android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka: સીમેજની માધ્ય. શાળામાં ધો. 10નું બોર્ડ પરીક્ષા કેન્દ્ર મંજૂર
calendar_today January 29, 2026

Dholka: સીમેજની માધ્ય. શાળામાં ધો. 10નું બોર્ડ પરીક્ષા કેન્દ્ર મંજૂર

સીમેજ ગામે આવેલી આદર્શ કેળવણી મંડળ સંચાલિત સીમેજ માધ્યમિક શાળામાં ધોરણ 10ના બોર્ડ પરીક્ષા કેન્દ્રની લાંબા સમયથી માંગ હતી. આ બાબતે સીમેજ આદર્શ કેળવણી મંડળ તેમજ ગ્રામ પંચાયત દ્વારા કિરીટસિંહ ડાભી સમક્ષ રજુઆત કરાઈ હતી. રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને ધારાસભ્ય દ્વારા ઉપર સ્તરે અસરકારક રજૂઆત કરાતા અંતે સીમેજ માધ્યમિક શાળાને ધો. 10ના બોર્ડ પરીક્ષા કેન્દ્ર તરીકે મંજૂરી મળી છે. મંજૂરી મળવાથી સીમેજ ગામ ઉપરાંત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને લાંબા અંતર સુધી જવું ન પડે, તેમજ સમય અને ખર્ચનો નોંધપાત્ર બચાવ થશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ સીમેજ આદર્શ કેળવણી મંડળ તથા સમગ્ર સીમેજ ગામ તરફ્થી કિરીટસિંહ ડાભીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: ભવાનીનગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી અને બિયરનો જથ્થો ઝડપાયો
calendar_today January 29, 2026

Halvad: ભવાનીનગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી અને બિયરનો જથ્થો ઝડપાયો

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે 1 આરોપીને ઝડપી લેવા સાથે સ્થળ પરથી બિયરના 25 ટીન, આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય 1 મહિલા સહિત બે આરોપી ફરાર થઇ ગયા હતાહળવદ પોલીસે રાત્રીના સુમારે બાતમીને આધારે ભવાનીનગર વિસ્તારમાં માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજાના મકાનમાં દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ હતી. બનાવ સ્થળેસુનિલ દિલીપભાઈ રાબડીયા રહે ખેરાડી તા.વઢવાણ વાળો દારૂ બનાવતો હોય પોલીસે 300 લીટર ગરમ આથો, 1800 લીટર ઠંડો આથો, 350 લીટર દેશી દારૂ, બિયરના 25 ટીન, ભઠ્ઠીના સાધનોમાં બકડીયા, મોટાગેસના ચૂલા તેમજ રાંધણ ગેસના બાટલા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી માનસિંગ ઉર્ફે હદીયો વીહાભાઈ રાતોજા અને આરોપી ઊર્મિલા માનસિંગ ઉર્ફે હદીયો રાતોજા હાજર નહીં મળી આવતા બન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રાના સોલડી રોડ પર વાડીની ઓરડીમાંથી દારૂના 1462 ચપલા સાથે 1 શખ્સ પકડાયો
calendar_today January 29, 2026

Surendranagar: ધ્રાંગધ્રાના સોલડી રોડ પર વાડીની ઓરડીમાંથી દારૂના 1462 ચપલા સાથે 1 શખ્સ પકડાયો

ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એક વાડીની ઓરડીમાંથી દારૂના 1462 ચપલા સાથે વાડી માલિક ઝડપાયો હતો. આ દારૂ સોલડીના શખ્સે સંતાડવા આપ્યો હોવાનું ખુલતા બન્ને સામે ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગરની જુની હાઉસીંગ સોસાયટી અને 80 ફુટ રોડ પર આવેલ રામભુમિ કોમ્પલેક્ષની ઓફીસમાં પોલીસે દારૂની રેડ કરી હતી. ત્રણેય દરોડામાં કુલ 4,32,190ની મત્તા જપ્ત કરાઈ છે.ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન સોલડીથી બાઈસાબગઢના રસ્તે વાડી ધરાવતો ઈશ્વર ઉર્ફે હકો ભગવાનભાઈ ઝેઝરીયા તેની વાડીએ વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂના 1462 ચપલા કિંમત રૂ. 4,02,050ના મળી આવ્યા હતા. જયારે આરોપી ઈશ્વર ઝેઝરીયાની પુછપરછ કરતા આ દારૂ સોલડીનો દિનેશ ઉર્ફે ભુરો ભલાભાઈ ગોલતર સંતાડવા માટે અહીં મુકી ગયોનું જણાવ્યુ હતુ. આથી બન્ને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધી દિનેશ ગોલતરને ઝડપી લેવા વધુ તપાસ આદરી છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસે જુની હાઉસીંગમાં રહેતા હર્ષદ રાજુભાઈ જોશીને તેના ઘર નજીકથી બીયરના 12 ટીન સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં તે બીયર કૃષ્ણનગરમાં રહેતા આરીફ રસુલભાઈ મીયાણા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ગુનો નોંધી આરીફને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એમ.એમ.ઉત્તેળીયા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકના એમ.એમ.ઉત્તેળીયા, બળદેવસિંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન 80 ફુટ રોડ પર આવેલ રામભુમી કોમ્પલેક્ષની એક ઓફીસમાં દારૂનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રુવરાજસિંહ ઉર્ફે અર્જુનસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા અને બલરાજસિંહ ઉર્ફે લકી હરીશ્વાદ્રસિંહ રાણા વિદેશી દારૂની 5 બોટલ અને 2 મોબાઈલ સહિતની મત્તા સાથે પકડાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward