android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ, પવનની ગતિ વધતા ઠુઠવાયા શહેરીજનો
calendar_today January 30, 2026

Weather News : ગુજરાતમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ, પવનની ગતિ વધતા ઠુઠવાયા શહેરીજનો

ઉત્તર પૂર્વના પવનોને કરાવ્યો કડકડતી ઠંડીનો અહેસાસ અને પવનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, આગામી દિવસોમાં હજી ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું અમદાવાદમાં 12.8 ડિગ્રી, ડીસામાં11.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.5 ડિગ્રી, ભાવનગર 15.1 ડિગ્રી તાપમાન, કેશોદમાં 10.4 ડિગ્રી, મુન્દ્રામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડીગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 12.6 ડીગ્રી, દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડીપાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : પવનની દિશા બદલાતાં ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં હજી પણ વધી શકે છે ઠંડીનો પારો

Read Full Story arrow_forward
Ahmedabad News : રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને AMCની નોટિસ, નિયમ મુજબ રજા ચિઠ્ઠી પછી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો થતો નથી
calendar_today January 30, 2026

Ahmedabad News : રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને AMCની નોટિસ, નિયમ મુજબ રજા ચિઠ્ઠી પછી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો થતો નથી

AMCના ટેક્સ અને ટાઉન પ્લાનિંગ વચ્ચે સંકલનનો અભાવ હોવાની વાત સામે આવી છે, અમદાવાદમાં 5 હજારથી વધુ મકાન રિડેવલપમેન્ટમાં છે અને રિડેવલપમેન્ટમાં જુની સોસાયટી પાસેથી પૂરી રકમ વસુલાય છે અને નવા બાંધકામની રજા ચિઠ્ઠી આપતી વખતે જુનો ટેક્સ વસુલાય છે અને બીજા વર્ષથી ટેક્સની રકમ ભરવાની થતી નથી.AMCમાં સંકલનના અભાવે પ્રોપર્ટી ધારકો મુશ્કેલીમાં શહેરમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે, ત્યારે રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ફિઝીકલ અને વોટસઅપ નોટીસ ફટકારી છે. નિયમ મુજબ કોઈ નવા બાંધકામની સ્કીમમાં રજા ચિઠ્ઠી આપી દેવાયા બાદ પ્રોપટી ટેક્સ ચૂકવવાનો થતો નથી. AMCના ટાઉનપ્લીંગન અને ટેક્સ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાથી પ્રોપર્ટી ધારકોને દોડાદોડ કરવી પડે છે. અમદાવાદમાં પાંચ હજારથી વધુ મકાનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કાર્યરત છે. આગામી ત્રણ વર્ષમાં અંદાજે દસ હજારથી વધુ નવા મકાનો બનશે. નિયમ મુજબ રિડેવલપમેન્ટમાં જોડાયેલી સોસાયટીઓને નવા બાંધકામ માટે રજા ચિઠ્ઠી આપતી વખતે જૂના ટેક્સની પૂરેપૂરી રકમ વસુલાય છે.રજા ચિઠ્ઠી પછી સોસાયટીનું ડિમોલેશન થઈ જતું હોવાથી બીજા વર્ષથી ટેક્સની રકમ ભરવાની થતી નથી એટલે પ્રોપર્ટી ધારકો પણ ચિંતામુક્ત થઈ જાય છે. પરંતુ AMCના ટાઉન પ્લાનીંગ અને ટેક્સ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી પ્રોપર્ટી ધારકને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખરેખર રજા ચિઠ્ઠી આપી દેવાયા બાદ પ્રોપર્ટી ધારકને ટેક્સ બીલ ભરવાનું આવતું નથી. આમ છતાં ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જેતે ઝોનમાંથી આડેધડ નોટીસ ફટકારે છે. વોટસઅપમાં મેસેજ કરીને પ્રોપર્ટી ધારકને બિનજરૂરી ચિંતામાં મુકે છે.સિનિયર સિટીઝનો આવી નોટીસોથી ગભરાઈને AMC ટેક્સ વિભાગ અથવા ઝોનની ઓફિસે પહોચે છે ટેક્સ વિભાગના અધિકારીઓ કહે છે કે, તમારે ટેક્સ ભરવાનો આવતો નથી. આ નોટીસને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ પ્રકારની ગંભીર ભૂલો અંગે ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પણ પહોંચી છે. આમ છતાં કોઈ ઉકેલ આવતો નથી.આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ, પવનની ગતિ વધતા ઠુઠવાયા શહેરીજનો 

Read Full Story arrow_forward
Surendranagar: પ્રખરતા શોધ કસોટીનું પ્રથમ પેપર 3751 અને બીજુ પેપર 3706 છાત્રોએ આપ્યુ
calendar_today January 29, 2026

Surendranagar: પ્રખરતા શોધ કસોટીનું પ્રથમ પેપર 3751 અને બીજુ પેપર 3706 છાત્રોએ આપ્યુ

ઝાલાવાડ સહિત સમગ્ર રાજયમાં ગત તા. 28મીએ ધો. 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્કોલરશીપ માટેની પરીક્ષામાં નોંધાયેલા 5577 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ પેપર 3751 અને બીજુ પેપર 3706 છાત્રોએ આપ્યુ હતુ.ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતીભાશાળી વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે દર વર્ષે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરાય છે. ત્યારે તા. 28મીએ સમગ્ર રાજયમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરાયુ હતુ. આ કસોટીમાં સમગ્ર રાજયમાં મેરીટમાં આવનાર પ્રથમ 1000 વિદ્યાર્થીઓને વન ટાઈમ રૂ. 1 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા અને પરીક્ષાના ઝોનલ અધીકારી બી.ડી.રાણવાના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જેમાં હાલ ધો. 9માં અભ્યાસ કરતા 5577 વિદ્યાર્થી નોંધાયા હતા. પરીક્ષા માટે જિલ્લાના 7 તાલુકાઓમાં 23 કેન્દ્રો બનાવાયા હતા. બુધવારે સવારે 11થી 1 દરમિયાન યોજાયેલ પ્રથમ ભાગમાં 3751 અને બીજા ભાગમાં 3706 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આમ, 45 છાત્રોએ બીજુ પેપર આપવાનું ટાળ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward