android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : CM-DyCM એક્શન મોડમાં, મનપા કમિશ્નરોને 48 કલાકમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા આદેશ!
calendar_today January 30, 2026

Ahmedabad News : CM-DyCM એક્શન મોડમાં, મનપા કમિશ્નરોને 48 કલાકમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા આદેશ!

ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના મનપા કમિશ્નરો સામે લાલ આંખ કરી છે. ખાસ કરીને ટ્રાફિક અને પેન્ડિંગ વિકાસકાર્યોને લઈને સરકાર અત્યંત આક્રમક મૂડમાં છે. કમિશ્નરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર ઓફિસમાં બેસી રહેવાને બદલે રસ્તા પર ઉતરીને ટ્રાફિકની સમસ્યાનું જાતે નિરીક્ષણ કરે. જો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો સચોટ રિપોર્ટ સોંપવામાં નહીં આવે, તો જવાબદાર કમિશ્નરોને કારણદર્શક નોટિસ ફટકારવાની ચિમકી પણ આપવામાં આવી છે.48 કલાકમાં રિપોર્ટ સોંપો રાજકોટ જેવા મહાનગરોમાં ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. કોટેચા ચોક, 150 ફૂટ રિંગ રોડ, માલવિયા કોલેજ ચોક અને પારેવડી ચોક જેવા વિસ્તારોમાં વાહનોની લાંબી કતારોને લીધે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બેઠકમાં એવું પણ અવલોકન કરવામાં આવ્યું હતું કે મનપા અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે, જેને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. હવે સરકારના આ 48 કલાકના અલ્ટીમેટમ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ટ્રાફિક હળવો કરવા માટેના આયોજનો પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો : Ahmedabad News : વસ્ત્રાપુર લેક બન્યું ગંદકીનું ઘર, 10 કરોડના ખર્ચે થયેલું નવીનીકરણ પાણીમાં ગયું!

Read Full Story arrow_forward
Vadodara News : કરજણમાં ઉભેલા ડમ્પર પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ, 2 મુસાફરોના મોત
calendar_today January 30, 2026

Vadodara News : કરજણમાં ઉભેલા ડમ્પર પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ, 2 મુસાફરોના મોત

વડોદરાના કરજણ પાસે આવેલા ધાવટ ચોકડી બ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તા પર ઉભેલા એક ડમ્પરની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ લક્ઝરી બસ 22 જેટલા મુસાફરોને લઈને અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો આગળનો ભાગ ડમ્પર પાછળ એટલો જોરથી અથડાયો હતો કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા.બસ અને ડમ્પર વચ્ચે ટક્કર આ અકસ્માતમાં અન્ય 10 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાઈવે પર ડમ્પર ઉભું હતું અને અંધારામાં અથવા ગફલતને કારણે બસ ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા આ હોનારત સર્જાઈ હતી. પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ પણ વાંચો : Ahmedabad News : વસ્ત્રાપુર લેક બન્યું ગંદકીનું ઘર, 10 કરોડના ખર્ચે થયેલું નવીનીકરણ પાણીમાં ગયું!

Read Full Story arrow_forward
Ajit Pawar Sharad Pawar: કાકા શરદ પવાર સાથે NCPના વિલયનું એલાન કરવાના હતા અજિત પવાર ?
calendar_today January 30, 2026

Ajit Pawar Sharad Pawar: કાકા શરદ પવાર સાથે NCPના વિલયનું એલાન કરવાના હતા અજિત પવાર ?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારના અવસાન પહેલાં, કાકા-ભત્રીજા એક થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનાથી એકીકૃત NCP સુનિશ્ચિત થશે. સૂત્રો સૂચવે છે કે બારામતી વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પહેલા અજિત પવાર અને શરદ પવારે ચર્ચા કરી હતી. આ વાતચીતથી NCP ના બંને જૂથોના પુનઃ એકીકરણ પર સંમતિ થઈ. ત્યારબાદ, આગળના પગલાં અંગે ચર્ચા કરવા માટે બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શું NCP ના વિલીનીકરણની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી? સૂત્રોનો દાવો છે કે અજિત પવાર અને શરદ પવારે જિલ્લા પરિષદની ચૂંટણી પછી તરત જ વિલીનીકરણની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો. સમાચાર છે કે 8 ફેબ્રુઆરીએ જાહેરાતની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ અજિત પવારનું દુ:ખદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તો શું શરદ પવાર સરકારમાં જોડાશે? રાજકીય નિષ્ણાતોના મતે, બંને જૂથોના વિલીનીકરણથી શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) માટે પણ સરકારમાં જોડાવાનો માર્ગ મોકળો થઈ શકે છે. હાલમાં, અજિત પવારની આગેવાની હેઠળનો જૂથ મહાયુતિ સરકારનો ભાગ છે, જ્યારે NCP (SP) શિવસેના (UBT) અને કોંગ્રેસ સાથે મહા વિકાસ આઘાડીમાં છે. તેથી, બંને NCP જૂથોનું વિલીનીકરણ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત આપી શકે છે.અજિત પવાર બંને જૂથો વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ કડી  અજિત પવારને બંને જૂથો વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ કડી માનવામાં આવતી હતી અને શરદ પવાર જૂથ સાથેના સંબંધો સુધારવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. NCP (SP) ના વરિષ્ઠ ધારાસભ્ય જયંત પાટીલ અને પાર્ટી પ્રમુખ શશિકાંત શિંદેએ પુષ્ટિ આપી હતી કે વાટાઘાટો ખૂબ આગળ વધી છે, અને મંત્રીમંડળમાં ફેરબદલ અને નવા ચહેરાઓના સમાવેશ જેવા પાસાઓ પર અનૌપચારિક ચર્ચાઓ થઈ રહી છે. આ પણ વાંચો: Baramati Plane Crash: મોટાભાઇ અજીત પવારના નિધનથી સુપ્રિયા સુલે પર તુટી પડ્યો દુ:ખોનો પહાડ

Read Full Story arrow_forward