android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 3 થી 4 લોકો દટાયા હોવાની આશંકા
calendar_today January 29, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 3 થી 4 લોકો દટાયા હોવાની આશંકા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Junagadh : સુદર્શન તળાવ નજીક ગેરકાયદે દબાણ કરનાર સાધુ સામે તંત્રની કાર્યવાહી, ધરમાંથી તલવાર, ધારિયા, કુહાડી જેવા 60 હથિયારો મળ્યા
calendar_today January 29, 2026

Junagadh : સુદર્શન તળાવ નજીક ગેરકાયદે દબાણ કરનાર સાધુ સામે તંત્રની કાર્યવાહી, ધરમાંથી તલવાર, ધારિયા, કુહાડી જેવા 60 હથિયારો મળ્યા

જુનાગઢમાં આવનાર મહાશિવરાત્રી મેળાને લઈ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સુદર્શન તળાવ નજીક ગેરકાયદે દબાણ કરનાર શિવગીરી નામના સાધુ સામે કાર્યવાહી કરવામાં આવી છે.શિવગીરી દ્વારા સુદર્શન તળાવ નજીક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર, શિવગીરી દ્વારા સુદર્શન તળાવ નજીક જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. તલવાર, ધારિયા, કુહાડી જેવા 60 હથિયારો મળ્યા દબાણ હટાવાની કાર્યવાહી દરમિયાન તેના ઘરમાંથી તલવાર, ધારિયા અને કુહાડી સહિતના કુલ 60 ઘાતક હથિયારો મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક શિવગીરીની અટકાયત કરી ઘટનાની જાણ થતા ભવનાથ પોલીસે તાત્કાલિક શિવગીરીની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શિવગીરી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે હથિયારો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Kutch ની ધરા ફરી ધ્રુજી, ભચાઉમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ફફડાટ
calendar_today January 29, 2026

Kutch ની ધરા ફરી ધ્રુજી, ભચાઉમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ફફડાટ

કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે બપોરે 1:56 કલાકે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અચાનક આવેલા આ આંચકાને કારણે ઓફિસો અને ઘરોમાં રહેલા લોકો ગભરાઈને ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. જોકે, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓને લીધે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.કચ્છમાં ફરી ધરતીકંપ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું હતું. કચ્છ લાંબા સમયથી સિસ્મિક ઝોનમાં આવતું હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા આવતા રહે છે. નિષ્ણાતોના મતે ભૂસ્તરિય પ્લેટોમાં થતી હલચલને કારણે આ પ્રકારે ઉર્જા મુક્ત થતી હોય છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Gadhada માં મતદાર યાદી પર મહાસંગ્રામ, 1100 થી વધુ નામો કમી કરવાના કાવતરાનો કોંગ્રેસનો ગંભીર આરોપ!

Read Full Story arrow_forward