android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch RTO કચેરી ખાતે CPR ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું
calendar_today January 29, 2026

Bharuch RTO કચેરી ખાતે CPR ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું

અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય, ત્યારે તબીબી સહાય મળે તે પહેલાની ગણતરીની મિનિટો ખૂબ જ કિંમતી હોય છે. આ જ હેતુને સાર્થક કરવા માટે ભરૂચ RTO કચેરી ખાતે સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી એક વિશેષ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) ટ્રેનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જીવનદાન આપતી તાલીમ ઘણીવાર માર્ગ અકસ્માત, પાણીમાં ડૂબી જવું કે આગના ધુમાડાને કારણે વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરી દે છે. આવી કટોકટીની પળોમાં એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે જો CPR આપવામાં આવે તો વ્યક્તિનો જીવ બચવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ભરૂચ RTO ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના જીતેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત લોકોને પ્રેક્ટિકલ ડેમો આપીને સમજાવ્યું હતું કે કઈ રીતે સાચી પદ્ધતિથી CPR આપીને દર્દીને નવું જીવન આપી શકાય. 60 થી વધુ કર્મચારીઓ અને અરજદારો સહભાગી આ તાલીમ શિબિરમાં RTO કચેરીના 60 થી વધુ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ ઉપરાંત કચેરીએ પોતાના કામ અર્થે આવેલા અરજદારોએ પણ આ મહત્વની તાલીમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી અને ARTO પંકજ પઢિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને તેમની ટીમે પણ આ સેવાયજ્ઞમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજના ભાગદોડભર્યા યુગમાં હૃદયરોગના હુમલા અને અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આવી તાલીમ સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ઉપસ્થિત તમામ લોકોએ માનવ જીવન બચાવવા માટેની આ ઉમદા કલા શીખીને સામાજિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. આ પણ વાંચો - Bharuch News: એક બસ બીજી બસ સાથે અથડાતા સોસાયટીની દીવાલ ધરાશાયી

Read Full Story arrow_forward
India Israel Visit: પ્રાદેશિક તણાવ અને પાકિસ્તાન પર હમાસને સમર્થન આપવાના આરોપો વચ્ચે ભારત અને ઇઝરાયલ યોજશે બેઠક, જાણો કેમ વધી છે હલચલ?
calendar_today January 29, 2026

India Israel Visit: પ્રાદેશિક તણાવ અને પાકિસ્તાન પર હમાસને સમર્થન આપવાના આરોપો વચ્ચે ભારત અને ઇઝરાયલ યોજશે બેઠક, જાણો કેમ વધી છે હલચલ?

બન્ને દેશ વચ્ચેની મુલાકાત સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સુરક્ષા અને ટેકનોલોજીના મુદ્દાઓ પર ચર્ચા પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. આ મુલાકાત 27-28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ શકે છે. 2017 પછી પીએમ મોદીની ઇઝરાયલની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાતનો હેતુ ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. આ મુલાકાત ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર થઈ રહી છે. બંને નેતાઓ સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજી જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. લશ્કર-એ-તૈયબાએ વધારી ચિંતા પાકિસ્તાન પર હમાસને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હમાસના પ્રતિનિધિઓ પાકિસ્તાનની ધરતી પર કેટલાક સ્થાનિક આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં જોવા મળ્યા છે. જે ભારત માટે નોંધપાત્ર ખતરો છે. લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સાથે હમાસના વધતા સંબંધોએ ઘણા દેશોમાં ચિંતા વધારી છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બન્ને દેશને આંતરિક સંબંધો મજબૂત કરવાની તક આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ પ્રાદેશિક સ્થિરતા, ગાઝાની પરિસ્થિતિ અને આતંકવાદ સામે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ભારતે હંમેશા શાંતિ અને સંવાદને ટેકો આપ્યો છે અને આ મુલાકાતને વ્યક્તિગત સ્તરે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની તક તરીકે જોવામાં આવે છે. મધ્ય પૂર્વમાં ભારતના નોંધપાત્ર હિતો છે. જે આ મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આ પણ વાંચોઃ આ બીમારીના કારણે Imran Khan ગુમાવી શકે છે આંખોની રોશની, જાણો કેવી છે જેલમાં સ્થિતિ?

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash :  સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ!
calendar_today January 29, 2026

Ajit Pawar Plane Crash : સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાન બાદ રાજ્યના રાજકારણમાં ખાલી પડેલા સ્થાનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ દુર્ઘટનાએ માત્ર રાજકીય નહીં પરંતુ ભાવનાત્મક ખાલીપો પણ ઊભો કર્યો છે. આવી પરિસ્થિતિમાં તેમના પરિવાર અને ખાસ કરીને તેમની પત્ની સુનેત્રા પવારને લઈને નવી રાજકીય શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે.મુખ્યમંત્રી પદની ઓફર સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવશે. સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ એનસીપીના પ્રમુખ બની શકે છે. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન NCP (સપા) ના વિલીનીકરણ પર પણ ચર્ચા થઈ શકે છે. અચાનક વિદાય બાદ પાર્ટીની એકતા રાજકીય જાણકારોનું માનવું છે કે અજિત પવારની અચાનક વિદાય બાદ પાર્ટીની એકતા જાળવવા માટે પરિવારના સભ્યને જવાબદારી સોંપવી એ એક વ્યૂહાત્મક પગલું હોઈ શકે છે. સુનેત્રા પવાર લાંબા સમયથી સામાજિક અને જાહેર જીવનમાં સક્રિય રહી છે અને બારામતી વિસ્તારમાં તેમનો મજબૂત સંપર્ક પણ માનવામાં આવે છે. કોઇ સત્તાવાર રાજકીય નિવેદન નથી આવ્યું જો કે, હાલ સુધી સુનેત્રા પવાર તરફથી કોઈ સત્તાવાર રાજકીય નિવેદન આવ્યું નથી. તેઓ આ સમગ્ર ઘટનાને અંગત દુઃખની ઘડી તરીકે જોઈ રહ્યા છે અને રાજકીય નિર્ણય માટે સમય લેવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. પાર્ટી નેતાઓ પણ આ મુદ્દે સંયમ રાખી રહ્યા છે અને તમામ વિકલ્પો પર વિચાર ચાલી રહ્યો છે. પ્રશ્નો ઉભા થાય છે આ સાથે જ એવો પણ પ્રશ્ન ઊભો થયો છે કે શું સુનેત્રા પવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં. કેટલાક નેતાઓ માને છે કે મહિલા નેતૃત્વને આગળ લાવવાથી પાર્ટીની છબી મજબૂત બની શકે છે, ખાસ કરીને જ્યારે રાજ્યમાં રાજકીય સ્થિરતા જાળવવી મહત્વપૂર્ણ બની છે. અજિત પવારના પત્ની અને બાળકો અજિત પવારના લગ્ન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી પદ્મસિંહ બાજીરાવ પાટીલની પુત્રી સુનેત્રા પવાર સાથે થયા હતા. સુનેત્રા પવાર સામાજિક પહેલમાં સામેલ હતા અને ઘણીવાર જાહેર કાર્યક્રમો અને કલ્યાણકારી કાર્યક્રમોમાં અજિત પવાર સાથે જતા હતા.તે હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે મહારાષ્ટ્રથી રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે સેવા આપી રહી છે. સુનેત્રા પવાર બારામતી ટેક્સટાઇલ કંપનીના ચેરપર્સન અને એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઇન્ડિયાના સીઈઓ પણ છે.આ પણ વાંચો : ઉત્તર પ્રદેશને મળશે નવી રેલ લાઇન, 62 ગામોના ખેડૂતોને મોટો લાભ

Read Full Story arrow_forward