android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગુજરાતની 450થી વધુ ખાનગી ટેકનિકલ કોલેજોની ફી ઓછી વધશે, 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે
calendar_today January 30, 2026

Ahmedabad News : ગુજરાતની 450થી વધુ ખાનગી ટેકનિકલ કોલેજોની ફી ઓછી વધશે, 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે

આ કોલેજોએ 0 થી 5 ટકા સુધીનો જ વધારો માંગ્યો છે અને 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત મંગાવવામાં આવશે. રાજ્યની ૪૫૦થી વધુ ખાનગી ટેફનિકલ કોલેજોની વાર્ષિક ફીમાં પાંચ ટકાથી ઓછો વધારો થવાની વિગતો જાણવા મળી છે. ઈજનેરી સહિતની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષની ફીનું માળખું FRC દ્વારા જાહેર કરાશે આ કોલેજોએ 0 ટકાથી લઈને 5 ટકા સુધીનો જ ફી વધારો માગ્યો હોવાથી કમિટી સમક્ષ એફિડેવિટ રજૂ કર્યા છે. એ સિવાય પાંચ ટકાથી વધુનો ફી વધારો માગનારી ખાનગી કોલેજો પાસે આગામી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત મગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. રાજ્યની ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી. એમબીએ, એમસીએ, આર્કિટેક્ચર સહિતના વિવિધ ટેકનિકલ કોસીસમાં 700થી વધુ ખાનગી કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી કરવાની FRCએ કાર્યવાહી શરૂ કરી છે. આ કોલેજોની અગાઉ વર્ષ-૨૦૨૩-૨૪માં ફી નક્કી કરાઈ હતી.આ દરમિયાન વર્ષ 2023-24 વર્ષ 2024-25 અને વર્ષ 2025-26ની ફી નક્કી કરી હતી. જોકે હવે આગામી ત્રણ વર્ષ એટલે કે, વર્ષ-૨૦૨૬-૨૭. વર્ષ-૨૦૨૭-૨૮ અને વર્ષ-૨૦૨૮-૨૯ના બ્લોકની ફી નક્કી કરાશે. FRC દ્વારા તમામ કોલજોને ૨૪ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમા અરજી કરવાની મુદત આપવામાં આવી હતી, પરંતુ કોલેજોએ SOP જાહેર કરવાની માગ કરી હતી. આથી એ પછી ફી નક્કી કરવા માટેની SOP જાહેર કરાઈ હતી. SOP જાહેર કર્યા બાદ એફૅડિવેટ અને દરખાસ્ત કરવાની મુદત લંબાવી ૧૯ જાન્યુઆરી કરવામાં આવી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અરજીઓ મંગાવવાની કાર્યવાહી કરાશે જેમાં કોલેજોને એક પણ ટકો ફી વધારો કરવો ન હોય અથવા તો 5 ટકાની મર્યાદામાં ફી વધારો કરવો હોય તેમજ ફ્રીમાં ઘટાડો કરવો હોય એવી કોલેજોએ કમિટી સમક્ષ અરજી કરવાની હતી. જે મુજબ ૪૫૦થી વધુ ટેફનિકલ કોલેજોની અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ૫ ટકાથી વધુ ફી વધારો કરવો હોય એવી કોલેજોએ માત્ર ઓનલાઇન વિકલ્પ જ પસંદ કરવાનો હતો. જેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નહોતી. માટે હવે પ ટકાથી વધુનો ફી વધારો કરવો હોય એવી કોલેજો પાસે આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અરજીઓ મંગાવવાની કાર્યવાહી કરાશે એવું FRCના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ પણ વાંચો : Ahmedabad News : રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને AMCની નોટિસ, નિયમ મુજબ રજા ચિઠ્ઠી પછી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો થતો નથી 

Read Full Story arrow_forward
Gandhinagar News : ખેતીની જમીનમાં 10 ગુંઠાથી વધુના ટુકડાને નિયમિત કરાશે, કાયદામાં ફેરફારથી વારસાઇ કે ભાગલા સરળતાથી થઇ શકશે
calendar_today January 30, 2026

Gandhinagar News : ખેતીની જમીનમાં 10 ગુંઠાથી વધુના ટુકડાને નિયમિત કરાશે, કાયદામાં ફેરફારથી વારસાઇ કે ભાગલા સરળતાથી થઇ શકશે

