android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-tharad: થરાદ તાલુકાના કરબુણ પ્રાથમિક શાળાની નવતર પહેલઃ મારે પણ IAS બનવું છે
calendar_today January 29, 2026

Vav-tharad: થરાદ તાલુકાના કરબુણ પ્રાથમિક શાળાની નવતર પહેલઃ મારે પણ IAS બનવું છે

થરાદ તાલુકાના કરબુણ પ્રાથમિક શાળાની નવતર પહેલઃ ક્કમારે પણ IAS બનવું છેક્ર અભિયાન દ્વારા બાળકોના સપનાને પાંખો મળી. જ્યારે ગામડાની માટીમાં ઉછરતા બાળકો આકાશને આંબવાના સપના જુએ છે, ત્યારે જ સાચું શિક્ષણ સાર્થક થાય છે. વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર જે એસ. પ્રજાપતિની દુરંદેશી વિચારધારા UPSC લક્ષ્યવેધશ્ અને શ્વાવ-થરાદ માર્ગદર્શકશ્ કાર્યક્રમથી પ્રેરિત થઈને, કરબુણ પ્રાથમિક શાળાએ એક અનોખો શૈક્ષણિક દીપ પ્રગટાવ્યો છે.થરાદ તાલુકાની કરબુણ શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મારે પણ IAS બનવું છે. નામની એક વિશેષ સ્વપ્નિલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના બાળકોમાં વહીવટી સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે. પહેલની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક વાઘેલા ડુંગરસિંહ આ યોજનાના સંયોજક તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓએ જનરલ નોલેજ પર ભાર મૂકતા બાળકોને બેઝિક જનરલ નોલેજની પુસ્તિકાઓ આપવામાં આવી છે, જે તેમના જ્ઞાનના ક્ષિતિજોને વિસ્તૃત કરી રહી છે.શાળાના નોટિસ બોર્ડ પર દરરોજ જ્ઞાનવર્ધક પ્રશ્નો મૂકવામાં આવે છે, જે બાળકોના મનમાં જિજ્ઞાસાની ચિંગારી જગાવે છે.આ માત્ર પરીક્ષાની તૈયારી નથી, પરંતુ બાળકોને હું કોણ છું અને શું બની શકું તે દિશામાં વિચારતા કરવાની એક પ્રક્રિયા છે. શાળાના આચાર્યએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે કરબુણની શાળામાં જે સપનાઓ કાગળ પર લખાઈ રહ્યા છે, તે આવનારા સમયમાં દેશના વહીવટી તંત્રમાં સહી કરતા જોવા મળશે. આ નાનકડું બીજ ભવિષ્યમાં જ્ઞાન અને આત્મવિશ્વાસનું વટવૃક્ષ બનશે.ગામડાના અંતરિયાળ વિસ્તારમાં શરૂ થયેલી આ શૈક્ષણિક ક્રાંતિની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: રતનપરમાં છરીના ઘા ઝીંકીને કિશોરની હત્યા
calendar_today January 29, 2026

Surendranagar: રતનપરમાં છરીના ઘા ઝીંકીને કિશોરની હત્યા

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ ધાણાદાળના કારખાના પાસે રહેતા કિશોરને ગુરૂવારે બપોરે છરીના ઘા ઝીંકી દેવાતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાતા મોત થયુ હતુ. બનાવને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી હતી. અને પોલીસ કાફલો ઘટનાસ્થળે તથા દવાખાને દોડી ગયો હતો. હત્યાના આ બનાવમાં આરોપી પણ સગીરવયનો હોવાનું હાલ સામે આવી રહ્યુ છે. જયારે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકો મારામારી પર ઉતરી આવે છે. અને કોઈક વાર આવી મારામારી જીવલેણ પણ બની જાય છે. ત્યારે શહેરના રાજકોટ હાઈવે પર આવેલ નવનિર્માણ પામતા સ્વામીનારાયણ મંદિર પાછળના ભાગે ગુરૂવારે બપોરના સમયે સગીર યુવકો વચ્ચેની મારામારી હત્યામાં પરીણમી છે. મળતી માહિતી મુજબ રતનપરના ધાણાદાળના કારખાના પાસે રહેતા 17 વર્ષીય ધનરાજ ઉર્ફે ધનો રમેશભાઈ કુણપરાને ફોન કરીને કોઈએ સ્વામીનારાયણ મંદિર પાછળ બોલાવ્યો હતો. જેમાં અગાઉની સામાન્ય બોલાચાલી બાબતે બન્ને વચ્ચે મારામારી થઈ હતી અને આરોપીએ છરીના ઘા ધનરાજ ઉપર ઝીંકી હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત ધનરાજને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ લોહી વધુ પડતુ વહી જવાથી સગીરને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા એએસપી વૈદીકા બીહાની, જોરાવરનગર પીઆઈ એચ.જે. ગોહીલ, પીએસઆઈ એમ. આર. ગોહીલ, ઘનશ્યામભાઈ પઢેરીયા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. અને મૃતકના પરીવારજનોના નિવેદનને આધારે હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: રૂપાલ - જેકડા રોડ પર 10 ફૂટ લાંબા અજગરની લટાર, જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરાયો
calendar_today January 29, 2026

Bavla: રૂપાલ - જેકડા રોડ પર 10 ફૂટ લાંબા અજગરની લટાર, જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરાયો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રૂપાલથી જેકડા જવાના માર્ગ ઉપર વેટરનિટી ડો. પ્રતાપભાઇ મીર પસાર થતા હતા. તે દરમિયાન રોડ પરથી આશરે 9થી 10 ફૂટ લાંબો અજગર દેખા દેતા તેમણે તુરત જ બાવળાના જીવદયા પ્રેમી દાદનભાઈ વ્હોરાને જાણ કરી હતી. એથી તેઓએ રૂપાલ સ્નેક રેસ્ક્યુ ટીમના નિરંજનભાઇ અને માયાભાને તાત્કાલિક સ્થળ પર બોલાવી લીધા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ કર્મીઓએ અજગરને રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગની ગાઇડ લાઇન મુજબ સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward