android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bullet Train Project : અમદાવાદમાં 100 મીટર લાંબો 'મેક ઈન ઈન્ડિયા' સ્ટીલ બ્રિજ તૈયાર
calendar_today January 29, 2026

Bullet Train Project : અમદાવાદમાં 100 મીટર લાંબો 'મેક ઈન ઈન્ડિયા' સ્ટીલ બ્રિજ તૈયાર

અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન નીચેના મેટ્રો ટનલ પર 100 મીટર લાંબા સ્ટીલના પુલની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. રાજ્યમાં તૈયાર થયેલા કુલ 17 સ્ટીલના પુલોમાંથી ગુજરાતમાં આ 13મો સ્ટીલનો પુલ છે.સ્પાન લાંબી કરીને લગભગ 100 મીટર કરવાની જરૂર પડી અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેનનું વાયડક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સની મદદથી બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સ્પાન્સ 30થી 50 મીટર સુધીના છે. જો કે, આ સ્થળે આ લાઈન કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે જોડાતા અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થાય છે. બુલેટ ટ્રેનના સ્ટ્રક્ચરનો કોઈ પણ લોડ મેટ્રો ટનલ પર ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ફાઉન્ડેશન્સ ટનલથી દૂર રાખવામાં આવ્યા હતા. આ માટે સ્પાન લાંબી કરીને લગભગ 100 મીટર કરવાની જરૂર પડી. પરિણામે, આ સ્ટ્રેચ પર સુપરસ્ટ્રક્ચરનું કૉન્ફિગરેશન એસબીએસ વાયડક્ટમાંથી સ્ટીલ ટ્રસ બ્રિજમાં બદલાયું, જે બુલેટ ટ્રેન કોર્સોર અને મેટ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંને માટે માળખાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સ્ટ્રક્ચરની ઊંચાઈ 14 મીટર અને પહોળાઈ 15.5 મીટર બ્રિજને સાઈટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર એસેમ્બલ કરવામાં આવ્યું હતું. એસેમ્બલી પૂર્ણ થયા પછી ટેમ્પરરી સપોર્ટ્સને સાવધાનીપૂર્વક દૂર કરવામાં આવ્યા અને બ્રિજને સ્થિર સપોર્ટ સિસ્ટમ પર ચોક્કસ રીતે નીચે ઉતારી મૂકવામાં આવ્યું, જે સલામતી અને માળખાકીય ચોકસાઈ સુનિશ્ચિત કરે છે. 1098 મેટ્રિક ટન વજનનો સ્ટીલ બ્રિજ અમદાવાદ-સબર્મતિ મેઈન લાઈન (વેસ્ટર્ન રેલવે)ના સમાનાંતર સ્થિત છે. આ સ્ટ્રક્ચરની ઊંચાઈ 14 મીટર અને પહોળાઈ 15.5 મીટર છે. તેને વડસા, મહારાષ્ટ્રમાં વર્કશોપમાં ફેબ્રિકેટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટ્રેલરો પર સાઈટ પર લઈ જવાયું હતું. એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાવવામાં આવ્યા મેઈન સ્ટ્રક્ચરની એસેમ્બલી સુગમ બનાવવા માટે સાઈટ પર 11.5 x 100 મીટર માપનો ટેમ્પરરી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ લગભગ 45,186 ટોર્સ-શીયર પ્રકારની હાઈ સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સ સાથે બનાવવામાં આવ્યું છે અને તેનું ટકાઉપણું વધારવા માટે સી5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેઈન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાવવામાં આવ્યા છે.આ પણ વાંચો : Gujarat News : દુષ્કર્મ અને પોક્સોના કેસોમાં 60 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવી પડશે: DGPનો આદેશ

Read Full Story arrow_forward
Vadodara: નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતું ટ્રેલર દુકાનમાં ઘૂસ્યું, દિવાલ પડતા એક ગંભીર
calendar_today January 29, 2026

Vadodara: નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતું ટ્રેલર દુકાનમાં ઘૂસ્યું, દિવાલ પડતા એક ગંભીર