રાજ્ય સરકારે હિતધારક ખેડૂતો, નાગરિકો પાસેથી સુચનો માંગ્યા છે અને શહેરીકરણ, બુલેટ ટ્રેન, હાઇવેને પગલે ખેતીની જમીન નાની થઇ હોવાની વાત સામે આવી છે, વર્ષ 1947નો ટુકડા ધારો સુધારવા ગુજરાત સરકારનો નિર્ણય છે અને હાલના નિયમને કારણે જમીન નાની થાય તો વેચાણને મંજૂરી નહીં, સંપાદન કે ભૌગોલિક સ્થિતિ બદલાય તો 10 ગુંઠામાં પણ છૂટછાટ અપાઈ શકે છે. હિતધારક ખેડૂતો સમેત નાગરીકો પાસેથી સરકારે સૂચનો માંગ્યા રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી છે. આ સ્થિતિમાં થતા ટુકડા અર્થાત બિન પિયત વિસ્તારોમાં ૮૦.૯૪ ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં ૨૦.૨૪ ગુંઠાથી ઓછી જમીનમાં વેચાણના વ્યવહારો પર નિયંત્રણ ફરમાવતો વર્ષ ૧૯૪૭નો ટૂકડા ધારો સુધારવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે વિધેયકના મુસદ્દામાં ખેતીની જમીનમાં ૧૦ ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ વસૂલીને નિયમિત કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના માટે હિતધારક ખેડૂતો સમેત નાગરીકો પાસેથી ૭મી ફેબ્રુઆરી સુધીમાં સુચનો માંગ્યા છે. ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે નક્કી કરે તે દંડ ભરીને ટૂકડા ધારાના ભંગના કિસ્સામાં તબદીલી થશે જમીન સુધારણા એકમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ સરકારે કાયદાની કલમ-૯ (૩) હેઠળ પેટા કલમ-૪ દાખલ કરીને શહેરી વિસ્તારો અને ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે નક્કી કરે તે દંડ ભરીને ટૂકડા ધારાના ભંગના કિસ્સામાં તબદીલી અથવા વેચાણ વ્યવહારને નિયમિત કરી શકાય તેવી જોગવાઈ કરવા પ્રસ્તાવ છે. એટલુ જ નહિ, કાયદાની કલમ- ૩, ૪ તેમજ પાંચ હેઠળની તમામ જમીનો માટે લધુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવાનું સુચવાયુછે. ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા 10 ગુંઠાથી ઓછા ટુકડાની સ્થિતિમાં પણ છૂટછાટ આપવા સુચવ્યું છે એથી, વારસાઈ- ભાગલા, બિન ખેતી-NA કે પછી હકપત્રકમાં નોંધને તબક્કે જો ખેતીની જમીન ૧૦ ગુંઠા કે તેથી વધારે ક્ષેત્રફળની હશે તો તેવી સ્થિતિમાં તેના વેચાણ સહિતની તબદિલીને મંજૂરી મળી શકશે. હાલમાં આ ક્ષેત્રફળની મર્યાદા વિસ્તાર મુજબ ૨૦.૨૪ ગુંઠાથી ૮૦.૯૪ ગુંઠા સુધીની છે. જેના કારણે ખેતીની જમીન નાની થાય તેવી અવસ્થામાં તબદીલી કે વેચાણને મંજૂરી મળતી નથી. જો કે, મહેસૂલ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટમાં સંપાદન કે કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા ૧૦ ગુંઠાથી ઓછા ટુકડાની સ્થિતિમાં પણ છૂટછાટ આપવા સુચવ્યું છે. ખેત ઉત્પાદકતાને વધારવા માટેના આ કાયદાએ અસરકારતા ગુમાવી જમીન ટુકડા અટકાવવા અને એકત્રીકરણ અધિનિયમ- ૧૯૪૭નો મૂળ હાર્દ પરીવારો વધે ખેતીની જમીન વહેંચાઈને નાની થાય તો પણ ખેતી આધારિત નિર્વાહન અને ખેત ઉત્પાદકતાનું સાતત્યપણુ જળવાઈ રહે તે હતો. પરંતુ, ગુજરાતમાં શહેરીકરણ, ઔધોગિકરણ અને વીજ-નહેર- રસ્તા- રેલ્વેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાખોની સંખ્યામાં જમીનો ટુકડામાં વિભાજીત થઈ છે. શહેરી ક્ષેત્રોમાં જ્યાં ટાઉન પ્લાનિંગ હોય ત્યાં પહેલાથી જ આ કાયદાને હળવો કરાયો છે. કાયદામાં ફેરફારથી આ અડચણો બંધ થશે ટુકડો જાહેર થવાથી ૭-૧૨માં ' ટુકડો' અથવા કલમ-૭ મુજબ પ્રતિબંધિત તેવી નોંધ બંધ થશે. વારસાઈ કે ભાગલા સરળતાથી થઈ શકશે. પારીવારીક વિખવાદોથી મહેસુલી કેસો અટકશે. પાડોશીને પહેલો હક અટકતા, બાજુના જ ખેતરમાં જમીન ભેળવવા પાડોશીનો અધિકાર રદ્દ શહેરી ક્ષેત્રો અને તેની નજીકના એરિયામાં ટુકડામાં ખેતી કે વિકાસલક્ષી ઉપયોગ કરી શકાશે. કાયદો હોવાથી વેચાણ દસ્તાવેજ પછી રેકર્ડમાં નોંધ થતી નથી. એથી દસ્તાવેજ રદ્દ થતા અટકશે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતની 450થી વધુ ખાનગી ટેકનિકલ કોલેજોની ફી ઓછી વધશે, 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પવનની દિશા બદલાતાં ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં હજી પણ વધી શકે છે ઠંડીનો પારો
calendar_today January 30, 2026

Gujarat Latest News Live : પવનની દિશા બદલાતાં ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં હજી પણ વધી શકે છે ઠંડીનો પારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward