Dahod News: રખડતા કુતરાનો આતંક, મહિલા પર કર્યો હિંસક હુમલો
રાજ્યમાં રખડતા કુતરાનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે દાહોદ શહેરમાંથી કૂતરાના આતંકના હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદ શહેરના મહાવીરનગર વિસ્તારમાં એક કુતરાએ રસ્તે જતી મહિલા પર ઓચિંતો હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.પાછળથી આવીને મહિલાને ફાડી ખાધી ઘટનાની મળતી માહિતી અનુસાર, ગત રોજ જ્યારે એક મહિલા મહાવીરનગર સોસાયટીમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એક રખડતા શ્વાને પાછળથી દોડી આવીને મહિલાના પગના ભાગે જોરદાર બચકું ભર્યું હતું. હુમલો એટલો ગંભીર હતો કે, મહિલાએ દર્દના માર્યા બુમાબૂમ કરી મૂકી હતી. હુમલો કર્યા બાદ શ્વાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ મહિલાને પગના ભાગે ઊંડા ઘા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. એક જ દિવસમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા ચોંકાવનારી વાત તો એ છે કે, આ પાગલ બનેલા કુતરાએ માત્ર આ મહિલાને જ નહીં, પરંતુ ગત રોજના એક જ દિવસમાં વિસ્તારના 10થી વધુ લોકોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર મહાવીરનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, આવા હિંસક શ્વાનોને સત્વરે પકડવામાં આવે જેથી નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો સુરક્ષિત રહી શકે. હાલ તો આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે રખડતા ઢોર અને શ્વાનના પ્રશ્ને તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉભા કરી રહ્યા છે. આ પણ વાંચો - Dahodના ગોદી રોડ પર રખડતા શ્વાનનો આતંક, 12 લોકોને ભર્યા બચકાં
Read Full Story arrow_forward