android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : નવા ભારતની પ્રગતિમાં કૃષિ અને ટેકનોલોજીનો સમન્વય અનિવાર્ય: કૃષિ મંત્રી જીતુ વાઘાણી
calendar_today January 29, 2026

Anand : નવા ભારતની પ્રગતિમાં કૃષિ અને ટેકનોલોજીનો સમન્વય અનિવાર્ય: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત 'કૃષિ ક્લિનિક અને કૃષિ વ્યવસાય યોજના' અંતર્ગત તાલીમ કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં વિકસિત ભારત અને કૃષિ ક્ષેત્રે મહિલાઓના યોગદાન પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી સ્થપાયેલી છે. કૃષિ ક્ષેત્રે જે કાંઈ પણ નવું સંશોધન થાય તે સરદાર સાહેબના સપનાનું ભારત બનાવવા તરફનું એક ડગલું છે.નાના વ્યવસાયકારો પણ આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે વિકસિત ભારત અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ખેતરમાંથી સીધું વેચાણ કરતા ખેડૂતો અને નાના વ્યવસાયકારો પણ આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બદલાતું 'નવું ભારત' છે. મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા ખેડૂતોના ઉત્સાહને બિરદાવતા કહ્યું કે, મહિલાઓ માત્ર ખેતી જ નથી કરતી, પરંતુ ઘરના જટિલ સંચાલનની સાથે કૃષિ વ્યવસાયમાં પણ પોતાની કુશળતા સાબિત કરી રહી છે. 'ડ્રોન દીદી' અને 'લખપતિ દીદી' જેવી યોજનાઓ મહિલાઓની ક્ષમતાને નવા આયામો આપશે. ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે રાસાયણિક ખેતીથી વધતા જતા કેન્સર જેવા રોગો સામે ચિંતા વ્યક્ત કરી પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવા પર ભાર મૂકતા મંત્રીએ ઉમેર્યું કે ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે. તેમણે તાલીમાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું કે એગ્રી-બિઝનેસમાં વિપુલ તકો રહેલી છે. આ તાલીમ દ્વારા યુવાનો સ્વરોજગારી મેળવીને દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બનશે. મંત્રીએ મહિલા કૃષિકો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટી હંમેશાથી ગ્રામીણ ઉત્થાન અને ખેતીના વિકાસ માટે કટિબદ્ધ રહી છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે પણ હવે સમય આવ્યો છે કે આપણે ખેતીને માત્ર નિર્વાહનું સાધન ન ગણતા તેને એક 'વ્યવસાય' (Business) તરીકે જોઈએ. 'એગ્રી-ક્લિનિક્સ અને એગ્રી-બિઝનેસ સ્કીમ' હેઠળ શરૂ થઈ રહેલો આ ટ્રેનિંગ પ્રોગ્રામ યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા 'એગ્રીપ્રેન્યોર' બનાવશે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને માર્કેટિંગના સમન્વયથી ખેતીમાં નૂતન પરિવર્તન લાવશે તેવો મને વિશ્વાસ છે.આ પણ વાંચો : Ahmedabad News: જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં માંસના ટેન્ડરનો વિવાદ શમ્યો, હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

Read Full Story arrow_forward
Junagadh News: મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથમાં હવાની ગુણવત્તાનું પરીક્ષણ, હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી
calendar_today January 29, 2026

Junagadh News: મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથમાં હવાની ગુણવત્તાનું પરીક્ષણ, હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી

આગામી દિવસોમા જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળા પહેલા હવાની ગુણવત્તાનુ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મેળા પૂર્વે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. રોપ વે સાઈટ નજીક હવાનું સઘન મોનિટરિંગ કરાયું છે. ગાંધીનગર હેડ ઓફિસ દ્વારા સીધુ નિરીક્ષણ કરવામાં આવશે. વાહનોના ધુમાડા અને પ્રદૂષણ પર ખાસ નજર રખાશે. પર્યાવરણની જાળવણી માટે વહિવટી તંત્ર સજ્જ થયું છે. મહા શિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ ગીત લોન્ચ કરાશે જૂનાગઢની અવરજવરને કારણે હવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી છે. એર ક્વોલિટીના ડેટાનું પૃથક્કરણ ગાંધીનગરથી કરવામાં આવશે. પ્રદૂષણ જણાશે તો ભવિષ્યમાં કડક એક્શન પ્લાન તૈયાર કરાશે.અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પર્યાવરણની જાળવણીનો પ્રયાસ કરવામાં આવશે. આવતીકાલે શિવરાત્રીના મેળાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ બેઠક મળશે. મેળાના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવશે. મહાશિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ ગીત લોન્ચ કરાશે. આ પણ વાંચોઃ Junagadh News: ભવનાથમાં આતંક મચાવનાર સાધુ શિવગીરીની ધરપકડ બાદ તડીપાર કરાયો

Read Full Story arrow_forward
Gir Somnath News:વેરાવળ પાલિકાના જનરલ બોર્ડમાં 28 ઠરાવો રજૂ કરાયા, પ્રાથમિક સુવિધાઓ પર ભાર મુકાયો
calendar_today January 29, 2026

Gir Somnath News:વેરાવળ પાલિકાના જનરલ બોર્ડમાં 28 ઠરાવો રજૂ કરાયા, પ્રાથમિક સુવિધાઓ પર ભાર મુકાયો

ગીર સોમનાથમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળી હતી. ભાજપ શાસિત આ બોડીની મુદત 14 માર્ચે પૂર્ણ થાય છે. પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી. દોઢ કલાકની બેઠકમાં કૂલ 28 ઠરાવો રજૂ કરાયા હતાં. મોટાભાગના વિકાસકામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તંદુરસ્ત ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પર ભાર અપાયો હતો. ચાર સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં ગીર સોમનાથમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્તમાન બોડીની આખરી જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી.પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળ્યું હતું. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મહત્વપૂર્ણ બેઠકમાં એજન્ડા મુજબ તથા પ્રમુખસ્થાનેથી કુલ 28 ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં મોટાભાગના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. કુલ 44 સભ્યોમાંથી ભાજપના 22 સભ્યો હાજર અને 5 સભ્યો ગેરહાજર રહ્યા હતાં. ભાજપના ચાર સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં. નાગરિક સુવિધાઓ પર ભાર મુકાયો હતો આ બેઠકમાં કોંગ્રેસના 10 સભ્યો હાજર અને ત્રણ સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં. ભાજપ શાસિત બોડીની મુદત 14 માર્ચે પૂર્ણ થવાની છે.મુદત પૂર્ણ થવા પૂર્વે વર્તમાન ટર્મનું આખરી જનરલ બોર્ડ મળ્યું હતું. બેઠક દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તંદુરસ્ત ચર્ચાઓ થઈ હતી.પાણી, સફાઈ, રસ્તા સહિત પ્રાથમિક સુવિધા મુદ્દે ઉગ્ર પરંતુ સંયમિત ચર્ચા થઈ હતી. જનરલ બોર્ડમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિત તમામ વિભાગોના બ્રાન્ચ હેડ્સ ઉપસ્થિત રહ્યા હતાં. આખરી બેઠકમાં વિકાસ અને નાગરિક સુવિધાઓ પર ભાર મુકાયો હતો. આ પણ વાંચોઃ Junagadh News: મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથમાં હવાની ગુણવત્તાનું પરીક્ષણ, હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી

Read Full Story arrow_forward