android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સમી હાઈવે પર ઈકો ગાડી સાથે બાઈક અથડાતાં પાડલાના યુવકનું મોત
calendar_today January 29, 2026

Patan: સમી હાઈવે પર ઈકો ગાડી સાથે બાઈક અથડાતાં પાડલાના યુવકનું મોત

સમી નજીક હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેમા કેટલાક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વધુ એક અકસ્માત ગુરૂવારે બપોરે બનવા પામ્યો હતો.જેમાં ઈકો ગાડી અને બાઈક અથડાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેની જાણ સમી પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ શંખેશ્વર તાલુકાના પાડલા ગામના 31 વર્ષિય યુવક દશરથજી માધાજી ઠાકોર તેમનું બાઈક લઈને વરાણા ગામે યોજાઈ રહેલા ખોડીયાર માતાજીના મેળામાં દર્શનાર્થે આવી રહ્યા હતા. તે દરમિયાન સમી ખાતે આવેલ ફોરેસ્ટ ચેક પોસ્ટ નજીક પહોંચતા બાઈક અગમ્ય કારણોસર ઈકો ગાડી સાથે અથડાતા બાઈક ચાલક નિચે પટકાતાં ગંભીર ઈજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી. મૃતદેહને સમી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકના પરિવારને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને ભારે રોકકળ કરી મુકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. અક્સમાતમા પિતાનું અવસાન થતાં નાના બાળકોએ પિતાની નાનપણમાં જ છત્રછાયા ગુમાવી દીધી હતી.સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચાણસ્માના વસાઈ ગામે આર્મીની ટ્રેનિંગ પુરી કરી પરત આવતાં જવાનનું સ્વાગત કર્યું
calendar_today January 29, 2026

Patan: ચાણસ્માના વસાઈ ગામે આર્મીની ટ્રેનિંગ પુરી કરી પરત આવતાં જવાનનું સ્વાગત કર્યું

ચાણસ્મા તાલુકાના વસાઈ ગામના એક ખેડૂત પરિવારના દિકરાએ ભારતીય સૈન્યમાં પરીક્ષા પાસ કરતાં તેને ટ્રેનિંગ માટે છત્તીસગઢ મોકલ્યો હતો. જ્યાંથી દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા બાદ પરત વતન આવતાં ગામલોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. અને ગામના સૈન્ય જવાનને ઘોડી પર સવાર કરી વરઘોડો કાઢવામાં આવ્યો? હતો અને ત્યારબાદ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગાંસંબંધીઓ હાજર રહ્યા હતા.ચાણસ્મા તાલુકાના વસાઈ ગામના 22 વર્ષિય યુવરાજસિંહ પંકજસિંહ વાઘેલાએ નાનપણથી જ ભારતીય સૈન્યમાં જોડાવવાનું મન બનાવી લીધું હતું અને પરીક્ષા દરમિયાન તેઓ પાસ થઈ જતાં સ્વપ્ન સાકાર થયું હતું. જેથી તેમને છત્તીસગઢ ખાતે ટ્રેનિંગમાં મોકલ્યા બાદ દિલ્હી ખાતે ફરજ પર હતાં. જ્યાંથી તેઓ માદરે વતન વસાઈ ગામે આવતાં પરિવાર સહિત ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી અને જવાનને ડી.જેના તાલ સાથે ઘોડી પર સવાર કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોતાના ઘરે ગોગા મહારાજના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: શહેરમાં પોલીસે લોન મેળાનું આયોજન કર્યું : બેંકો સહભાગી બની
calendar_today January 29, 2026

Patan: શહેરમાં પોલીસે લોન મેળાનું આયોજન કર્યું : બેંકો સહભાગી બની

પાટણ શહેરમાં પોલીસ દ્વારા એક અનોખા અભિગમ દર્શાવતા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમા પોલીસે બેંકોના સહયોગથી એક લોન મેળાનું આયોજન કર્યું હતું જેમાં કુલ 19 લાભાર્થીઓને રૂ.62.12 લાખની લોન આપી હતી.જે દરમિયાન લાભાર્થીઓ દ્વારા પોલીસ અને બેંકોનો આભાર વ્યક્ત કર્યો હતો.પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ અને વિવિધ બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન જીલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાઈની સુચનાથી અને એલ.ડી.એમ.ના સહકારથી કરવામાં આવ્યું હતું.જેમા હાલના સમયમાં લોકો દ્વારા પોતાના ધંધાકીય વ્યવસાય માટે કેટલાક વ્યાજખોરો પાસેથી પઠાણી વ્યાજે પૈસા લાવતાં હોય છે અને સમય જતાં લાવેલ રકમ કરતાં અનેક ઘણું વ્યાજ ચૂકવવું પડતું હોય છે.જેથી કરીને લોકોને વ્યાજે પૈસા ન લેવા પડે તે માટે જીલ્લા પોલીસ દ્વારા કરાયેલા લોન મેળામાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓ? ઉપસ્થિત રહ્યા હતા તે હાજર 19 જેટલા લાભાર્થીઓને રૂ.62.12 લાખની લોન સહાય ચુકવાઈ હતી.યોજાયેલ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ્ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ્ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ્ બરોડા જેવી રાષ્ટ્રીયકૃત બેંકોએપોતાની સક્રિય ભૂમિકા ભજવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward