ્યાઓ તો ખેડૂતના નામે જ રાખીને પ્રોજેક્ટ ઊભો કરી દેવામાં આવતો હતો. ઈન્કમટેક્સ વિભાગના ડીઆઇ વિંગ અને તેમની ટીમ દ્વારા સતત બીજા દિવસે શરૂ રાખેલી તપાસમાં જમીનમાં, શેર બજારમાં કરેલા રોકાણની વિગતો બહાર આવી છે. આ ઉપરાંત મોટાપાયે રોકડ, જવેલરી, ડાયમંડ સહિતનો જથ્થો મળી આવ્યો છે. તેમાં મોટાપાયે જમીનમાં કરેલા રોકાણના દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામનો તાળો મેળવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે કેટલા રૂપિયાની મતા કબજે કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી. આ પણ વાંચો : Gandhinagar News : વ્હાઇટ LED લાઇટથી વાહનચાલકોને મુશ્કેલી, RTO પાસે ચેકિંગની સત્તા ન હોવાથી વ્હાઇટ LED અને બ્લેકફિલ્મથી થાય છે રજિસ્ટ્રેશન

Read Full Story arrow_forward