android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો
calendar_today January 30, 2026

Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો

30 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 180નો વધારો થયો છે અને સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે, કપાસિયા તેલામાં રૂ.15ના વધારા સાથે રૂ.2385 થયો છે.23 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20નો વધારો થયો હતો, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો હતો, લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. 02 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂ.20નો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂ.2660 થી વધીને રૂ. 2680 થયો હતો. ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે. 18 ડિસેમ્બર 2025ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો. શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા સતત ત્રીજા દિવસે યથાવત, વેવાઈના જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો

Read Full Story arrow_forward
Ahmedabad News : વસ્ત્રાપુર લેક બન્યું ગંદકીનું ઘર, 10 કરોડના ખર્ચે થયેલું નવીનીકરણ પાણીમાં ગયું!
calendar_today January 30, 2026

Ahmedabad News : વસ્ત્રાપુર લેક બન્યું ગંદકીનું ઘર, 10 કરોડના ખર્ચે થયેલું નવીનીકરણ પાણીમાં ગયું!

અમદાવાદના પશ્ચિમ વિસ્તારની શાન ગણાતા વસ્ત્રાપુર તળાવનું હાલમાં જ રૂ. 10 કરોડના જંગી ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે આજે આ તળાવ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો નમૂનો બની ગયું છે. તળાવમાં છોડવામાં આવેલા ગંદા પાણી અને ઠેર-ઠેર જમા થયેલા કચરાના કારણે આસપાસના રહીશો અને વોકર્સ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. થોડા મહિના પહેલા જ ભવ્ય ઉદ્ઘાટન બાદ લોકોમાં જે ઉત્સાહ હતો, તે હવે તીવ્ર દુર્ગંધમાં ફેરવાઈ ગયો છે.વસ્ત્રાપુર તળાવ કે ગટર? સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તળાવમાં ડ્રેનેજના પાણીને ટ્રીટ કર્યા વગર જ સીધું છોડવામાં આવી રહ્યું છે. અહીં સ્થાપિત કરવામાં આવેલો STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી ગંદુ પાણી સીધું જ લેકમાં ઠલવાય છે, જેના કારણે પાણીનો રંગ કાળો પડી ગયો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે થયેલું આ બ્યુટિફિકેશન માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે તળાવની જાળવણીમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. આ પણ વાંચો : Patan નગરપાલિકામાં 'મહાભારત', ચીફ ઓફિસરે ભાજપના સભ્યોને મોઢામોઢ ભ્રષ્ટાચારી ગણાવતા ખળભળાટ!

Read Full Story arrow_forward
Rajkot News : આટકોટ-ગોંડલ રોડ પર કાર પુલ પરથી નીચે ખાબકી, કારમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા
calendar_today January 30, 2026

Rajkot News : આટકોટ-ગોંડલ રોડ પર કાર પુલ પરથી નીચે ખાબકી, કારમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા

રાજકોટમાં કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને આટકોટ-ગોંડલ રોડ પર કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી ચે, કાર પુલ પરથી નીચે ઉતરતા પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા છે, ફાયર વિભાગે તપાસ કરી શરૂ.પુલ નીચે કાર ઉંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈ પુલ નીચે કાર ખાબકતાં ભીષણ આગ લાગી હતી અને કારમાંથી લોકો બહાર નીકળે તે પહેલા જીવતા ભુંજાયા હતા, વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ લાગી હતી. ગોંડલ પોલીસ અને ગોંડલ ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે અને કારના દરવાજા લોક થતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. તો મૃતકમાં એક બાળક પણ હોવાની વાત છે. કારમાં સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી તો પોલીસનું અનુમાન છે કે, કાર સ્પીડમાં હોવાથી કારના ચાલકનો સ્ટેયરીંગ પરથી કાબુ હટયો હતો અને આ ઘટના બની હતી, તો સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વહેલી સવારે ધુમ્મસ હોવાથી કદાચ આ ઘટના બની હોઈ શકે છે, ત્યારે મૃતદેહ જેવું તો કઈ મળ્યું નથી પણ હાડપિંજર પોલીસને મળી આવ્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, ગોંડલ પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ પણ વાંચો : Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો

Read Full Story arrow_forward