android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સોલડી ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા ખાનગી મિની બસની રોડ પર ગુલાંટ : બે વ્યક્તિને ઈજા
calendar_today January 29, 2026

Surendranagar: સોલડી ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા ખાનગી મિની બસની રોડ પર ગુલાંટ : બે વ્યક્તિને ઈજા

મોરબીથી સુરેન્દ્રનગર તરફ આવતી ખાનગી મીની બસ હળવદ-ધ્રાંગધ્રા રોડ પર સોલડી પાસે ગુરૂવારે સવારે અચાનક પલટી મારી ગઈ હતી. જેમાં 2 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા થઈ સુરેન્દ્રનગર તરફના રસ્તે પાટા પર ખાનગી શટલ મીની બસો ચાલે છે. જેમાં ગુરૂવારે સવારના સમયે મોરબીથી સુરેન્દ્રનગર તરફ ખોડીયાર ટ્રાવેલ્સની બસ આવી રહી હતી. ત્યારે હળવદ-ધ્રાંગધ્રા વચ્ચે સોલડી પાસે મીની બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. આ બસમાં અંદાજે 14 થી 15 મુસાફરો સવાર હતા. પરંતુ 2 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સદ્દભાગ્યે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યના દારૂ કેસનો ફરાર આરોપી બે વર્ષ બાદ પકડાયો
calendar_today January 29, 2026

Surendranagar: ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યના દારૂ કેસનો ફરાર આરોપી બે વર્ષ બાદ પકડાયો

અમદાવાદથી દારૂ ભરીને ધ્રાંગધ્રા તરફ આવતી બોલેરો કાર કલ્પના ચોકડી પાસે પલટી મારી ગઈ હતી. જેમાં દારૂની 200 બોટલ ફુટી ગઈ હતી. પોલીસે વધેલી 336 બોટલ જપ્ત કરીને ફરાર થનાર ચાલક સામે અકસ્માત અને પ્રોહીબીશનના ગુના નોંધ્યા હતા. આ બનાવનો આરોપી બે વર્ષ બાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હાથે ઝડપાયો છે.ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને અમદાવાદથી ધ્રાંગધ્રા તરફ દારૂ ભરેલી બોલેરો કાર આવતી હોવાની બાતમી મળતા ટીમ તા. 13-1-24ના રોજ કલ્પના ચોકડી તરફ રવાના થઈ હતી. ત્યારે રસ્તામાં જ આ દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દારૂની બોટલો રોડ પર વેરણ છેરણ પડી હતી. પોલીસે તપાસ કરતા દારૂની 200 બોટલો બોલેરો કાર પલટી ખાતા ફુટી ગઈ હતી. જયારે પોલીસે કારમાં વધેલી દારૂની 336 બોટલો જપ્ત કરી હતી. આ બનાવમાં ફરાર કાર ચાલક સામે પ્રોહીબીશન અને અકસ્માત એમ 2 ગુના નોંધાયા હતા. ત્યારે આ ગુનાનો ફરાર આરોપી ધ્રાંગધ્રાની ધ્રુમઠ ચોકડી પાસે હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી ઈન્ચાર્જ પીઆઈ એન.એચ.ચુડાસમાની સુચનાથી સ્ટાફે વોચ રાખી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના 38 વર્ષીય હુકમારામ સોનારામ ખેલેરીને ઝડપી લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: જૂના જસાપર સીમમાં કાળા પથ્થરના ગેરકાયદે ખનન પર SOGનો દરોડો
calendar_today January 29, 2026

Sayla: જૂના જસાપર સીમમાં કાળા પથ્થરના ગેરકાયદે ખનન પર SOGનો દરોડો

સાયલા પંથકમાં તંત્રના અલગ અલગ વિભાગો દ્વારા બેફામ થતી ખનીજ ચોરીને અંકુશ માં લેવા કરાતા લાગલગાટ દરોડાઓ છતાં ખનીજ માફીયાઓ સુધરવાનું નામ લેતા નથી. સાયલાના જૂના જસાપર ગામની સીમમાં આવેલ એક વિસ્તારમાં કરાતા બ્લેક્ ટ્રેપ ખનીજના ગેરકાયદે ખોદકામની આધારભૂત બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઓચિંતો છાપો મારતાં કાળા પથ્થરના ખોદકામનું કારસ્તાન ઝડપાયું છે.SOGની ટીમે કરેલા દરોડામાં હજાર વાહન ચાલકો તેમજ ગેરકાયદે ખનન કરી રહેલ ઈસમોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા પથ્થરની ખાણ પરથી ખનીજનું ખનન અને વહન કરવા માટે લવાયેલા પાંચ ડમ્પર, બે એક્સવેટર મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. સૂત્રો પાસેથી વધુમાં મળતી જાણકારી અનુસાર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ઝડપાયેલ વાહનો જેની કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયાના સીઝ કરવા સાથે ખાનગી માલિકીની જમીનમાં કરાયેલ ગેરકાયદે ખોદકામ વાળા વિસ્તારની માપણી કર્યા બાદ એક સ્ટોન ક્રશીંગ યુનિટ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરી ત્યાં હાજર ખનીજનો જથ્થો તપાસવા સહિતની કામગીરી હાથ ધરતા ખનીજ ચોરી કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ખનીજ વિભાગના સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આ ગેરકાયદે ખનન જસાપર ગામના સામતભાઇ ઘુઘાભાઇ જોગરાણા તેમજ રઘુભાઇ ઘુઘાભાઇ જોગરાણા દ્વારા કરવામાં આવી રહ્યું હતું જે બાબતે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ઝડપાયેલ સાત વાહનોને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની કચેરીએ લઇ જઇ સીઝ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward