android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, ભાજપના જ બે કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા
calendar_today January 29, 2026

Patan: નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, ભાજપના જ બે કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા

પાટણ નગરપાલિકામાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠક આજે શાસક પક્ષના આંતરિક ડખ્ખાને કારણે ઉગ્ર બની હતી. રોડ રસ્તાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગુણવત્તાના મુદ્દે ભાજપના જ બે કોર્પોરેટરો સામસામે આવી જતાં સભામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.ભ્રષ્ટાચારના મુદ્દે શાસક પક્ષમાં બે ફાંટાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં બનાવવામાં આવેલા રોડની નબળી ગુણવત્તા અને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે બેઠકમાં ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર અરવિંદભાઈ પટેલ અને વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર મનોજભાઈ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.દાદાગીરી અને ઉગ્ર વર્તનજોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે જાણે સડક પર કોઈ ઝઘડો થતો હોય તેવા દ્રશ્યો કારોબારી બેઠકમાં જોવા મળ્યા હતા. જ્યારે જૂના રોડના કામોમાં ગેરરીતિની વાત નીકળી ત્યારે અરવિંદ પટેલે ઉશ્કેરાઈને કહ્યું હતું કે, "અગાઉના રોડની વાત હવે નહીં કરવાની. અરવિંદ પટેલે મનોજ પટેલ સામે ગુસ્સામાં આવી દાદાગીરી ભર્યા શબ્દોનો પ્રયોગ કરતા મામલો ગરમાયો હતો. બંને સભ્યો એકબીજા પર આક્ષેપો કરતા ઊભા થઈ ગયા હતા.થોડા સમય માટે બેઠક સ્થગિતસત્તાધારી પક્ષના જ બે સભ્યો વચ્ચેની આ લડાઈને કારણે કારોબારી બેઠક થોડા સમય માટે રોકી દેવી પડી હતી. સભામાં હાજર અન્ય સભ્યો અને પદાધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. ભારે જહેમત બાદ અન્ય સભ્યોએ વચ્ચે પડી બંનેને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.આ પણ વાંચો: Ambaji: પવિત્ર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, એક જ સ્થળે થશે દિવ્ય શક્તિના દર્શન

Read Full Story arrow_forward
Ahmedabad News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે, પંજાબની જનતા માટે અમલી યોજનાની માહિતી આપી
calendar_today January 29, 2026

Ahmedabad News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે, પંજાબની જનતા માટે અમલી યોજનાની માહિતી આપી

પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે પંજાબની જનતા માટે અમલી કરાયેલી યોજનાની માહિતી આપી હતી. તેમણે મુખ્યમંત્રી હેલ્થ યોજનાના હેલ્થ કાર્ડ અંગેની પણ માહિતી આપી હતી. પંજાબના લોકો 10 લાખ સુધીની સારવાર કરાવી શકે છે. કોઈને પણ કોઈ બીમારી ના થાય તેવી પ્રાર્થના છે. ઘણી બિમારીઓ ઘરને બરબાદ કરે છે. સારવાર માટે જમીન અને દાગીના ગીરવે મુકવા પડે છે. આ યોજનામાં આવકને લગતી કોઈ શરત નથી. 10 લાખ પ્રતિ કુટુંબ સારવાર માટેની યોજના શરૂ કરાઈ છે. હવે પંજાબમાં કોઈ વ્યક્તિ સારવારથી વંચિત નહીં રહે આ યોજનાનો લાભ લેવા માટે કોઈ કાર્ડની જરૂર નથી. આ યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. દેશમાં આઝાદી પછી કોઈ પાર્ટીએ જનતાનું વિચાર્યું નથી. પંજાબમાં એક વર્ષમાં પરિવારો 10 લાખ સુધીની સારવાર કરાવી શકશે. કેટલીક જગ્યાએ દાંત અને આંખો જેવી બિમારી કવર નથી થતી. પંજાબમાં આ પ્રકારની સેવાઓ પણ મુખ્યમંત્રી સેહત યોજનામાં કવર કરવામાં આવી છે. ગુજરાતની જેમ ગણી ગાંઠી હોસ્પિટલો નહીં પંજાબના તમામ જિલ્લાઓમાં નામાંકિત હોસ્પિટલોમાં લોકો સારવાર લઈ શકે છે. હવે પંજાબમાં કોઈ વ્યક્તિ સારવારથી વંચિત નહીં રહે.

Read Full Story arrow_forward
Tamilnadu : SIRને લઈને સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ, કહ્યું 'લોજિકલ ડિસ્ક્રેપન્સી લિસ્ટ જાહેર કરો'
calendar_today January 29, 2026

Tamilnadu : SIRને લઈને સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ, કહ્યું 'લોજિકલ ડિસ્ક્રેપન્સી લિસ્ટ જાહેર કરો'

તમિલનાડુના લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જે લોકોના નામ લોજિકલ ડિસક્રિપન્સી લિસ્ટમાં દેખાય છે તેમની યાદી ગ્રામ પંચાયત બિલ્ડિંગ, દરેક સબડિવિઝનમાં તાલુકા ઓફિસ અને શહેરી વિસ્તારોમાં વોર્ડ ઓફિસમાં પ્રદર્શિત કરવામાં આવે.યાદીમાં સમાવિષ્ટ લોકોને યાદી પ્રદર્શિત થયાની તારીખથી 10 દિવસની અંદર રૂબરૂમાં અથવા અધિકૃત પ્રતિનિધિ દ્વારા દસ્તાવેજો સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે. યાદીમાં કોઈપણ વિસંગતતાઓ માટે સંક્ષિપ્ત સમજૂતી પણ શામેલ હશે. વાંધા સબડિવિઝન-સ્તરની કચેરીઓમાં દાખલ કરી શકાય છે. આ નિર્દેશો તમિલનાડુમાં SIRને પડકારતી અરજીઓના જવાબમાં જાહેર કરવામાં આવ્યા હતા . સુપ્રીમ કોર્ટે અગાઉ પશ્ચિમ બંગાળમાં SIR અંગે સમાન આદેશો જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થા પર શું કહ્યું? ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે "તમિલનાડુમાં ડીજીપી અને પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન થાય અને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે." સુપ્રીમ કોર્ટમાં એક અરજીમાં આ આદેશને તમિલનાડુ સુધી લંબાવવાની માગ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે નિયમો તમિલનાડુમાં પણ લાગુ થવા જોઈએ. CJIને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે "એકવાર અમે બંગાળ માટે કેટલીક સમાન માર્ગદર્શિકા ઘડી કાઢીએ, પછી કોઈ કારણ નથી કે તેનો તમિલનાડુમાં અમલ ન કરી શકાય. તેથી, કોઈ આદેશની જરૂર રહેશે નહીં." સુપ્રીમ કોર્ટે બંગાળ અંગે પણ સૂચનાઓ આપી હતી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ SIRને કોર્ટમાં પડકારનારા અરજદારોમાંનો એક છે. તેણે દલીલ કરી છે કે SIR ચલાવવાનો નિર્ણય ગેરબંધારણીય છે, ચૂંટણી પંચની સત્તાની બહાર છે અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 (ROPA) અને મતદારોની નોંધણી નિયમો, 1960 ની વિરુદ્ધ છે. તેમાં દલીલ કરવામાં આવી છે કે SIR બંધારણના અનુચ્છેદ 14, 19, 21, 325 અને 326નું ઉલ્લંઘન કરે છે અને તેના કારણે મોટાપાયે સાચા મતદારો મતદાનથી વંચિત રહી શકે છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR માટે સમાન નિર્દેશો જાહેર કર્યા હતા, જેમાં ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં 13.6 મિલિયન મતદારોની યાદી પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમના ગણતરી ફોર્મમાં ભૂલો પણ છે.આ પણ વાંચો : Leh એરફોર્સ સ્ટેશનને મળ્યો નવો રનવે, 21 મહિનામાં પૂર્ણ થયો આ મોટો પ્રોજેક્ટ

Read Full Story arrow_forward