નેશનલ હાઈવે-48 પર નંદેસરી પોલીસ મથકની હદમાં ફરી એકવાર બેફામ ડ્રાઈવિંગે નિર્દોષનો ભોગ લેતા-લેતા રહી ગયો છે. ખેડાથી લોખંડના એંગલ્સ ભરીને તમિલનાડુ જઈ રહેલું એક ટ્રેલર રોંગ સાઈડમાં આવીને દુકાનમાં ઘૂસી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.ટ્રેલર રોંગ સાઈડમાં આવીને દુકાનમાં ઘૂસી સાંકરદા બ્રિજ પાસે દુર્ગા એસ્ટેટના ગેટ નજીક આ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી આવી રહેલા ટ્રેલરના ચાલકે નેશનલ હાઈવે પર નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં વાહન હંકાર્યું હતું. અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર રોડ સાઈડની એક ડ્રાયફ્રૂટની દુકાન અને તેની બાજુમાં આવેલા રૂમ સાથે ધડાકાભેર અથડાયું હતું.નિદ્રામાં રહેલા શ્રમિકો પર કાળ ત્રાટક્યોઅકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બાજુના રૂમની દિવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામના યુવાન પર દિવાલ પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, રૂમમાં સૂઈ રહેલા અન્ય પાંચથી છ લોકો સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રેલર ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર હેઠળ દાખલ કરાયો છે.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ નંદેસરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લોખંડના એંગલ્સ ભરેલા ટ્રેલરને સાઈડમાં કરી ટ્રાફિક હળવો કર્યો હતો. ટ્રેલર ચાલક વિરુદ્ધ રોંગ સાઈડમાં વાહન ચલાવવા અને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Patan: નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, ભાજપના જ બે કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા

Read Full Story arrow_forward
ગુજરાતમાં મતદાર યાદીનો મહાસંગ્રામ, નામ ઉમેરવા માટે છેલ્લી તક
calendar_today January 29, 2026

ગુજરાતમાં મતદાર યાદીનો મહાસંગ્રામ, નામ ઉમેરવા માટે છેલ્લી તક

ગુજરાતમાં હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision) એટલે કે SIR પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે રાજ્યના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કમી કરવા માટે લાખોની સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ છે.નામ કમી કરવાના ફોર્મમાં મોટો ઉછાળો ચૂંટણી પંચના આંકડા મુજબ, આખરી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં નામ ઉમેરવા માટે (ફોર્મ-6) અત્યાર સુધીમાં 6.88 લાખ જેટલા ફોર્મ મળ્યા છે. બીજી તરફ, જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે (ફોર્મ-7) રેકોર્ડબ્રેક 9,88,621 અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને વધુ સચોટ અને ક્ષતિરહિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 30 જાન્યુઆરી સુધીની સમયમર્યાદા ઉલ્લેખનીય છે કે, SIR અંતર્ગત 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા (ડ્રાફ્ટ) મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદી સામે કોઈ પણ નાગરિક પોતાના વાંધા-દાવા આગામી 30 જાન્યુઆરી 2026 સુધી રજૂ કરી શકશે. નિયત સમયમર્યાદા બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા આ તમામ વાંધાની સત્યતા ચકાસીને તેના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવશે. જો તમે પણ હજુ સુધી મતદાર યાદીમાં નામ સુધારવા કે નવા નામ નોંધણીની તક ગુમાવી હોય, તો 30 જાન્યુઆરી સુધી ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી અરજી કરી શકો છો. આ ઝુંબેશનો મુખ્ય હેતુ યુવા મતદારોને જોડવાનો અને યાદીમાંથી ડુપ્લિકેટ કે અવસાન પામેલા મતદારોના નામ દૂર કરવાનો છે. આ પણ વાંચો - Ahmedabad News: SIRની કામગીરીમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર સાથે થયું તેવું તમારી સાથે તો નથી થયું ને?

Read Full Story arrow_forward